ચીનની જગ્યાએ ભારત પર પસંદગીનો કળશ ઢોળવા 200 અમેરિકી કંપનીઓ તૈયાર
અમેરિકીમાં લગભગ 200 કંપનીઓ પોતાનું મેન્યુફેક્ચરિંગ સેન્ટર સામાન્ય ચૂંટણી પછી ભારતમાં લાવવા માગે છે.અમેરિકા અને ભારતના સંબંધોને મજબુત બનાવવા સ્વયંસેવી સમુહ યૂએસ ઈન્ડીયા સ્ટ્રેટજીક એન્ડ પાર્ટનરશિપ ફોરમમાં આ વાત કરી હતી. આ ગ્રુપનું કહેવુ છે કે ચીનની જગ્યાએ કોઈ બીજો વિકલ્પ શોધી રહ્યા છે. કંપનીઓ માટે ભારત શાનદાર અવસર આપી રહ્યુ છે.
ગ્રુપના ચેરમેન મુકેશ અધીએ કહ્યુ કે કેટલીક નવી કંપનીઓ તેની સાથે વાતચીત કરી રહી છે. અને વાતચીત કરી વિચારી રહી છે ચીનનો વિકલ્પ તૈયાર કરી શકાશે.
તેમણે જણાવ્યુ કે ગ્રુપ નવી સરકારના સુધારાઓને ઝડપથી કરવા અને યોગ્ય નિર્ણય કરવાની પ્રક્રિયામાં પારદર્શકતા લાવવાનો પ્રસ્તાવ મુકશે.
તેમણે એક મુલાકાત દરમિયાન જણાવ્યુ હતુ કે મને લાગી રહ્યુ છે કે આ ખુબજ સંવેદનશીલ છે. અમે પ્રક્રિયામાં પારદર્શકતા લાવવા અને 12થી 18 મહીનાઓમાં પરામર્શ યોગ્ય બનાવવા પ્રસ્તાવ લાવીશુમ.
અમે જોઈ રહ્યા છીએ કે ઈ-કોમર્સ, ડેટાને લોકલ સ્ટોરેજ જેવા નિર્ણય અમેરિકી કંપનીઓ અને સ્થાનીક કારક માનીને આંતરરાષ્ટ્રીય કારક માનવામાં આવે છે.
એ પુછવા પર કે રોકાણકારોને આકર્ષિત કરવા માટે નવી સરકારને શું કરવું જોઈએ. અધીએ જણાવ્યુ કે નવી સરકારને સુધારની ગતિ ઝડપી બનાવવા માટે નિર્ણય લેવાની પ્રક્રિયાને પારદર્શક કરવી પડશે. વધારે પક્ષો સાથે પરામર્શ કરી વાતચીત કરવી જોઈએ. તેમણે ભારત અને અમેરિકા વચ્ચે મુક્ત વેપાર કરાર પર વાતચીત કરી હતી. તેમણે આ કરારની તરફેણ કરી ક્હયુ હતુ કે આવુ થાય તો ભારત અને અમેરિકા વેપારના સંબંધો વધુ મજબુત બનશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ચીનની જગ્યાએ ભારત પર પસંદગીનો કળશ ઢોળવા 200 અમેરિકી કંપનીઓ તૈયાર appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/american-company-in-india-manufacturing-sector-replace-china/
via Best Gujarati News
0 Comments