નવી દિલ્હી :

ભારત અને ચીન વચ્ચેના વ્યાપારમાં અત્યાર સુધીમાં ચીનનું પલ્લું ભારે રહ્યું છે કેમકે તેની સાથે ભારતની વ્યાપાર ખાધ વધારે છે. જોકે, ગયા નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ચીન સાથેની વ્યાપાર ખાધ ઘટાડવામાં ભારતને સફળતા મળી છે.

ભારત દ્વારા ચીનમાંથી કરવામાં આવતી આયાતમાં ઘટાડાને કારણે વ્યાપાર ખાધ રૂ.૭૦,૦૦૦ કરોડ રૂપિયા ઘટીને હવે રૂ.૩.૭ લાખ કરોડ થઈ ગઈ છે. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરને કારણે પણ ભારતને ફાયદો થયો છે.

વર્તમાન વર્ષે ૩૧ માર્ચે પૂરા થતાં નાણાકીય વર્ષના જારી કરાયેલા કામચલાઉ આંકડા અનુસાર ભારતમાંથી ચીનની નિકાસ ૩૧ ટકા વધીને રૂ.૧.૨ લાખ કરોડ થઈ હતી. તદુપરાંત આયાત ૮ ટકા ઘટી રૂ.૪.૮ લાખ કરોડ ઉપર પહોંચી હતી. ચીનમાં ઓર્ગેનિક કેમિકલ, પ્લાસ્ટિક રો મટીરિયલ્સ અને કોટન યાર્નની નિકાસથી ભારતને વ્યાપાર ખાધ ઘટાડવામાં સફળતા મળી છે.

ચીન સાથેની વ્યાપાર ખાધમાં ધરખમ ઘટાડાને મોદી સરકારની મોટી સફળતા ગણવામાં આવે છે.  

અમેરિકા અને ચીન વચ્ચે છેલ્લાં એક વર્ષથી ટ્રેડ વોર ચાલે છે. તેને ધ્યાનમાં રાખી વાણિજ્ય મંત્રાલયે એક રૂપરેખા તૈયાર કરી હતી અને તેમાં જણાયું કે ભારતમાં ઉત્પાદિત ૬૦૩ ગુડ્ઝની ચીનમાં ભારે માગ ઊભી કરી શકાય તેમ છે. મંત્રાલયે તમામ ઔદ્યોગિક સંગઠનોને ચીનમાં વધારે માગ હોય એવી ચીજવસ્તુઓની યાદી તૈયાર કરવા કહ્યું હતું. જોકે, માત્ર નિકાસ વધારવા ઉપર ભાર મૂકવામાં નથી આવ્યો. ચીની કંપનીઓ ભારતમાં રોકાણ કરવા આકર્ષાય એ માટે પણ મંત્રાલયના પ્રયાસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post મોદી સરકારની મોટી સફળતા, ચીન સાથેની વ્યાપાર ખાધમાં ધરખમ ઘટાડો appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/modi-government-big-success-ch/
via Best Gujarati News

0 Comments