નવી દિલ્હી :

દેશમાં વર્તમાન વર્ષના જાન્યુઆરી – માર્ચના ત્રિમાસિક ગાળામાં સ્માર્ટ ફોનનું વેચાણ ગયા વર્ષના સમાન ગાળાની સરખામમીમાં ૪ ટકા વધ્યું હતું. આ સમયગાળામાં કુલ રૂ. ૩.૧ કરોડ સ્માર્ટ ફોનનું વેચાણ થયું હતું.

કાઉન્ટર પોઇન્ટ રિસર્ચના રિપોર્ટ અનુસાર ભારતમાં ડેટાનો ઉપયોગ વધી રહ્યો છે અને લોકો અન્ય દેશોની સરખામણીમાં પોતાના ફોન જલદી બદલી રહ્યા છે. ચીનની સ્માર્ટ ફોન કંપની શાઓમીનો માર્કેટ હિસ્સો ૨ ટકા ઘટયો છે. આમ છતાં ૨૯ ટકા હિસ્સા સાથે કંપની પ્રથમ સ્થાને રહી છે. સેમસંગ અને વીવો અનુક્રમે ૨૩ ટકા તથા ૧૨ ટકા સાથે અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને હતા.

એક રિપોર્ટ અનુસાર ભારતીયો દર ૧૭ મહિને પોતાનો સ્માર્ટ ફોન બદલે છે. મેટ્રો શહેરોમાં રહેનારાઓ દર ૧૬ મહિને અને બિન મેટ્રો વિસ્તારોમાં રહેનારા દર ૧૮ મહિને નવા સ્માર્ટ ફોનની ખરીદી કરે છે. ચીનમાં ૨૨ મહિને તો જાપાનમાં ૨૬ મહિને લોકો નવો સ્માર્ટ ફોન ખરીદે છે. જોકે, અમેરિકનો ૩૨ મહિને અને યુરોપિયન યુનિયનમાં લોકો ૨૮ મહિને સ્માર્ટ ફોન બદલે છે.

મેકેન્ઝી ગ્લોબલના રિપોર્ટ અનુસાર ભારતમાં મોબાઇલ ફોનનો પ્રત્યેક વપરાશકાર દર મહિને સરેરાશ ૮.૩ જીબી ડેટાનો વપરાશ કરે છે. ભારતમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ મોબાઇલ ડેટાનો વપરાશ વધારવા માટે જવાબદાર છે. ભારતીય સ્માર્ટ ફોનનો વપરાશકાર દર સપ્તાહે સોશિયલ મીડિયા પાછળ ૧૭ કલાક ખર્ચે છે જે ચીન અને અમેરિકા કરતા વધારે છે. ચીનમાં અને દક્ષિણ કોરિયામાં વપરાશકાર દ્વારા દર મહિને અનુક્રમે ૫.૫ જીબી અને ૮.૫ જીબીનો વપરાશ કરવામાં આવે છે. ભારતીય બજારમાં ચીનની કંપનીઓનો કુલ માર્કેટ હિસ્સો વધીને ૬૬ ટકા ઉપર પહોંચી ગયો છે. વીવો, રિઅલમી અને ઓપ્પોમાં જોવાયેલી વૃદ્ધિને કારણે ભારતમાં ચાઈનીઝ મોબાઇલ બ્રાન્ડનું કદ ગયા વર્ષની સરખામણીમાં ૨૦ ટકા વધ્યું છે. શાઓમીએ રેડમી નોટ ૭ સિરીઝ બજારમાં મૂક્યા બાદ પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૧૦ લાખ હેન્ડસેટનું વેચાણ કર્યું છે.   પ્રીમિયમ સેગ્મેન્ટમાં (રૂ.૩૦,૦૦૦થી વધુની કિંમતના) સેમસંગે વન પ્લસને પાછળ ધકેલી દઈને ભારતીય બજારમાં ફરીથી પ્રથમ સ્થાન મેળવ્યું છે.

ટોચની ૪ કંપનીઓનો માર્કેટ હિસ્સો 

કંપની                 ઓક્ટોબર – ડિસે.       જાન્યુ.- માર્ચ

                                ૨૦૧૮ (ટકામાં)                 ૨૦૧૯ (ટકામાં)  

શાઓમી        ૨૭                             ૨૯

સેમસંગ         ૨૦                             ૨૩

વીવો             ૧૦                             ૧૨

ઓપ્પો         ૦૭                             ૦૭

ફીચર ફોનમાં કોનો, કેટલો હિસ્સો  

કંપની           હિસ્સો

જિયો             ૩૦ %

સેમસંગ         ૧૫ %

લાવા                   ૧૩ %

નોકિયા                         ૮ %

આઇટેલ        ૭ %

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post જાન્યુઆરી – માર્ચના ત્રિમાસિક ગાળામાં કુલ ૩.૧ કરોડ સ્માર્ટ ફોનનું વેચાણ થયું appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/january-march-trim/
via Best Gujarati News

0 Comments