અનિલ અંબાણી ફરી ડિફોલ્ટર, હવે આમને પૈસા ચુકવવામાં નિષ્ફળ
રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCom) એક વાર ફરી ટેલિકોમ ડિપાર્ટમેન્ટને 492 કરોડ રૂપિયા સ્પેક્ટ્રમના ચુકવણી કરવામાં નિષ્ફળ રહ્યા છે. એક સરકારી અધિકારીએ આ જાણકારી આપતા જણાવ્યુ કે અનિલ અંબાણીની કંપની સતત ત્રીજી વાર ડિફોલ્ટ થઈ ચુકી છે.
દેવાના ડુંગર તળે દબાયેલ ઓપરેટર, જેણે બેન્ક કરપ્શી પ્રોટેક્શન ફાઇલ કરાવવાનો નિર્ણય કર્યો છે, તેણે જણાવ્યુ કે એક આદેશ અનુસાર DoTએ જણાવ્યુ હતુ કે કારણ બતાઓ નોટિસ આપવાથી ઓપરેટર સ્પેક્ટ્રમ પરત લેતા પહેલા ટ્રીબ્યુનલના આદેશની રાહ જોશે.
નેશનલ કંપની લો અપીલેટ ટ્રીબ્યુનલ (NCLAT) 30 એપ્રિલે આ મામલાની સુનાવણી કરશે. ટ્રીબ્યુનલે હાલ ઈન્સોલવેન્સી ફાઈલ કરવા માટે RComને અરજી પર વિચાર કરવાનું કહ્યુ છે.
આ મામલાની જાણકારી રાખતા એક રિપોર્ટ અનુસાર સરકારને 492 કરોડ રૂપિયા ચુકવવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ હતી. જેમાં 10 દિવલનો ગ્રેસ પીરિયડનો સમાવેશ થાય છે. ઓપરેટર આ પહેલા 5 એપ્રિલે DoTને 281 કરોડ અને 13 માર્ચે 21 કરોડ રૂપિયા ચુકવવામાં અસફળ રહ્યો છે. ક્યારેક ભારતીય ટેલિકોમ સેક્ટરની અગ્રણી કંપની આજે 46 હજાર કરોડના દેવાના ડુંગર તળે દબાયેલ છે.
નોટીસ પર સ્ટે
DoTએ ટેલિકોમ કંપનીને કારણ દર્શક નોટિસ ફટકારી છે અને પુછ્યુ છે કે શા માટે તમારૂ લાઈસન્સ અને સ્પેક્ટ્રમ પરત ન લેવામાં આવે. જો કે NCLATએ DoT ફટકારેલી નોટીસ પર સ્ટે લગાવ્યો છે.
RComની દલીલ
આરકોમે NCLATમાં કહ્યુ કે તેમને થોડી વધારે અવધી આપવી જોઈએ. કેમકે દેવાળુ ફુકવાના રસ્તે ચાલી રહેલ કાયદાકીય લડાઈમાં કેટલોક સમય રકમ ચુકવવા પર છુટછાટ મળવી જોઈએ. આ કારણે તેના લાઈસન્સ કે સ્પેક્ટ્રમ પરત લઈ શકાય નહી. કંપનીએ કહ્યુ કે હજુ સુધી DoTએ તેને 2000 કરોડ રૂપિયાની બેન્ક ગેરન્ટી આપવાની વાત સ્વીકારી નથી. કંપનીએ DoTને ચુકવેલા 750 કરોડ પરત આપવાની વાત પણ કરી છે.
જિયો પર થશે અસર?
જાણકારો અનુસાર ચુકવણુ જો નહી થાય તો તેની સીધી અસર રિલાયન્સ જિયો પર પણ પડશે. જે 21 સર્કલમાં નેટવર્ક ધરાવે છે. જિયોનું કહેવુ છે કે તેની પાસે પુરતી સંખ્યામાં સ્પેક્ટ્રમ છે અને ગમે તે થાય તેની સેવા પર કોઈ અસર પડશે નહી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અનિલ અંબાણી ફરી ડિફોલ્ટર, હવે આમને પૈસા ચુકવવામાં નિષ્ફળ appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/reliance-communications-again-misses-spectrum-payment-to-dot/
via Best Gujarati News
0 Comments