નવી દિલ્હી :

દ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ ફેબ્રુઆરીમાં ઘટીને ૦.૧ ટકા થઇ હતી જે છેલ્લાં ૨૦ મહિનામાં સૌથી ઓછી હતી.મેન્યૂફેકચરિંગ ક્ષેત્રમાં ઘટાડાને કારણે આ સ્થિતિ સર્જાઇ હતી, એમ સત્તાવાર આંકડાઓએ શુક્રવારે જણાવ્યું હતું. ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીઅલ પ્રોડક્શન (આઇઆઇપી) માપદંડના આધારે દ્યોગિક ઉત્પાદન ૨૦૧૮ના ફેબ્રુઆરીમાં ૬.૯ ટકા વધ્યું હતું, એમ સેંટ્રલ સ્ટેટેટિક્સ ઓફિસે (સીએસઓ) જારી કરેલા આંકડાઓએ દર્શાવ્યું હતુ. ૨૦૧૮-૧૯ના એપ્રિલ – ફેબ્રુઆરી દરમિયાન દ્યોગિક ઉત્પાદન ૪ ટકા વધ્યું હતું કે જે અગાઉના નાણાકીય વર્ષમાં સમાન ગાળામાં ૪.૩ ટકા હતું. અગાઉ આઇઆઇપીમાં સૌથી ઓછી વૃદ્ધિ ૨૦૧૭ના જૂનમાં નોંધાઇ હતી. એ સમયે દ્યોગિક ઉત્પાદન ઘટીને ૦.૩ ટકા થયું હતું. આઇઆઇપીમાં મેન્યૂફેકચરિંગ ક્ષેત્રનો ૭૭.૬૩ ટકા હિસ્સો છે અને ફેબ્રુઆરીમાં તેમાં ૦.૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો કે જે એક વર્ષ પૂર્વે ૮.૪ ટકા હતો. ફેબ્રુઆરીમાં કેપિટલ ગુડ્સનું ઉત્પાદન ૮.૮ ટકા ઘટયું હતું જે ૨૦૧૮ના ફેબ્રુઆરીમાં ૧૬.૬ ટકા વૃદ્ધિ પામ્યું હતું. પાવર ક્ષેત્રે ૨૦૧૮ના ફેબ્રુઆરીમાં ૪.૫ ટકા વૃદ્ધિ જોવા મળી હતી જે વર્તમાન વર્ષે ફેબ્રુઆરીમાં ઘટીને ૧.૨ ટકા થઇ હતી. કન્ઝયૂમર ગુડ્સ,  કન્ઝયૂમર નોન ડયૂરેબલ્સમાં અનુક્રમે ૧.૨,   ૪.૩ ટકા વૃદ્ધિ અનુભવાઇ હતી. ૨૦૧૮ના ફેબ્રુઆરીની સરખામણીમાં ૨૦૧૯ના ફેબ્રુઆરીમાં મેન્યૂફેકચરિંગ ક્ષેત્રે ૨૩ ઉદ્યોગો પૈકી ૧૦માં સકારાત્મક વૃદ્ધિ જોવાઇ હતી. માર્ચ મહિનામાં રિટેલ ફુગાવો સ્હેજ વધીને ૨.૮૬ ટકા થયો હતો જે ફેબ્રુઆરીમાં ૨.૫૭ ટકા હતો. આમ, રિઝર્વ બેંકના અંદાજીત લક્ષ્યની અંદર ફુગાવો રહ્યો હતો. કન્ઝયૂમર પ્રાઇસ ઇન્ડેક્સ  આધારિત રિટેલ ફુગાવો વાર્ષિક ધોરણે ફેબ્રુઆરીમાં ૨.૫૭ ટકા હતો જે ગયા વર્ષે માર્ચમાં ૪.૨૮ ટકા હતો. રિટેલ ફુગાવો આઠ મહિનાથી રિઝર્વ બેંકના અપેક્ષિત અંદાજ અનુસાર ૪ ટકાની આશપાસ રહ્યો છે જે ૨૦૧૮ના માર્ચમાં ૪.૨૮ ટકા હતો.

ફળો, શાકભાજીના ભાવમાં ઘટાડો ચાલુ રહ્યો

ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ફેરફારને ગણતરીમાં લેતા સમગ્રતઃ ફુગાવો માર્ચમાં ૦.૩ ટકા વધ્યો હતો જે ફેબ્રુઆરીમાં ૦.૬૬ ટકા ઘટયો હતો, એમ સીએસઓના આંકડાઓએ દર્શાવ્યું હતું. ફળો અને શાકભાજીના ભાવમાં ઘટાડો ચાલુ રહ્યો હતો અને આ ઘટાડો અનુક્રમે ૫.૮૮ ટકા અને ૪.૯૦ ટકા હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post દ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ ફેબ્રુઆરી મહિનામાં ઘટીને ૦.૧ ટકા થઇ ગઈ appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/industrial-production-growth-f/
via Best Gujarati News

0 Comments