EPF ઉપર 8.65 ટકા વ્યાજ દરને નાણા મંત્રાલયની મંજૂરી, 6 કરોડ કર્મીઓને લાભ
એમ્પ્લોઇ પ્રોવિડંટ ફંડ (ઇપીએફ) ઉપર ૨૦૧૮-૧૯ના નાણાકીય વર્ષમાં ૮.૬૫ ટકા વ્યાજ દરને નાણા મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. એમ્લોઇ પ્રોવિડંટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) દ્વારા આ વ્યાજ દર માટે ભલામણ કરવામાં આવી હતી. આ નિર્ણયને પરિણામે અસંગઠિત ક્ષેત્રના અંદાજે ૬ કરોડ કર્મચારીઓને ફાયદો થશે.
નાણામંત્રાલયના વિંગ ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિઅલ સર્વિસિસ (ડીએફએસ) દ્વારા ઇપીએફઓના નિર્ણયને મંજૂરીની મ્હોર મારી દીધી છે. ઇપીએફઓએ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના ગ્રાહકોને ૮.૬૫ ટકા વ્યાજ દર ચૂકવવાનો નિર્ણય કર્યો હતો. ડીએફએસ દ્વારા અમુક શરતોને આધીન આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. એમ સૂત્રોએ જણાવ્યું હતું.
આ પહેલા ફેબ્રુઆરીમાં ઇપીએફઓની સર્વોચ્ચ નીતિ વિષયક નિર્ણય લેનારા સંગઠન સેંટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે ૨૦૧૮-૧૯ના વર્ષ માટે ઇપીએફનો વ્યાજ દર વધારીને ૮.૬૫ ટકા કરવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે છેલ્લાં ત્રણ વર્ષમાં સૌપ્રથમવાર વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો હતો જે ૨૦૧૭-૧૮ના નાણાકીય વર્ષ માટે ૮.૫૫ ટકા હતો.
ઇપીએફઓએ આ પહેલા ૨૦૧૬ -૧૭ના નાણાકીય વર્ષ માટે વ્યાજ દર ઘટાડીને ૮.૬૫ ટકા કર્યો હતો જે ૨૦૧૫-૧૬ના વર્ષમાં ૮.૮ ટકા હતો. દેશમાં ૨૦૧૮ના ડિસેમ્બરમાં સંગઠિત ક્ષેત્રમાં રોજગારીની ૭.૧૬ લાખ તકો સર્જાઇ હતી જે છેલ્લાં ૧૬ મહિનાના સર્વોચ્ચ સ્તરે હતી. આ પહેલા ૨૦૧૭ના ડિસેમ્બરમાં રોજગારીની ૨.૩૭ લાખ તકો સર્જાઇ હતી. ઇપીએફઓના તાજેતરના રોજગારીના આંકડાઓમાં આ માહિતી મળી હતી. આંકડાઓ દર્શાવે છે કે ઇપીએફઓની સામાજીક સુરક્ષા યોજનાઓથી ૨૦૧૭ના સપ્ટેમ્બરથી ૨૦૧૮ના ડિસેમ્બર દરમિયાન ૭૨.૩૨ લાખ નવા ગ્રાહકો જોડાયા હતા.
આથી જાણવા મળે છે કે છેલ્લાં ૧૬ મહિનાઓમાં રોજગારીની આટલી તકો સર્જાઇ હતી. ઇપીએફઓએ જોકે ૨૦૧૮ના નવેમ્બરમાં પે રોલના આંકડાઓને ૨૩.૪૪ ટકા ઘટાડી ૫.૮૦ લાખ કર્યા હતા. આ પહેલા ૭.૧૬ લાખનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. તદુપરાંત ઇપીએફઓએ ૨૦૧૭ના સપ્ટેમ્બરથી ૨૦૧૮ના નવેમ્બરના રોજગારીના આંકડાઓને ૧૧.૩૬ ટકા ઘટાડી ૬૫.૧૫ લાખ હોવાનો અંદાજ મૂક્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post EPF ઉપર 8.65 ટકા વ્યાજ દરને નાણા મંત્રાલયની મંજૂરી, 6 કરોડ કર્મીઓને લાભ appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/finmin-ratifies-8-65-interest-on-epf/
via Best Gujarati News
0 Comments