કરિયાણાના દુકાનદારો સાથે મળી રિલાયન્સ ગામડાઓ સુધી પહોંચાડશે સામાન
ચીનની કંપની અલીબાબાની જેમજ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ રીટેલ પણ B2B ઈકોમર્સની સાથે ડીજીટલ હોલસેલ માર્કેટ પ્લેસ તૈયાર કરી રહ્યુ છે. જેમાં સ્માર્ટફોન, ટીવી, કપડાંથી લઈને મસાલા, સાબુ જેવો સામાન ઉપલબ્ધ થશે. માનવામાં આવી રહ્યુ છે કે દૂરના ગામડાઓમાં આ સુવિધાઓ આપવામાં આવશે. કંપનીએ બેંગલુરૂની કંપની અજીયો બિઝનેસ સાથે ટ્રાયલ શરૂ કરી દીધી છે. તેમાં 50,000થી વધારે વેપારીઓને સામેલ કરવાની યોજના છે.
કંપનીના અધિકારિઓ અનુસાર ટુંક સમયમાં બિઝનેસને આંધ્ર પ્રદેશ અને તેલંગણા સુધી વિસ્તારીત કરવામાં આવશે. આગામી મહીને મુંબઈમાં આની શરૂઆત કરવામાં આવશે. જેમાં FMCG અને ગ્રોસરીની પ્રોડક્ટ રહેશે. અધિકારી અનુસાર રિલાયન્સ રિટેલ તે એક કરોડ કરીયાણાના સ્ટોરને ટાર્ગેટ કરવા માંગે છે. જે દિલ્હીની સદર બજારના છુટક વેપારીઓને અન્ય કંપનીઓથી પોતાનો માલ આપશે.
કેટલાક શહેરોમાં જર્મનીની મેટ્રો એજી, વોલમાર્ટની બેસ્ટ પ્રાઈઝ અને રિલાયન્સની માર્કેટ કંપનીઓ દ્વારા વેચવામાં આવશે જેમાં જે રોજ બરોજમાં વપરાશમાં આવતી વસ્તુઓ 10 ટકા છે. તો ઓર્ગેનાઈઝ્ડ હોલસેલર્સ દ્વારા વેચવામાં આવતી FMCG પ્રોડક્ટનું કુલ વેચાણ ફક્ત 3થી 4 ટકા છે. રિલાયન્સ રિટેલર મોટા ડિસ્ટ્રીબ્યુટર્સની સાથે નાના કરિયાણાના દુકાનદારોને જોડીને ગામડાનાં ગ્રાહકો સુધી પહોંચવા માગે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post કરિયાણાના દુકાનદારો સાથે મળી રિલાયન્સ ગામડાઓ સુધી પહોંચાડશે સામાન appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/reliance-retail-has-major-plans-in-store-for-kiranas/
via Best Gujarati News
0 Comments