રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન રાજનીતિમાં આવવા અથવા તો રાજનૈતિક પાર્ટી બનાવવા માટે વિચારી રહ્યા નથી. તેમને એવું લાગી રહ્યું છે કે રાજનીતિમાં આવવાથી મારી પારિવારિક જિંદગી યોગ્ય રીતે ચાલી શકશે નહીં. કેન્દ્રમાં હાલ લોકસભાની ચૂંટણીઓ બાદ જો વિપક્ષી ગઠબંધનની સરકાર બનશે તો તે આગામી નાણામંત્રી બની શકે છે. રાજને તે અટકળોની વચ્ચે કહ્યું કે, હું જ્યાં છું ખુબ જ ખુશ છું. મારે રાજનીતિમાં આવવાની કોઇ ઈચ્છા નથી.

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષના પૂર્વ અર્થશાસ્ત્રી રાજને રિઝર્વ બેંકના ગર્વનર તરીકે પોતાની બીજી ટર્મ માટે મનાઇ કરી દીધી હતી. રઘુરામ રાજને કહ્યું કે, પહેલા મારી પત્ની મારી સાથે નહીં રહે જો હું રાજનીતિમાં જતો રહ્યો તો. રાજનીતિ તમામ જગ્યાએ એક જેવી હોય છે અને મને રાજનીતિમાં કોઇ ઈંટરેસ્ટ નથી. તેમણે કહ્યું કે, હું કોઇ પાર્ટી પણ બનાવી રહ્યો નથી.

તેમણે પોતાના નવા પુસ્તક ‘ધ થર્ડ પિલર’ના વિમોચન પર જણાવ્યું હતું કે, હું જ્યાં છું, ખુબ જ ખુશ છું. પરંતુ જો મારા લાયક કોઇ અવસર આવશે તો હું હંમેશાં ત્યાં રહેવાનું પસંદ કરીશ. જો કે, શિકાગો યુનિવર્સિટીના બૂથ સ્કૂલ ઓફ બિઝનેસમાં અધ્યાપનનું કામ કરી રહેલા રાજનને એક સવાલ પુછવામાં આવ્યો કે, તેઓ શું સાર્વજનિક સેવા અથવા કો રાજનૈતિક ભૂમિકામાં ભારત પાછા ફરવા માંગશો.

રાજનૈતિક ક્ષેત્રે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, જો લોકસભાની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બસપા અને તેદેપા જેવા વિપક્ષી પક્ષોનું મહાગઠબંધન જીતશે અને સત્તામાં આવશે તો તેઓ આગામી નાણામંત્રી હોઇ શકે છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ કહી ચૂક્યા છે કે રાજન ઉચ્ચ અર્થશાસ્ત્રીઓમાંથી એક છે અને તેમની પાર્ટીએ ન્યૂનતમ આવક યોજના તૈયાર કરવામાં તેમની સલાહ લીધી હતી. આ યોજના હેઠળ કોંગ્રેસ જો સત્તામાં આવશે તો દેશના સૌથી વધુ ગરીબ 5 કરોડ પરિવારોને વર્ષે 72,000 રૂપિયા આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post RBIના પૂર્વ ગર્વનર રઘુરામ રાજને આપ્યું મોટું નિવેદન, કહ્યું- ‘…તો મારી પત્ની મને છોડી દેશે’ appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/my-wife-will-leave-me-if-i-join-politics-ex-rbi-governor-raghuram-rajan/
via Best Gujarati News

0 Comments