Marutiએ તોડ્યો 5 વર્ષનો રેકોર્ડ, Omni અને Eeco બની ગ્રાહકોની પહેલી પસંદ
Maruti Suzukiનો 2018-19માં દબદબો રહ્યો. Marutiની Omni અને Eecoએ ગ્રાહકોએ બજારમાં ખુબજ વેચાણ કર્યુ. વાત જાણે એમ છે કે આ વર્ષે વાહનોનાં વેચાણમાં છેલ્લાં 5 વર્ષનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. Siamના રિપોર્ટ અનુસાર એપ્રિલ 2018થી માર્ચ 2019 વચ્ચે 34 લાખ પેસેન્જર વાહનોનું વેચાણ થયુ.
પેસેન્જર વાહનોમાં આ 5 વર્ષનો સૌથી મોટો ઘટાડો છે. આ દરમિયાન Maruti વાનમાં 13 ટકાનો વધારાનું વેચાણ નોંધાયુ. ભારતીય બજારમાં 2.2 લાખ વાનનું વેચાણ થયુ. 2017માં ભારતીય બજારમાં 1.9 લાખ વાનનું વેચાણ થયુ હતુ.
Maruti Omni અને Eecoનો રહ્યો દબદબો
Maruti Suzukiએ વાન સેગમેંટમાં પોતાની Omni અને Eecoના 1.8 લાખ યુનિટ્સનું વેચાણ કર્યુ છે. Maruti Suzukiએ કુલ બજારનો 82 ટકા ભાગ પોતાના નામે કર્યો છે. ભારતીય ઓટોમોટિવ ઈન્ડસ્ટ્રીઝમાં કોઈ પણ સેગમેન્ટમાં આ કોઈ પણ કંપનીના સૌથી વધારે માર્કેટ શેર કહી શકાય. આ વિભાગમાં Mahindra & Mahindraના 8 ટકા માર્કેટ શેર છે. તો Tata Motorsના 10 ટકા માર્કેટ શેર છે.
Maruti Suzuki Omni
Maruti Suzuki Omniમાં પાવર માટે 796 CC, 4 સ્ટ્રોક, 3 સિલિંડર એન્જીન લાગેલુ છે. આ એન્જીન 5000 RPM પર 34 bhpનો મેક્સિમમ પાવર અને 2500 RPM પર 59 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. કાર 4-સ્પીડ ટ્રાન્સમિશન સિસ્ટમથી સજ્જ છે. તેની માઈલેજ 16.8 કિલોમીટર પ્રતિ લિટર છે. Omni, 5 અને 8 સિંટિંગ એરેજમેટ સાથે આવે છે.
Maruti Suzuki Eeco
Maruti Suzuki Eecoમાં પાવર માટે 1.2 લીટરનું એન્જીન આપવામાં આવેલ છે. તે એન્જીન 6000 RPM પર 73 bhp મેક્સિમમ પાવર અને 3000 RPM પર 101 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. તેનું એન્જીન 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સિસ્ટમથી સજ્જ છે. તેની માઈલેજ 16.2 કિલોમીટર પ્રતિ લીટર છે. Eeco, 5 અને 7 સિટિંગ એરજમેન્ટ સાથે આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post Marutiએ તોડ્યો 5 વર્ષનો રેકોર્ડ, Omni અને Eeco બની ગ્રાહકોની પહેલી પસંદ appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/maruti-suzuki-omni-and-eeco-becomes-most-selling-vans-in-a-single-calendar/
via Best Gujarati News
0 Comments