લોકસભાની ચૂંટણી હવે નજીક છે. તમામ પાર્ટીઓ પોતપોતાના મત વિસ્તારોમાં મતદાતાઓને રિજવવા મથી રહી છે. આ તમામ માટે પાર્ટીઓ પોતાની રીતે ભંડોળ એકત્ર કરતી હોય છે કેમકે જે ખર્ચાઓ ચૂંટણીમાં આવે તે માટે પાર્ટી પાસે ભંડોળ હોવુ જરૂરી છે. હાલ Tata Consultancy Services ઈલેક્ટોરલ ટ્રસ્ટને 220 કરોડનું ભંડોળ આપ્યુ છે.

Tata Consultancy Servicesનું કહેવું છે કે તેણે માર્ચના અંતંમા ઈલેક્ટોરલ ટ્રસ્ટને 220 કરોડ રૂપિયા આપ્યા છે. TCSનું આ ડોનેશન અત્યાર સુધીનું સૌથી મોટું ડોનેશન છે. જો કે એ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ ફંડ કઈ પાર્ટીને આપવામાં આવશે.

ભૂતકાળમાં પણ TCS સહિત ટાટા સમુહની કંપનીઓ ઈલેક્ટોરલ ટ્રસ્ટને પૈસા આપી ચુકી છે. TCS પહેલા પ્રોગ્રેસિવ ઈલેક્ટોરલ ટ્રસ્ટને પૈસા આપ્યા હતા, જેને ટાટા ટ્રસ્ટે 2013માં સ્થાપિત કરી હતી. આ ટ્રસ્ટને 1 એપ્રિલ 2013થી લઈને 31 માર્ચ 2016 વચ્ચે રાજનીતિક પાર્ટાઓને ભંડોળ આપ્યુ છે. સૌથી વધુ પૈસા કોંગ્રેસ અને ત્યારબાદ બીજૂ જનતા દળને આપ્યા છે. આ સમયમાં TCSનું ફક્ત 1.5 કરોડનું કંટ્રીબ્યુશન હતુ.

ભારતમાં કેટલાયે ઈલેક્ટોરલ ટ્રસ્ટ છે, જે કોર્પોરેટ અને રાજનીતિક દળો વચ્ચે મધ્યસ્થીનું કામ કરે છે. તેમાં સૌથી વધારે ઈલેકટોરલ ટ્રસ્ટ પ્રડેંટ ઈલેક્ટોરલ ટ્રસ્ટ છે, જેમાં સૌથી વધુ યોગદાન આપનાર ભારતીય ગ્રુપ અને ડીએલએફ છે. 2017-18માં કુલ જમા 169 કરોડ રૂપિયામાંથી 144 કરોડ રૂપિયા ભાજપને આપ્યા હતા.

ટાટાના પ્રોગ્રેસિવ ઈલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલ વાર્ષિક રિપોર્ટ અનુસાર 2017-18 દરમિયાન તેણે કોઈ પણ રાજનીતિક દળનું યોગદાન આપ્યું નથી અને તેનું નુકસાન 54,844 કરોડ રૂપિયા રહ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post TCS જાન્યુઆરી-માર્ચમાં ઇલેક્ટોરલ ટ્રસ્ટને 220 કરોડનું ભંડોળ આપ્યું appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/tata-consultancy-services-gave-electoral-trust-220-crore-rupees/
via Best Gujarati News

0 Comments