ટૂંક સમયમાં તમારી સામે હશે 20ની નવી નક્કોર નોટ, જાણો તેના કલરથી લઇ તમામ ખાસિયતો
Reserve Bank of India મહાત્મા ગાંધી સિરીઝમાં 20 રૂપિયાની નવી નોટ જલ્દી જાહેર કરશે, એટલે કહી શકાય કે, ટૂંક સમયમાં બજારોમાં 20 રૂપિયાની નવી નોટ આવી જશે. તેના પર RBIના ગવર્નર શક્તિકાંત દાસના હસ્તાક્ષર હશે. આ નોટ હલ્કા પીળા રંગની હશે અને તેના પાછળ ઇલારોની ગુફાઓ અંકિત કરવામાં આવી છે. કેન્દ્રિય બેંકે શુક્રવારે 26 એપ્રિલે નવી નોટની સત્તાવાર જાહેરાત કરી છે. આ નોટિફિકેશનના મતે નવી નોટ જાહેર થતાં જૂની નોટો પણ ચલણમાં ચાલું રહેશે.
RBI Introduces ₹ 20 banknote in Mahatma Gandhi (New) Serieshttps://t.co/tKLdWR4Yuo
— ReserveBankOfIndia (@RBI) April 26, 2019
નોટિફિકેશનમાં આપવામાં આવેલી નવી નોટની ડિઝાઇનની વાત કરીએ તો તેના આગલા ભાગે મહાત્મા ગાંધીનું ચિત્ર વચ્ચે હશે. હિન્દી અને અંગ્રેજીના અંકોમાં નોટનું મૂલ્ય RBI, ભારત INDIA અને 20 માઇક્રો લેટર્સમાં લખેલું હશે. નોટના આગામી ભાગમાં ગારંટી ક્લોઝ, ગર્વનરના હસ્તાક્ષર, આરબીઆઈનું emblem મહાત્મા ગાંધીમા ચિત્રના ડાબી જગ્યાએ હશે. અશોક સ્તંભ નોટના ડાબી તરફ હશે. નોટનો નંબર જમણેથી ડાબી બાજુ વધતા આકારમાં છપાયેલો હશે.
નોટને પલટાવતા દેશની સાંસ્કૃતિક વિરાસતની ઝલક જોવા મળશે. નોટના પાછલા ભાગ પર ઇલોરાની ગુફાઓનું ચિત્ર અંકિત હશે. નોટના પાછલા ભાગ પર જમણી બાજુ વર્ષ, સ્વચ્છ ભારતના લોકો સ્લોગનની સાથે અને ભાષાની પટ્ટી હશે. નવી નોટની લંબાઇ 129 મિલીમીટર અને પહોળાઇ 63 મિલીમીટર હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ટૂંક સમયમાં તમારી સામે હશે 20ની નવી નક્કોર નોટ, જાણો તેના કલરથી લઇ તમામ ખાસિયતો appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/rbi-to-introduce-new-greenish-yellow-rs-20-note-shortly/
via Best Gujarati News
0 Comments