GoAir આપી રહ્યુ છે ધમાકેદાર ઓફર, 2,765 રૂપિયામાં કરો હવાઈ મુસાફરી
શું તમને હવાઈ મુસાફરી કરવાનો શોખ છે તો આ સમય તમારા માટે ખુબજ સારો છે હવાઈ મુસાફરી કરવી તમારા માટે ફાયદાકારક થઈ શકે તેમ છે. કેમકે દેશની જાણીતી એરલાઈન કંપની GoAir પોતાના ઘરેલુ ઉડાનો પર બમ્પર ડિસ્કાઉન્ટ લઈને આવી ચુકી છે. હાલ દેશનું એવિએશન સેક્ટર તીવ્ર હરિફાઈનો સામનો કરી રહ્યુ છે તેવા સમયે સૌ કોઈ પોતાના ગ્રાહકોને આકર્ષિત કરવા કામે લાગી ચુક્યુ છે. તો આજે આપણે જાણીશું શું આપી રહી છે આ કંપની ઓફર.
કંપનીની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર ટિકિટની શરૂઆત માત્ર 2,765 રૂપિયાથી થઈ રહી છે. GoAirની આ ઓફરમાં કરવામાં આવેલ શરૂઆતના ઘરેલુ ઉડાનોમાં 2,765 રૂપિયાતો ઈન્ટરનેશનલ ઉડાન માટે 7,000 રૂપિયાથી શરૂ થાય છે. આ ઓફરમાં ફ્લાઈટ ટિકિટ 1 મે 2019 સુધી બુક કરાવી શકો છો.
ડોમેસ્ટિક ડેસ્ટિનેશનમાં ક્યાં ક્યાં કરી શકશો મુસાફરી?
ક્યાંથી ઉપડશે? વાયા ક્યાં જશે? ટિકિટના દર
અમદાવાદ કોલકત્તા પટણા 3,948 રૂપિયા
લખનઉ અમદાવાદ પુણે 3,600 રૂપિયા
લખનઉ અમદાવાદ જયપુર 3,554 રૂપિયા
અમદાવાદ દિલ્હી રાંચી 3,569 રૂપિયા
ચૈન્નઈ અમદાવાદ લખનઉ 4,031 રૂપિયા
લખનઉ બેંગલુરૂ પુણે 3,814 રૂપિયા
પોર્ટ બ્લેયર ચૈન્નઈ અમદાવાદ 5,486 રૂપિયા
દિલ્હી હૈદરાબાદ કોચ્ચિ 3,548 રૂપિયા
રાંચી દિલ્હી અમદાવાદ 3,548 રૂપિયા
ચંડીગઢ અમદાવાદ ચૈન્નઈ 4,930 રૂપિયા
કન્નૌર ચૈન્નઈ પુણે 3,839 રૂપિયા
ચંડીગઢ અમદાવાદ ગોવા 3,782 રૂપિયા
દિલ્હી અમદાવાદ ચૈન્નઈ 4,111 રૂપિયા
ચંડીગઢ અમદાવાદ હૈદરાબાદ 3,618 રૂપિયા
ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશન
ક્યાંથી ઉપડશે? વાયા ક્યાં જશે? ટિકિટના દર
ફુકેટ બેંગલુરૂ ગોવા 7,563 રૂપિયા
ફુકેટ બેંગલુરૂ લખનઉ 9,951 રૂપિયા
માલે બેંગલુરૂ નાગુર 7,000 રૂપિયા
ફુકેટ બેંગલુરૂ અમદાવાદ 8,264 રૂપિયા
અમદાવાદ બેંગલુરૂ ફુકેટ 7,684 રૂપિયા
તો આ વેકેશનમા ફરવા જવાનો જો તમે પણ કરી રહ્યા છો પ્લાન તો આ હવાઈ સફરમાંની કોઈ પણ મુસાફરી કરી આનંદ માણો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post GoAir આપી રહ્યુ છે ધમાકેદાર ઓફર, 2,765 રૂપિયામાં કરો હવાઈ મુસાફરી appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/goair-is-offering-domestic-air-ticket-at-starting-price-of-rs2765/
via Best Gujarati News
0 Comments