નવી દિલ્હી :

નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ (એનસીપીસીઆર) દ્વારા બહુરાષ્ટ્રીય કંપની જ્હોન્સન એન્ડ જ્હોન્સનના બેબી શેમ્પૂ અને ટેસ્કમ પાઉડરમાં હાનિકારક તત્ત્વ હોવાને કારણે તમામ રાજ્યોને તેનું વેચાણ રોકવા અને સંબંધિત ઉત્પાદનોને બજારમાંથી દૂર કરવા જણાવ્યું છે. આ પહેલા અમેરિકામાં આ પ્રોડક્ટસ ઉપર પ્રતિબંધ મુકાઇ ચૂક્યો છે. ભારતમાં આ પ્રતિંબધ સૌપ્રથમવાર લગાવવામાં આવ્યો છે.

સૂત્રોએ શનિવારે જણાવ્યું હતું કે જ્હોન્સન એન્ડ જ્હોન્સનના બેબી ટેલ્કમ પાઉડર અને શેમ્પૂમાં એસ્બેટોસના તત્ત્વ મળ્યા બાદ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને એનસીપીસીઆર દ્વારા પત્ર લખવામાં આવ્યા છે. આ પત્રમાં અધિકારીઓને પોતપોતાના વિસ્તારોમાં પ્રોડક્ટ્સના વેચાણને રોકવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. એનસીપીસીઆરે બજારમાં ઉપલબ્ધ જ્હોનસન એન્ડ જ્હોન્સનના બેબી ટેલ્કમ પાઉડર અને શેમ્પૂને દુકાનોમાંથી દૂર કરવા કહ્યું છે. રાજસ્થાનમાં એક દુકાનમાંથી જ્હોન્સન એન્ડ જ્હોન્સનના બેબી શેમ્પૂ અને ટેલ્કમ પાઉડરમાંથી કેન્સરજન્ય અને એસ્બેટોસ જેવા તત્ત્વ મળ્યાં છે. એનસીપીસીઆરે આંધ્ર પ્રદેશ, ઝારખંડ, મધ્ય પ્રદેશ અને આસામના મુખ્ય સચિવોને બજારમાંથી આ પ્રોડક્ટ્સના નમૂના મેળવવા અને કામગીરીનો રિપોર્ટ મોકલવા જણાવ્યું છે. આ પહેલા પણ જ્હોન્સન એન્ડ જ્હોન્સનના અમુક પ્રોડક્ટ્સમાં બાળકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક કેન્સરજન્ય તત્ત્વ હોવાની વાત પ્રકાશમાં આવી હતી. વિદેશોમાં પણ કંપની સામે મોટી કાર્યવાહી થઇ છે અને કંપનીએ કરોડો રૂપિયાનો દંડ પણ ભરવો પડયો છે.

આ બાબતનો ખુલાસો રૂટર્સની તપાસમાં થયો કેમકે ૯૦૦૦થી વધુ પીડિતો દ્વારા જ્હોન્સન કંપની ઉપર કેસ કરવામાં આવ્યો હતો. આ લોકોએ આક્ષેપ કર્યો હતો કે એસ્બેટોસમાં હાનિકારક તત્ત્વોને કારણે ઓવેરિઅન તથા અન્ય પ્રકારનું કેન્સર થાય છે.

કોર્ટે પીડિત પરિવારોને તથા મહિલાઓને નુકસાની રૂપે ૪.૭ અબજ ડોલરની રકમ ચૂકવવા આદેશ આપ્યો હતો કે જેમણે પાઉડરમાં એસ્બેટોસ અને કેન્સરજન્ય તત્ત્વ હોવાનો આક્ષેપ કર્યો હતો.

એસ્બેટોસ અત્યંત ખતરનાક

એસ્બેટોસ અત્યંત ખતરનાક છે. શ્વાસમાં એસ્બેટોસના રજકણો જાય તો તેનાથી ગંભીર બિમારી થાય છે અને તેમાં ફેફસાં તથા ઓવેરિઅન કેન્સર થવાની પણ વધુ શક્યતા રહે છે. પાઉડરના ઉપયોગથી શિશુ તેમ જ માતાના સ્વાસ્થ્યને ખતરો રહે છે કેમકે તેઓ બંને પાઉડરના સંપર્કમાં આવે છે. આથી, માત્ર શિશુને જ નહીં પરંતુ માતાને પણ ગંભીર બીમારી થવાનો ખતરો રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post જ્હોન્સન એન્ડ જ્હોન્સનના બેબી શેમ્પૂ, ટેલ્કમ પાઉડર પર દેશભરમાં પ્રતિબંધ appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/johnson-and-johnsons/
via Best Gujarati News

0 Comments