તાજેતરમાં પણ ઘણા લોકો મ્યુ. ફંડમાં એક સમયાંતરે થતાં રોકાણ એટલે કે SIP (Systematic Investment Plan)ને એક રોકાણનું સાધન ગણે છે, જ્યારે આ એક રોકાણ કરવાની વ્યવસ્થિત પદ્ધતિ છે જે માસિક કે એક સમયાંતરે થતી આવકને વ્યવસ્થિત રીતે રોકાણ કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. SIP વિશે લોકો ઘણી ગેરસમજ ધરાવે છે જે અહીંયાં ટૂંકમાં વર્ણન દ્વારા સમજીએ.

SIP મંદીમાં કરવાથી ફાયદો વધારે થાય છે
આ તદ્દન ખોટી માન્યતા છે. SIP કરવા માટે સૌથી જરૂરી છે તમારું રોકાણનું ધ્યેય/ઉદ્દેશ અને રોકાણ જો લાંબા ગાળાનું હોય તો તે શેરબજાર આધારિત સ્કીમમાં SIP કરીને રોકાણ કરાય, પરંતુ જો રોકાણ ટૂંકા ગાળાના ધ્યેય માટે કરવાનું હોય તો બાંધી મુદતની સ્કીમમાં SIP કરીને રોકાણ કરાય.

SIP તેજી કે મંદીમાં કોઈ પણ સમયે ચાલુ કરવાથી કોઈ જ ફરક પડતો નથી. જો તમારે રોકાણનો ગાળો લાંબો એટલે કે 1૦ વર્ષથી વધારે હોય. ઘણી વખત તેજીમાં ચાલુ કરેલી SIP વધારે વળતર આપે છે, કારણ કે તેજી પછી મંદી આવે ત્યારે માર્કેટના ઘટાડાના કારણે સસ્તી વધારે યુનિટો ખરીદાય છે, જે લાંબા ગાળે વધારે ફાયદો આપે છે.

SIPમાં જેટલી વધારે સ્કીમો તેટલો ફાયદો વધારે થાય
વધારે સ્કીમોમાં રોકાણો કરવાથી વધારે ગૂંચવણ ઊભી થાય છે. આના કરતાં એક કે વધારેમાં વધારે બે સ્કીમો જરૂરિયાત પ્રમાણેના આયોજન પ્રમાણે લેવાથી વધારે ફાયદો થાય છે. જ્યારે આપણે માંદા પડીએ છીએ ત્યારે રોગ પ્રમાણેની એક જ દવા લઈએ છીએ તેમ જરૂરિયાત પ્રમાણેની એક જ સ્કીમ લેવાથી વધારે એકાગ્રતાથી સારું આયોજન થાય છે.

SIPમાં કરેલું રોકાણ દર છ મહિને કે માર્કેટના મૂડના આધારે બદલતા રહેવું જોઇએ
શેરબજારના રોકાણને ક્યારે પણ માર્કેટના મૂડના આધારે ફેરબદલ કરવું જોઈએ નહીં. રોકાણનું ધ્યેય લાંબું હોય તો જેમ જેમ ધ્યેય નજીક આવે તેમ તેને બાંધી મુદતના એટલે ડેટ ફંડમાં રૂપાંતર કરતાં રહી સલામત કરતાં રહેવું વધારે હિતાવહ છે, પરંતુ દર છ મહિને કે માર્કેટના મૂડ પ્રમાણે ફેરબદલ કરવાથી મોટી ભૂલો થવાની શક્યતા રહે છે.

મ્યૂચ્યુઅલ ફન્ડ્સમાં લોકો મોટી સંખ્યામાં પૈસા રોકી રહ્યાં છે, પરંતુ આ રોકાણમાંથી નફો કેટલો થયો તે કેવી રીતે જાણવું? એક્સપર્ટ કહે છે કે તમારે ફન્ડ પોર્ટફોલિયો પર રોજ નજર રાખવાની જરૂર નથી પરંતુ છ મહિને એક વાર ચેક કરતું રહેવું જોઈએ. આંકડા મુજબ, રોકાણકારોએ ગત નાણાકીય વર્ષમાં 1.11 લાખ કરોડથી વધુ રૂપિયાનું રોકાણ ઇક્વિટી મ્યૂચ્યુઅલ ફન્ડ વાળી યોજાનાઓમાં કર્યુ હતું.

આવી રીતે ચેક કરો નફો
– તમે જે કોઈ પણ ફન્ડમાં રોકાણ કર્યુ હશે કંપનીઓ દર મહિને તેના નફા નુકસાનની માહિતી બહાર પાડે છે.

– તમે ફન્ડ હાઉસની વેબસાઇટ પર ચેક કરી શકો છો. દરેક સ્કિમમાં પોર્ટફોલિયોની પુરતી જાણકારી હોય છે.

– તમને એ જાણકારી પણ મળશે કે તમારી સ્કિમમાં કઈ કઈ કંપનીઓએ રોકાણ કર્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post SIPમાં કઇ રીતે અને ક્યારે રોકાણ કરી વધુ નફો મેળવી શકાય, જાણો લાભની વાત appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/how-to-calculate-sip-profit-and-loss-tips/
via Best Gujarati News

0 Comments