રિટેલ સર્વોપરિતા હાંસલ કરવા વોલમાર્ટ, એમેઝોન વચ્ચે જંગ
। વોશિંગ્ટન ।
રિટેલ સર્વોપરિતા હાંસલ કરવા કંપનીઓ વચ્ચે જંગને કારણે વોલમાર્ટ સાથે ઉગ્ર શાબ્દિક ટપાટપી ઉપર એમેઝોનના ચીફ એક્ઝિક્યુટિવ જેફ બેઝોસ ઊતરી આવ્યા છે. અમેરિકાની આ બંને અગ્રણી કંપનીઓએ કર્મચારીઓના વેતન અને ટેક્સને કહેવાતા ટાળવાની બાબતે એકમેક ઉપર આકરા પ્રહાર કર્યા હતા. શેરધારકોને ઉદ્દેશી લખેલા વાર્ષિક પત્રમાં બેઝોસે વોલમાર્ટનું નામ લીધા વિના ટકોર કરી હતી કે અમે એક કલાકનું વેતન ૧૫ ડોલર કર્યું છે. અમે હંમેશાં સ્પર્ધાત્મક વેતન ઓફર કર્યું છે પરંતુ અમે તે કરતા આગળ વધીશું, એમ બેઝોસે જણાવ્યું હતું.
ટોચની રિટેલ સ્પર્ધક કંપનીઓને હું પડકાર ફેંકું છું કે કર્મચારીઓને અમારા દ્વારા અપાતા લાભ સાથે અને ૧૫ ડોલરના લઘુતમ વેતનને તમારા વેતન સાથે સરખાવી જુઓ. તમે જુઓ કે તમારી કંપની અમારી સામે ક્યાં ઊભી છે. તમે એક કલાકનું વેતન ૧૬ ડોલર કરો અને અમને પડકાર ફેંકો. આ તો એક પ્રકારની સ્પર્ધા છે અને તેમાં દરેકેદરેકને લાભ થશે, એમ બેઝોસને વળતો જવાબ આપી વોલમાર્ટના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ડેન બાર્ટલેટે જણાવ્યું હતું. એક એનજીઓએ જણાવ્યું હતું કે ૨૦૧૮ના વર્ષમાં ૧૧.૨ અબજ ડોલરનો નફો કર્યો હોવા છતાં એમેઝોને એક ડોલર ટેક્સ રૂપે ભર્યો નથી. તેનો ઉલ્લેખ કરી બાર્ટલેટે ટકોર કરી હતીકે, ‘તમે જુઓ કે તમે ક્યાં ઊભા છો. તમે કેટલો ટેક્સ ભર્યો છે? એમેઝોને એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમેરિકામાં અને અન્ય દેશોમાં કંપની કાર્યરત છે ત્યાં અમારે ટેક્સ ભરવાનો રહે છે. તેમાં છેલ્લાં ત્રણ વર્ષમાં ૨.૬ અબજ ડોલરના કોર્પોરેટ ટેક્સની ચુકવણી અને ૩.૪ અબજ ડોલરના ટેક્સ ખર્ચનો સમાવેશ થાય છે. કોર્પોરેટ ટેક્સ નફાને આધારે ગણવામાં આવે છે અને તેમાં આવકનો સમાવેશ થતો નથી. અમારા ખાસ્સા એવા નફાને કારણે રિટેલ ક્ષેત્ર અત્યંત સ્પર્ધાત્મક બન્યું છે.
વોલમાર્ટે છેલ્લાં થોડાં વર્ષોમાં કર્મીઓના વેતનમાં કર્યા ફેરફાર
વોલમાર્ટે છેલ્લાં થોડાં વર્ષોમાં કર્મચારીઓના વેતનમાં ઘણીવાર સુધારાવધારા કર્યા છે. વોલમાર્ટે ૨૦૧૮ના જાન્યુઆરીમાં કર્મચારીઓના એક કલાકના ૯ ડોલરના વેતનને વધારીને ૧૧ ડોલર કર્યું હતું. મોટાભાગના વોલમાર્ટ વેરહાઉસ એસોસિએટ્સ ઘણાં લાંબા સમયથી ૧૫ ડોલર કરતા વધુ વેતન ચૂકવે છે. વોલમાર્ટનો દાવો છે કે તેના કર્મચારીને સરેરાશ એક કલાકના ૧૭.૫૫ ડોલર મળે છે. તેમાં વેતન અને અન્ય લાભનો સમાવેશ થાય છે. બીજી બાજુએ કર્મચારીઓને વેતનમાં અસમાનતાને કારણે એમેઝોને આકરી ટીકાનો સામનો કરવો પડયો છે. વોલમાર્ટના કર્મચારીઓની સંખ્યા ૧૫ લાખ છે કે જે સામે એમેઝોન પાસે માત્ર ૩.૫૦ લાખ કર્મચારીઓ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post રિટેલ સર્વોપરિતા હાંસલ કરવા વોલમાર્ટ, એમેઝોન વચ્ચે જંગ appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/retail-supremacy-achievement/
via Best Gujarati News
0 Comments