મુંબઈ ।

આઇટીસી, મારુતિ સુઝુકી, આઇસીઆઇસીઆઇ બેન્ક અને ઇન્ફોસિસ જેવી પસંદગીની બ્લૂ ચીપ કંપનીઓના શેર્સમાં ખરીદીને પરિણામે શુક્રવારે શેરબજાર વધારા સાથે બંધ થયું હતું. કંપનીઓના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામ, સ્થાનિક મેક્રો આંકડાની જાહેરાત અને સામાન્ય ચૂંટણી શેરબજારની દિશા નક્કી કરવામાં નિર્ણાયક બની રહેશે. સેન્સેક્સ ૩૮,૬૯૨.૦૬ પોઇન્ટ ઉપર ખુલ્યો હતો અને ૩૮,૫૫૪.૭૯ પોઇન્ટથી ૩૮,૮૧૮.૮૭ પોઇન્ટ વચ્ચે અથડાતો રહ્યો હતો. દિવસના કામકાજના અંતે સેન્સેક્સ ૧૬૦.૧૦ પોઇન્ટ વધી ૩૮,૭૬૭.૧૧ અને નિફ્ટી ૪૬.૭૫ પોઇન્ટ વધી ૧૧,૬૪૩.૪૫ ઉપર બંધ થયા હતા.  નિફ્ટીમાં ગેઇલ, આઈટીસી, મારુતિ સુઝુકી, સિપ્લા અને ઝી એન્ટરટેઇનમેન્ટ વધ્યા હતા જ્યારે ઈન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ. એલ એન્ડ ટી અને તાતા મોટર્સ ઘટયા હતા.  ઇન્ટ્રા ડેમાં આઈટીસીનો શેર એક ટકો વધી છેલ્લાં છ મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. શેર રૂ.૯.૩૫ વધી રૂ.૩૦૫.૭૫ ઉપર બંધ થયો હતો. ફૂડ એન્ડ ઇન્સના શેરમાં રૂ.૨૨૩ના ભાવે ૨૦ ટકાની ઉપલી ર્સિકટ લાગી હતી. આર.કે.દામાણીની ડેરીવ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા કંપનીમાં પાંચ ટકા શેર્સની ખરીદી કરવામાં આવી હતી. લ્યૂમેક્સ ઓટોનો શેર એક તબક્કે ૪.૮ ટકા વધી રૂ.૧૪૨.૬૦ ઉપર પહોંચ્યો હતો. પ્રભાત ડેરીનો શેર ૪.૯૭ ટકા વધી રૂ.૮૨.૩૦ થયો હતો. શેરમાં ઉપલી ર્સિકટ લાગી હતી.

મોલ્ડટેક ટેક્નોલોજીના બોર્ડે શેર દીઠ ૪૦ ટકાના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી હતી. દીપા ઇન્ડસ્ટ્રીઝને ઓએનજીસી તરફથી રૂ.૧૮ કરોડનો ઓર્ડર મળ્યો હતો. રાઇટ્સની ઓર્ડર બુક  વધી હતી. ૨૦૧૯ના નાણાકીય વર્ષના અંતે કંપની પાસે રૂ.૬,૧૪૨ કરોડના ઓર્ડર હતા જે સામે ૨૦૧૮ના ૩૧મી માર્ચે રૂ.૪,૮૧૮ કરોડના ઓર્ડર હતા.  ગેઇલનો શેર ૩ ટકા વધી રૂ.૩૫૪ ઉપર પહોંચ્યો હતો. ગેઇલ અને ભેલ દ્વારા સંયુક્તપણે સોલર પાવર પ્રોજેક્ટ હાથ ધરાશે. આગામી એક વર્ષમાં ડેટ દ્વારા રૂ.૫૦,૦૦૦ કરોડની રકમ ઊભી કરવાની યોજના હોવાનું એચડીએફસી બેન્કે જણાવ્યું હતું.   દિવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (ડીએચએફએલ)નો શેર એક તબક્કે ૩.૨ ટકા ઘટી રૂ.૧૬૭.૧૫ થયો હતો. ડીએચએફએલની સહયોગી કંપની આધાર હાઉસિગ ફાઇનાન્સે કંપનીના શેર્સ વેચવાની જાહેરાત કરી હતી તેને પગલે શેરના ભાવમાં ઘટાડો થયો હતો.    પોતાના કાફલામાં ૧૬ બોઇંગ (૭૩૭ – ૮૦૦) વિમાન ઉમેરાશે એમ સ્પાઇસ જેટે જણાવ્યું હતું. આથી, શેરનો ભાવ ૮ ટકા વધ્યો હતો. જર્મન કંપની સાથે સંયુક્ત સાહસ કર્યું હોવાના અહેવાલે લ્યૂમેક્સ ઓટોનો શેર ૫ ટકા વધ્યો હતો.   રેઇન ઇન્ડસ્ટ્રીઝમાં ૨૦ ટકાની ઉપલી ર્સિકટ લાગી હતી. એનએસઇમાં ૧.૧૮ કરોડ અને બીએસઇમાં ૧૫.૮૨ લાખ શેર્સનું કામકાજ થયું હતું. પી. સી. જ્વેલર્સના શેરમાં ૧૫ ટકા વધારો થયો હતો. શેરનો ભાવ એક તબક્કે રૂ.૧૧૦.૩૦ થયો હતો. એનએસઇમાં ૭.૦૫ કરોડ શેર્સનું કામકાજ થયું હતું.

ઇન્ફોસિસનો ચોખ્ખો નફો રૂ.૪,૦૭૮ કરોડ 

ઇન્ફોસિસે ચોથા ત્રિમાસિક ગાળામાં અપેક્ષા કરતા બહેતર પરિણામ રજૂ કર્યું હતું. કંપનીએ રૂ.૪,૦૭૮ કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો કે જે સામે રૂ.૩,૯૫૭ કરોડના નફાનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. કંપનીએ એક વર્ષ પૂર્વે સમાન ગાળામાંં રૂ.૩,૬૯૦ કરોડનો નફો કર્યો હતો. અગાઉના ત્રિમાસિક ગાળામાં કંપનીએ શેર દીઠ રૂ.૮૦૦ના ભાવે રૂ.૮,૨૬૦ કરોડના શેર્સ ઓપન માર્કેટમાંથી બાયબેક કરવાની જાહેરાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post પસંદગીની બ્લૂચીપ કંપનીઓમાં ભારે લેવાલીએ શેરબજાર વધ્યું   appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/selection-bluechip-companies/
via Best Gujarati News

0 Comments