હૈદરાબાદનાં રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાયલી સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી વચ્ચેની મેચમાં દિલ્હીનો શાનદાર વિજય થયો છે. હૈદરાબાદે ટોસ જીતીને દિલ્હીને બેટિંગમાં આવવાનું આમંત્રણ આપ્યું હતુ. પહેલી બેટિંગ કરતા દિલ્હીએ 20 ઑવરમાં 7 વિકેટે 155 રન બનાવ્યા હતા. 156 રનનાં આસાન જણાતા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની શરૂઆત શાનદાર રહી હતી.

હૈદરાબાદ તરફથી વૉર્નર અને બેયરસ્ટોની જોડીએ 9.5 ઑવરમાં 72 રનની ભાગેદારી નોંધાવી હતી. જો કે બેયરસ્ટો (41) અને વૉર્નર (51) આઉટ થયા બાદ હૈદરાબાદની બેટિંગ પત્તાનાં મહેલની માફક ખરી પડી હતી અને આખી ટીમ 116 રનમાં જ તંબૂ ભેગી થઇ ગઈ હતી. દિલ્હી તરફથી કાગિસો રબાડાએ 4, ક્રિસ મૉરિસે 3 અને કિમો પૉલે 3 વિકેટ ઝડપી હતી.

હૈદરાબાદ 

 

  • રબાડાએ ભુવનેશ્વર કુમારને કર્યો આઉટ.
  • અભિષેક શર્માને ક્રિસ મૉરિસે આઉટ કર્યો.
  • ક્રિસ મૉરિસે દીપક હૂડા અને રાશિદ ખાનને આઉટ કર્યા.
  • વિજય શંકર 1 રન બનાવીને રબાડાનો શિકાર બન્યો.
  • રબાડાએ વૉર્નરને 51 રન પર આઉટ કરીને દિલ્હીને મોટી સફળતા અપાવી.
  • રિકી ભુઇને કિમો પૉલે 7 રને આઉટ કર્યો.
  • વિલિયમ્સનને કીમો પૉલે 3 રને આઉટ કર્યો.
  • જૉની બેયરસ્ટોએ 31 બૉલમાં 41 રન બનાવ્યા. તે કિમો પૉલની બૉલિંગમાં કેચ આઉટ થયો.

દિલ્હી

  • 20 ઑવરમાં દિલ્હીએ 7 વિકેટે 155 રન કર્યા છે.
  • કીમો પૉલને ભુવનેશ્વર કુમારે 7 રને આઉટ કર્યો.
  • રાશિદ ખાનની બૉલિંગમાં ક્રિસ મોરિસ 4 રને ક્લિન બૉલ્ડ.
  • પંત 19 બૉલમાં 23 રન મારીને ખલીલ અહમદની બૉલિંગમાં આઉટ થયો.
  • ભુવનેશ્વર કુમારે 45 રને શ્રેયસ ઐયરને કેચ આઉટ કર્યો.

  • 24 બૉલમાં 40 રન મારીને મુનરો અભિષેક શર્માની બૉલિંગમાં આઉટ.
  • શિખર ધવન 7 રન બનાવીને ખલીલ અહમદની બૉલિંગમાં આઉટ થયો.
  • પૃથ્વી શૉ 4 રન બનાવીને ખલીલ અહમદની બૉલિંગમાં આઉટ.
  • પૃથ્વી શૉ અને શિખર ધવને દિલ્હીની ઇનિંગની શરૂઆત કરી.
  • ટૉસ જીતીને હૈદરાબાદે ફીલ્ડિંગ પસંદ કરી.

IPL-12ની 30મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ એકબીજા સામે ટકરાવા જઇ રહ્યા છે. હૈદરાબાદે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી છે.

આ મેચમાં દિલ્હીનો ઑપનર શિખર ધવન પોતાનું ફૉર્મ જાળવી રાખવા ઇચ્છશે. સતત 2 મેચો જીત્યા બાદ દિલ્હીનો આત્મવિશ્વાસ વધ્યો છે. રૉયલ ચેલેન્જર્સ બેંગલોર અને કોલકાતા નાઇટ રાઇડર્સને દિલ્હીએ પરાજય આપ્યો હતો. કોલકાતા સામે શિખર ધવન પોતાની સદી બનાવી શક્યો નહોતો, પરંતુ તેણે 63 બૉલમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 97 રન બનાવ્યા હતા. કોલકાતા સામે દિલ્હીનો 7 વિકેટે વિજય થયો હતો.

દિલ્હી પાસે શિખર ધવન, શ્રેયસ ઐયર, ઋષભ પંત અને પૃથ્વી શૉ જેવા શાનદાર ખેલાડીઓની ફોજ છે. તો બૉલિંગમાં ઇશાંત શર્મા, કાગિસો રબાડા અને ક્રિસ મોરિસ પણ શાનદાર ફૉર્મમાં છે. હૈદરાબાદની બેટિંગ લાઇનઅપ ઘણી મજબૂત છે અને ડેવિડ વૉર્નર, જૉની બેયરસ્ટો, વિજય શંકર અને દીપક હૂડા મેચ જીતાવડવા માટે સક્ષમ છે. બોલિંગમાં ભુવનેશ્વર કુમાર, સંદીપ શર્મા અને સિદ્ધાર્થ કૌલ પણ સારી લયમાં છે.

ટીમ:

હૈદરાબાદ: ડેવિડ વૉર્નર, જૉની બેયરસ્ટો, કેન વિલિયમ્સન, વિજય શંકર, રિકી ભુઈ, દીપક હૂડા, રાશિદ ખાન, અભિષેક શર્મા, ભુવનેશ્વર કુમાર, સંદીપ શર્મા, ખલીલ અહમદ

દિલ્હી: પૃથ્વી શૉ, શિખર ધવન, શ્રેયસ ઐયર, ઋષભ પંત, કૉલિન મુનરો, ક્રિસ મોરિસ, અક્ષર પટેલ, અમિત મિશ્રા, કિમો પૉલ, કાગિસો રબાડા, ઇશાંત શર્મા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post SRHvsDC: દિલ્હીનાં બૉલર્સ સામે હૈદરાબાદે હથિયાર હેઠા મુક્યા, 39 રને દિલ્હીનો વિજય appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/srhvsdc-live/
via Best Gujarati News

0 Comments