જેટ એરવેઝના શેરો ખરીદવા નરેશ ગોયલ મેદાનમાં, લગાવી બોલી
જેટ એરવેઝમાં ભાગીદારી કરવાં 7 લોકો-કંપનીઓએ એક્સપ્રેશન ઓફ ઇંટરેસ્ટ આપ્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે તેમાં ઇતિહાદ અને જેટના સંસ્થાપક નરેશ ગોયલનો પણ સમાવેશ થાય છે. બીજા પાંચ જેમણે બોલી લગાવી છે તેમાં કેલિફોર્નિયામાં આવેલી ઈંન્વેસ્ટમેન્ટ ફર્મ ટીપીડી, ફિનિક્સ તેમજ ખાનગી ફર્મ ઈડિંગો પાર્ટનર્સ, રેડક્લિક અને થિંક ઈક્વિટી અને જેટના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેંટનો સમાવેશ થાય છે.
જેટ એરવેઝના હાલ ફક્ત 6થી 7 વિમાન છે. SBI કેમ્પને EOI સબ્મીટ કરવાની છેલ્લો દિવસ શુક્રવાર સાંજે 6 વાગ્યા સુધીનો હતો. માનવામાં આવી રહ્યુ છે કે ગોયલે પોતાની અરજી ડેડલાઈન પુરી થાય એ પહેલાં આપી હતી. જો કે ગોયલની ટીમ તરફથી આ મામલે કોઈ વાત જાહેર કરવામાં આવી નથી.
SBIનું કહેવું છે કે EOI મામલે કોઈ પ્રતિક્રિયા આવી નથી. આ બાજુ જેટના સીઈઓ વિનય દુબે શુક્રવારે રાત્રે કર્મચારીઓને મેલ મોકલ્યો જેમાં લખ્યુ હતુ કે ઈઓઆઈ લેવાની પ્રક્રિયા શુક્રવારે પુરી થઈ ચુકી છે. બેંક રસ દાખવતી પાર્ટીઓ સાથે વાત ચીત કરી રહી છે અને એક અઠવાડિયા સુધીમાં બધુજ ચીત્ર સ્પષ્ટ થઈ જશે.
ઈતિહાદે સંકેત આપ્યા હતાકે જેટમાં તે પોતાના શેરો 24 ટકાથી વધારીને 49 ટકા કરવાની ઇચ્છા રાખે છે. જેવી રીતે અજય સિંહે 2014માં શરૂઆતમાં જ સ્પાઈસ જેટને ફરીછી ખરીદવાની છુટ મળી હતી, એ રીતે થોડો સમય વધારે મળે. જો કે ઈતિહાદની માંગ સરકાર દ્વારા પુરી કરવામા આવશે કે કેમ તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યુ નથી.
જે કંપનીઓએ EOI અને PSU સરકાર સમર્થિત ફંડ અને અડધી માલિકીની કંપનીઓ છે તેઓ 30 એપ્રિલ સુધી પોતાની બોલી લગાવી શકે છે. આ સમગ્ર પ્રક્રિયાને પુરી થતાં હજુ મહિનાઓ લાગી જશે. તો કેટલાક કરજદાતાઓએ 1500 કરોડ રૂપિયાનો ફંડ આપવાનો નનૈયો ભણ્યો છે. જેટ આવતા સોમવાર બપોર સુધી હાલ 6થી 7 વિમાન ઉડાડશે. તેની તમામ આંતરરાષ્ટ્રીય ઉડાનોને રદ્દ કરવામાં આવી છે.
એક નિયમ છે કે સર્વિસ આપતી કંપની પાસે ઓછામાં ઓછા 5 વિમાન હોવા જરૂરી છે. તો 26 વર્ષ જુની જેટ સોમવાર સુધી ફ્લાઈંગ લાઈસન્સ ફરી લેવાનો પ્રયત્ન કરશે જો બધુ બરાબર ચાલ્યુ તો તો આ 6 વિમાનો ઉડાન ભરી શકશે નહીંતો તમામ રસ્તાઓ બંધ થઈ જશે તે નક્કી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post જેટ એરવેઝના શેરો ખરીદવા નરેશ ગોયલ મેદાનમાં, લગાવી બોલી appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/naresh-goyal-puts-in-bid-for-jet-airways/
via Best Gujarati News
0 Comments