ઇન્ડિયન પ્રીમિયર લીગનું બીજું નામ જ રોમાંચ છે. નવો દિવસ, નવો મુકાબલો અને નવા રેકૉર્ડ. રવિવારનાં રોજ પણ આ ટૂર્નામેન્ટમાં કંઇક આવું જ જોવા મળ્યું, જ્યારે ફેફ ડુ પ્લેસિસે એક એવો કેચ ઝડપ્યો જેને લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે. ઈડન ગાર્ડન્સમાં રમાયેલી ચેન્નાઈ અને કોલકાતા વચ્ચેની મેચમાં ફેફ ડુ પ્લેસિસે 4 કેચ ઝડપ્યા. ટૉસ હારીને બેટિંગ માટે ઉતરેલી કોલકાતાની 10મી ઑવર ઇમરાહન તાહિર બૉલિંગમાં આવ્યો. ચોથા બૉલ પર રોબિન ઉથપ્પાએ તાહિરનાં બૉલ પર લેગ સાઇડમાં એક શૉટ રમવા ચાહ્યો, લેગ બ્રેક રમવામાં સંપૂર્ણ રીતે અસફળ રહેલા ઉથપ્પાએ ફટકારેલો બૉલ હવામાં ગયો, જેણે ફેફ ડુ પ્લેસિસે ઝડપી લીધો હતો.

બાઉન્ડ્રી પર ઉભેલા ફેફે લાંબી દોડ લગાવી અને આગળ ડાઇવ લગાવીને શાનદાર કેચ ઝડપ્યો. આ કેચની ગણના અત્યારે ચાલી રહેલી IPL-12 સીઝનનાં બેસ્ટ કેચમાં થઇ રહી છે. ડૂ પ્લેસિસે રૉબિન ઉથપ્પાને ગૉલ્ડન ડક કર્યો. ઉથ્થપ્પા પહેલા જ બૉલે આઉટ થયો હતો. ઇમરાન તાહિરે આ ઑવરનાં બીજા બૉલે નીતીશ રાણાને આઉટ કર્યો હતો. ચોથા બૉલ પર ઉથપ્પા ખાતુ ખોલાવ્યા વગર આઉટ થયો.

તો 15મી ઑવરમાં તાહિરે કમાલ કરતા પહેલા ખતરનાક લીન (51 બૉલમાં 82 રન) અને ત્યારબાદ આન્દ્રે રસેલ(4 બૉલમાં 10 રન)ને પણ આઉટ કરીને કોલકાતાને મોટા ફટકા આપ્યા. ઉલ્લેખનીય છે કે પ્લેસિસ મેચની એક ઇનિંગમાં 4 કેચ ઝડપનાર IPLનો છઠ્ઠો પ્લેયર બન્યો છે. આ પહેલા સચિન તેંડુલકર, ડેવિડ વૉર્નર, જૈક કૈલિસ, રાહુલ તેવટિયા અને ડેવિડ મિલર પણ આ કારનામું કરી ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post Video: પ્લેસિસે કાળજુ અધ્ધર કરી દે તેવો કર્યો કેચ, યાદ રાખશે IPL appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/faf-du-plessis-did-stunning-catch/
via Best Gujarati News

0 Comments