કોલકાતાનાં સ્ટાર ઑલરાઉન્ડર આન્દ્રે રસેલે ઇન્ડિયન પ્રીમિયર લીગની 12મી સીઝનમાં ધમાલ મચાવી છે. રસેલને ટી-20નો સૌથી ખતરનાક બેટ્સમેન માનવામાં આવે છે. તે કોઇપણ સમયે મેચનું પાસું પલટી દેવામાં સક્ષમ છે. બેટિંગ દરમિયાન તે હંમેશા આક્રમક મૂડમાં જોવા મળે છે. જોકે ચેન્નાઈ સામેની આજની મેચમાં આન્દ્રે રસેલ ફક્ત 10 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. આઉટ થયા બાદ આન્દ્રે રસેલ ગુસ્સામાં જોવા મળ્યો હતો.

રવિવારનાં ઇન્ડિયન ટી-20 લીગની 29મી મેચમાં ચેન્નાઈની સામે આન્દ્રે રસેલ 4 બૉલમાં 1 ચોગ્ગાની અને 1 છગ્ગાની મદદથી 10 રન બનાવીને આઉટ થયો હતો. 14.5 ઑવરમાં ઇમરાન તાહિરે ધ્રુવ શૌરીનાં હાથે કેચ આઉટ કરાવ્યો હતો. રસેલ આઉટ થયા બાદ ઘણો જ ગુસ્સામાં જોવા મળ્યો હતો. ડગઆઉટમાં પરત ફરતી વખતે તે બેટને છોડવાઓ પર ફટકારતો જોવા મળ્યો હતો. રસેલનાં આ ગુસ્સાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ સીઝનમાં આન્દ્રે રસેલનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. 8 મેચોમાં રસેલે 312 રન કર્યા છે અને 6 વિકેટ પણ ઝડપી છે. આ દરમિયાન રસેલે 2 ધુંઆધાર અડધી સદીઓ ફટકારી છે. સ્ટ્રાઇક રેટનાં મામલે રસેલ અત્યારે સૌથી ટૉપ પર ચાલી રહ્યો છે. એ પણ નોંધનીય છે કે કોલકાતાની અત્યાર સુધીની જીતમાં રસેલનો સિંહફાળો રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post Video: આઉટ થતાની સાથે જ ગુસ્સાથી લાલચોળ થયો રસેલ, કરી દીધું આવુ વર્તન appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/andre-russell-got-angry-after-getting-out/
via Best Gujarati News

0 Comments