। વોશિંગ્ટન ।

અમેરિકી ટેક કંપની માઇક્રોસેફ્ટ એક લાખ કરોડ ડોલરનું માર્કેટ કેપ વટાવનારી વિશ્વની ચોથી કંપની બની ગઈ છે. ક્લાઉડ સર્વિસિસની સફળતાના સહારે કંપનીએ ત્રીજા ત્રિમાસિક ગાળામાં અપેક્ષા કરતા બહેતર પરિણામ રજૂ કર્યું હતું. આને પરિણામે બુધવારના સત્રમાં કંપનીનું માર્કેટ કેપ એક લાખ ડોલરની સપાટીને વટાવી ગયું હતું. માઇક્રોસોફ્ટ પૂર્વે આ સિદ્ધિ મેળવનારી અન્ય ત્રણ કંપનીઓમાં ચીનની સરકારી માલિકીની કંપની પેટ્રો ચાઈનાનો સમાવેશ થતો હતો. આવી સિદ્ધિ મેળવનારી પેટ્રો ચાઈના વિશ્વની સૌપ્રથમ કંપની બની હતી. શાંઘાઈ સ્ટોક એક્સ્ચેન્જમાં લિસ્ટેડ આ કંપનીએ ૨૦૦૭ના વર્ષમાં આ સિદ્ધિ મેળવી હતી. ત્યારબાદ બીજું અને ત્રીજું સ્થાન અનુક્રમે એપલ તથા એમેઝોને મેળવ્યું હતું. આ બંને કંપનીઓેએ ૨૦૧૮ના વર્ષમાં ૧ લાખ કરોડ ડોલરના માર્કેટ કેપને પાર કર્યું હતું. માર્ચના ત્રિમાસિક ગાળામાં માઇક્રોસોફ્ટની આવક ૧૪% વધી ૩,૦૬૦ કરોડ ડોલર (અંદાજે રૂ.૨.૧ લાખ કરોડ) થઈ હતી. કલાઉડ સર્વિસિસની આવક ૪૧ % વધી હતી.

USની ૩ કંપનીઓની માર્કેટકેપ ભારતની ય્ડ્ઢઁ કરતા વધુ 

વચગાળાના બજેટ અનુસાર ભારતની જીડીપી ૨.૭ લાખ કરોડ ડોલર (અંદાજે રૂ.૧૮૮ લાખ કરોડ) છે પરંતુ વિશ્વના સૌથી મોટા અર્થતંત્ર તરીકે ગણના પામતા અમેરિકાની ટોચની ત્રણ કંપનીઓનું માર્કેટ કેપ ભારતની જીડીપી કરતા વધારે છે. એપલ, માઇક્રોસોફટ અને એમેઝોનનું માર્કેટ કેપ ભારતની જીડીપી કરતા વધારે છે. આ ત્રણેય કંપનીઓનું કુલ માર્કેટ કેપ ૨.૮૭ લાખ કરોડ ડોલર (અંદાજે રૂ.૨૦૧ લાખ કરોડ) છે.

રિલાયન્સની માર્કેટ કેપ ભારતમાં સૌથી વધુ છે

માર્કેટ કેપની દૃષ્ટિએ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભારતની સૌથી મોટી કંપની છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ ૧૨.૪૫ હજાર કરોડ ડોલર (અંદાજે રૂ.૮.૭૨ લાખ કરોડ) છે. એપલ, માઇક્રોસોફ્ટ અને એમેઝોન જેવી કંપનીઓ ભારતની સૌથી મોટી કંપની કરતા આઠ ગણી મોટી છે. મુકેશ અંબાણી ફોર્બ્સ અબજપતિઓની યાદીમાં ૧૩મા સ્થાને છે અને દેશના સૌથી મોટા અમીર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post માઇક્રોસોફ્ટે માર્કેટ કેપ ૧ લાખ કરોડ ડોલરને વટાવી appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/microsoft-market-k/
via Best Gujarati News

0 Comments