રાફેલ યુદ્ધ વિમાન મામલો ભારતના જાણીતા વ્યાપારી અનિલ અંબાણીનો જાણે પીછો જ નથી છોડતો. એક વિવાદ સમે ત્યાં આ મામલે બીજો કોઈ નવો જ વિવાદ ઉભો થાય છે. હવે આ મામલે એક નવો જ વિવાદ ઉભો થયો છે. ફ્રાંસના સ્થાનિક મીડિયાએ અનિલ અંબાણી અને રાફેલ મામલે વધુ એક ખુલાસો કર્યો છે.

ફ્રાંસના સ્થાનીય મીડિયા અહેવાલ પ્રમાણે ફ્રાંસના અધિકારીઓએ ટેક્ષ ચુકવવામાં અનિલ અંબાણીની મદદ કરી હતી. મીડિયા અહેવાલ પ્રમાણે અંબાણી પર 162.6 મિલિયન ડૉલરનો ટેક્ષ બાકી હતો જેને અધિકારીઓએ ભારતના વડાપ્રધાનની મુલાકાત બાદ રદ્દ કરી દીધો હતો.

ફ્રાન્સના રાષ્ટ્રીય ન્યુઝ પેપર લે મોંડે દાવો કર્યો છે કે ભારતીય ઉદ્યોગપતિ અનિલ અંબાણીની ફ્રાન્સમાં સ્થિત ટેલિકોમ કંપનીનો 14 કરોડ યુરોનું દેવું રાફેલ ડીલની જાહેરાત બાદ માફ કરવામાં આવ્યું છે. જોકે રિલાયન્સ કોમ્યુનિકેશન્સે આ દાવાને ઠુકરાવ્યો છે. કંપનીનું કહેવું છે કે ટેક્સ સાથે જોડાયેલા મામલાનું સમાધાન ફ્રાન્સના કાયદાના આધારે કરવામાં આવ્યું છે.

રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, અનિલ અંબાણીની કંપની ફ્રાન્સમાં ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રકચર અને કેબલ નેટવર્કનું સંચાલન કરે છે. ફ્રાન્સના ઈન્કમ ટેક્સ અધિકારીઓએ રિલાયન્સ ફલેગ એટલાન્ટિક ફ્રાન્સ પાસેથી 7.3 મિલિયન યુરોનો ટેક્સ લીધો, જયારે માંગ 15 કરોડ મિલિયન યુરોની કરવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ એફ.ઓલાંદે સાથે 10 એપ્રિલ 2015ના રોજ પેરિસમાં વાતચીત કરી હતી. બાદમાં 36 રાફેલ વિમાન ખરીદવાની જાહેરાત થઈ હતી. આ ડીલ 23 સપ્ટેમ્બર 2016એ ફાઈનલ થઈ હતી. આ દરમિયાન રિલાયન્સને ટેક્સ તરીકે 151 મિલિયન યૂરોની રકમ ચૂકવવાની હતી.

કોંગ્રેસે આ ડીલમાં અનિયમિતતા હોવાનું કહીને સતત આરોપ લગાવી રહી છે. કોંગ્રેસનો આરોપ છે કે સરકાર દરેક એરક્રાફટ પર 1,670 કરોડ રૂપિયાની દલાલી કરી રહી છે, જયારે યુપીએ સરકારે આ માટે 526 કરોડ રૂપિયા નક્કી કર્યા હતા. કોંગ્રેસ સરકાર પર અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ડિફેન્સને દેસોલ્ટ એવિએશન માટે ઓફસેટ પાર્ટનર જાહેર કરવાનો પણ આરોપ લગાવી રહી છે. જોકે સરકારે આ આરોપને પણ નકારી દીધો.

રિલાયન્સ તરફથી સ્પષ્ટિકરણ

આ મામલે રિલાયન્સ કોમ્યુનિકેશને ફ્રાંસમા સમાચારત્રના દાવાને લઈને પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. રિલાયન્સે આ દાવાને ફગાવી દીધો છે. આરકોમે કહ્યું છે કે, ટેક્ષ વિવાદનો એ કાયદાને અંતર્ગત ઉકેલલાવામાં આવ્યો હતો, જે ફ્રાંસમાં સંચાલિત તમામ કંપનીઓ માટે ઉપલબ્ધ છે.

આ મામલે સંરક્ષણ મંત્રાલયે પણ પ્રતિક્રિયા આપવા જણાવ્યું હતું કે, રાફેલ મામલો અને ટેક્ષને એક સાથે જોડવો એ અયોગ્ય બાબત છે. આ બાબત પક્ષપાતપૂર્વ હોવાની સાથોસાથ ગેરમાર્ગે દોરનારી પણ છે.

આ વીડિયો પણ જુઓ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post રાફેલ મામલે હવે નવો વિવાદ, કોંગ્રેસ અને ફ્રાંસ મીડિયાને રિલાયન્સે આપ્યો વળતો જવાબ appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/anil-ambani-firm-got-143-mn-euro-tax-waiver-after-rafale-deal-french-media/
via Best Gujarati News

0 Comments