કોટનનાં વાયદાઓમાં ૧૦,૬૬,૦૭૫ ગાંસડીના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં સેંકડા ઘટયા
વીકલી ટ્રેડિંગ : રિપોર્ટ
। મુંબઈ ।
દેશના અષ્રણી કોમોડિટી એક્સચેન્જ એમસીએક્સ પર સમીક્ષા હેઠળના સપ્તાહ (૧૮થી ૨૫ એપ્રિલ) દરમિયાન કોમોડિટી વાયદાઓમાં ૨૫,૬૭,૭૯૧ સોદાઓમાં કુલ રૂ.૧,૨૬,૨૩૩.૬૦ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદામાં એકંદરે તેજીનો માહોલ હતો, જ્યારે બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ વાયદાના ભાવમાં રહ્યું હતું. એનર્જીમાં ક્રૂડ તેલના વાયદાના ભાવમાં ઉછાળો રહૃાો હતો. નેચરલ ષેસ પણ વધ્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં ૧૦,૬૬,૦૭૫ ગાંસડીના સાપ્તાહિક વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં સેંકડા ઘટી આવ્યા હતા. સીપીઓના વાયદામાં નરમાઈ સામે એલચી અને મેન્થા તેલ સુધર્યા હતા. કોમોડિટી વાયદાનો સૂચકાંક કોમડેક્સ સપ્તાહ દરમિયાન ૪૧.૪૨ પોઈન્ટવધ્યો હતો.
કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૩૧,૪૫૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૩૨,૦૨૫ અને નીચામાં રૂ.૩૧,૪૦૩ના મથાળે અથડાઈ સપ્તાહના અંતે રૂ.૪૩૧ (૧.૩૭ ટકા) વધી રૂ.૩૧,૯૧૧ બંધ રહૃો હતો. અપવાદરૂપ ગોલ્ડ-ગિનીનો એપ્રિલ વાયદો ૮ ષ્રામદીઠ રૂ.૨૫,૩૬૨ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨૧૮ (૦.૮૬ ટકા) ઘટી બંધમાં રૂ.૨૫,૧૮૦ના ભાવ રહૃા હતા, જ્યારે ગોલ્ડ-પેટલનો એપ્રિલ વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૩,૧૬૭ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૬ (૦.૧૯ ટકા)ના સુધારા સાથે રૂ.૩,૧૭૪ બંધ રહૃો હતો. સોનાનો મિની મે વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૩૧,૪૭૪ ખૂલી, સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૩૧,૯૨૬ અને નીચામાં રૂ.૩૧,૩૫૫ સુધી જઈ સપ્તાહના અંતે રૂ.૪૩૩ (૧.૩૮ ટકા)ની વૃદ્ધિ સાથે રૂ.૩૧,૮૪૩ બંધ રહૃો હતો. સોનાનો દૂર ડિલિવરીનો ઓગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૩૧,૬૦૮ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૪૩૧ (૧.૩૬ ટકા) વધી બંધમાં રૂ.૩૨,૦૮૦ના ભાવ રહૃા હતા. આ વાયદો સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૩૨,૧૮૫ અને નીચામાં રૂ.૩૧,૫૮૦ બોલાયો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ.૩૭,૨૫૦ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૩૭,૬૪૮ અને નીચામાં રૂ.૩૬,૮૩૦ના સ્તરને સ્પર્શી સપ્તાહના અંતે રૂ.૨૪૭ (૦.૬૬ ટકા) વધી રૂ.૩૭,૪૫૭ બંધ રહૃાો હતો. ચાંદી-મિની જૂન વાયદો કિલોદીઠ રૂ.૩૭,૭૫૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨૭૭ (૦.૭૩ ટકા) વધી રૂ.૩૮,૦૯૬ થયો હતો, જ્યારે ચાંદી-માઈક્રો જૂન વાયદો કિલોદીઠ રૂ.૩૭,૮૫૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨૭૩ (૦.૭૨ ટકા) વધી બંધમાં રૂ.૩૮,૦૯૫ના ભાવ રહૃા હતા. ચાંદીનો દૂર ડિલિવરીનો જુલાઈ વાયદો કિલોદીઠ રૂ.૩૭,૭૬૩ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨૮૪ (૦.૭૫ ટકા) વધી રૂ.૩૮,૦૫૮ થયો હતો.
બિનલોહ ધાતુઓમાં તાંબાનો એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.૪૫૩.૬૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૦.૭૦ (૨.૩૫ ટકા) ઘટી રૂ.૪૪૪.૪૦ થયો હતો, જ્યારે નિકલનો એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.૮૯૫.૩૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨૯.૮૦ (૩.૩૪ ટકા) ઘટી બંધમાં રૂ.૮૬૨.૬૦ના ભાવ થયા હતા. એલ્યુમિનિયમનો એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.૧૪૮.૧૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૪.૬૫ (૩.૧૩ ટકા)ની વૃદ્ધિ સાથે રૂ.૧૫૩.૦૫ બંધ રહૃાો હતો, જ્યારે સીસાનો એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.૧૩૪.૨૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧ (૦.૭૫ ટકા) સુધરી બંધમાં રૂ.૧૩૫.૧૦ના ભાવ રહૃા હતા. જસતનો એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.૨૨૫.૮૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૫.૨૦ (૨.૨૯ ટકા) વધી રૂ.૨૩૧.૮૦ના સ્તરે બંધ રહૃો હતો. એનર્જી સેગ્મેન્ટમાં ક્રૂડ તેલનો મે વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.૪,૪૫૩ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૪,૬૯૨ અને નીચામાં રૂ.૪,૪૩૦ બોલાઈ સપ્તાહના અંતે રૂ.૧૭૩ (૩.૮૮ ટકા) વધી રૂ.૪,૬૩૭ બંધ રહૃો હતો, જ્યારે નેચરલ ગેસનો મે વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.૧૭૮.૭૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧.૪૦ (૦.૭૮ ટકા) વધી બંધમાં રૂ.૧૮૦.૭૦ના ભાવ રહૃા હતા. આ વાયદો સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૧૮૦.૮૦ અને નીચામાં રૂ.૧૭૫.૪૦ બોલાયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં ગાંસડીદીઠ રૂ.૧૭૦થી રૂ.૨૧૦ની નરમાઈ વાયદાના ભાવમાં રહી હતી. કોટનનો એપ્રિલ વાયદો ગાંસડીદીઠ રૂ.૨૨,૨૭૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૨૨,૩૨૦ અને નીચામાં રૂ.૨૧,૯૦૦ના મથાળે અથડાઈ સપ્તાહના અંતે રૂ.૨૦૦ (૦.૯૦ ટકા) ઘટી રૂ.૨૨,૧૦૦ના સ્તરે બંધ થયો હતો. કોટનનો દૂર ડિલિવરીનો જુલાઈ વાયદો સૌથી ઓછો રૂ.૧૭૦ (૦.૭૪ ટકા) ઘટી બંધમાં રૂ.૨૨,૮૬૦ના ભાવ રહૃા હતા. સીપીઓના વાયદાઓમાં રૂ.૧.૮૦થી રૂ.૨.૮૦ જેટલો ઘટાડો થયો હતો. સીપીઓનો એપ્રિલ વાયદો ૧૦ કિલોદીઠ રૂ.૫૪૦.૨૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨.૮૦ (૦.૫૨ ટકા) ઘટી રૂ.૫૩૮.૬૦ના સ્તરે રહૃાો હતો. આ વાયદો સપ્તાહ દરમિયાન ઉપરમાં રૂ.૫૪૫.૬૦ અને નીચામાં રૂ.૫૩૪ બોલાયો હતો.
એલચીનો મે વાયદો કિલોદીઠ રૂ.૧,૭૪૬.૪૦ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૧,૮૧૫.૧૦ અને નીચામાં રૂ.૧,૬૫૦ના સ્તરને સ્પર્શી સપ્તાહના અંતે રૂ.૬૧ (૩.૪૮ ટકા) વધી રૂ.૧,૮૧૫.૧૦ બંધ રહૃાો હતો. મેન્થા તેલના વાયદા રૂ.૨.૭૦થી રૂ.૩૨.૨૦ જેટલા વધ્યા હતા. મેન્થા તેલનો એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.૧,૪૯૧.૨૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૩૨.૨૦ (૨.૧૫ ટકા)ની વૃદ્ધિ સાથે બંધમાં રૂ.૧,૫૨૯.૮૦ના ભાવ રહૃા। હતા. આ વાયદો સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૧,૫૪૪ અને નીચામાં રૂ.૧,૪૮૭.૨૦ બોલાયો હતો. કોમોડિટી વાયદાનો સૂચકાંક કોમડેક્સ સપ્તાહના પ્રારંભે ૩૭૮૬.૯૬ ખૂલી, સપ્તાહ દરમિયાન ઉપરમાં ૩૮૨૯.૯૦ અને નીચામાં ૩૭૬૫.૮૫ સુધી જઈ સપ્તાહના અંતે ૪૧.૪૨ પોઈન્ટ (૧.૦૯ ટકા) વધી ૩૮૨૬.૫૧ બંધ રહૃાો હતો. વિભાગીય આંકોમાં મેટલ ઈન્ડેક્સ ૫૨૯૫.૮૦ ખૂલી, સપ્તાહના અંતે ૦.૧૭ પોઈન્ટ વધી ૫૨૯૨.૪૯ અને એનર્જી ઈન્ડેક્સ ૩૦૯૦.૬૯ ખૂલી, સપ્તાહના અંતે ૧૦૮.૯૧ પોઈન્ટ વધી ૩૧૯૫.૪૮ થયા હતા, જ્યારે એગ્રી ઈન્ડેક્સ ૨૯૧૯.૨૧ ખૂલી, સપ્તાહના અંતે ૨.૭૯ પોઈન્ટ ઘટી ૨૯૨૧.૯૨ બંધ થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post કોટનનાં વાયદાઓમાં ૧૦,૬૬,૦૭૫ ગાંસડીના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં સેંકડા ઘટયા appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/cotton-futures-10660/
via Best Gujarati News
0 Comments