ક્રૂડ તેલના ભાવઘટાડાની અસરે શેરબજાર વધ્યું
। મુંબઈ ।
શેરબજારમાં શુક્રવારે બપોર બાદ જોવાયેલી ખરીદીને પરિણામે સેન્સેક્સ અને નિફ્ટી વધારા સાથે બંધ થયા હતા. ક્રૂડ તેલના ભાવમાં ઘટાડાને પરિણામે સેન્ટિમેન્ટ બળવત્તર બન્યું હતું. નિફ્ટીએ ૧૧,૭૫૦ની સપાટી કુદાવી હતી.
દિવસના કામકાજના અંતે સેન્સેક્સ ૩૩૬.૪૭ પોઇન્ટ વધી ૩૯,૦૬૭.૩૩ અને નિફ્ટી ૧૧૨.૮૫ પોઇન્ટ વધી ૧૧,૭૫૪.૬૫ ઉપર બંધ થયા હતા.
નિફ્ટીમાં તાતા સ્ટીલ, બીપીસીએલ, ગેઇલ, આઇસીઆઇસીઆઇ બેન્ક અને જેએસડબ્લ્યૂ સ્ટીલ વધ્યા હતા જ્યારે તાતા મોટર્સ, બજાજ ઓટો, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, ડો.રેડ્ડીઝ લેબ અને ભારતી એરટેલ ઘટયા હતા. તાતા સ્ટીલે ચોથા ત્રિમાસિક ગાળાનું શાનદાર પરિણામ રજૂ કર્યું હતું. આથી, શેર રૂ.૩૪.૫૦ વધી રૂ.૫૪૫.૨૫ ઉપર બંધ થયો હતો. એસબીઆઈ લાઇફ ઇન્સ્યોરન્સનો શેર ૪ ટકા વધ્યો હતો અને શેર રૂપિયા ૨૨.૯૦ વધી રૂપિયા ૬૩૭.૨૫ ઉપર બંધ થયો હતો.
ઓરબિંદો ફાર્માનો શેર ૩.૬૮ ટકા વધી રૂ.૮૨૪.૮૦ થવા સાથે ૨૦૧૮ના ડિસેમ્બર બાદ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. કાર્બોરન્ડમ યુનિવર્સલનો ચોથા ત્રિમાસિક ગાળાનો સંગઠિત ચોખ્ખો નફો ૬ ટકા ઘટી રૂપિયા ૬૧.૯ કરોડ થયો હતો. આવક ૮ ટકા વધી રૂપિયા ૭૦૨ કરોડ થઈ હતી. એચડીએફસી લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીનો ચોખ્ખો નફો પાંચ ટકા વધ્યો હતો અને પ્રીમિયમની આવક ૧૫ ટકા વધી રૂપિયા ૧૦,૨૪૭ કરોડ ઉપર પહોંચી હતી.
પિરામલ એન્ટરપ્રાઇઝનો સંગઠિત એડજસ્ટેડ નફો રૂ.૪૫૭ કરોડ થયો હતો. કંપનીની આવક ૨૩ ટકા વધી રૂ.૩,૬૮૦ કરોડ થઈ હતી. બોર્ડ દ્વારા શેર દીઠ રૂ.૨૮નું આખરી ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું હતું.
અમેરિકાની કામગીરીના વિસ્તરણના અહેવાલે એચસીએલ ટેકનો શેર ૩ ટકા વધીને રૂ.૧,૧૬૮ની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો. અતુલનો ચોખ્ખો નફો ૮.૬ ટકા વધીને રૂ.૧૦૯ કરોડ થયો હતો. કંપનીની આવક ૧૫.૫ ટકા વધી રૂ.૧,૦૦૦.૮ કરોડ થઈ હતી.
અમેરિકી એફડીએના અમુક અવલોકનોને પરિણામે ટોરન્ટ ફાર્માનો શેર ઇન્ટ્રા ડેમાં ૨.૬ ટકા વધ્યો હતો. મારુતિ સુઝુકી સતત છઠ્ઠા સત્રમાં ઘટયો હતો. કંપનીના સંગઠિત ચોખ્ખા નફામાં ૯૩ ટકા ઘટાડાની જાહેરાત બાદ રાલીઝ ઈન્ડિયાનો શેર ૪ ટકા ઘટયો હતો. ૨૦૧૯ના જાન્યુઆરી – માર્ચના ત્રિમાસિક ગાળામાં કંપનીએ રૂ.૧.૩૫ કરોડનો સંગઠિત ચોખ્ખો નફો કર્યો હતો.
બેન્કના શેર્સ વધ્યા
બેન્ક નિફ્ટી ઇન્ડેક્સ ૧.૫ ટકા વધ્યો હતો. એક્સિસ બેન્કનો શેર ૨.૬ ટકા વધ્યો હતો. આઇસીઆઇસીઆઇ બેન્ક અને એસબીઆઈના શેર્સમાં અનુક્રમે ૩ ટકા અને ૨ ટકા વધ્યા હતા.
ઓપેક ઉત્પાદન વધારશે એવી આશાએ ક્રૂડ તેલના ભાવ ઘટયા
ઓપેક દ્વારા ટૂંક સમયમાં ક્રૂડ તેલનું ઉત્પાદન વધારવામાં આવશે એવી આશાએ ક્રૂડ તેલના ભાવ ઘટયા હતા. બ્રેન્ટ ક્રૂડ વાયદો એક બેરલે ૧૪ સેન્ટ ઘટી ૭૪,૧૬ ડોલર અને ડબ્લ્યૂટીઆઇ ક્રૂડ વાયદો એક બેરલે ૩૮ સેન્ટ ઘટી ૬૪.૮૩ ડોલર થયા હતા. સુપ્રીમ કોર્ટનો રિઝર્વ બેન્કનો આદેશ સુપ્રીમ કોર્ટે આરટીઆઈ હેઠળ બેન્કના ઇન્સ્પેક્શન રિપોર્ટની માહિતી આપવા રિઝર્વ બેન્કને આદેશ આપ્યો છે અને જણાવ્યું હતું કે કાયદા હેઠળ માહિતી આપવાનું બેન્કને બંધનકર્તા છે. કોર્ટના આદેશનો અનાદર કરાશે તો રિઝર્વ બેન્ક સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે, એમ કોર્ટે જણાવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ક્રૂડ તેલના ભાવઘટાડાની અસરે શેરબજાર વધ્યું appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/crude-oil-price-hikes-a/
via Best Gujarati News
0 Comments