નવી દિલ્હી :

શેરધારકનું વળતર વધારવા સરકાર તરફથી દબાણને લીધે સરકાર હસ્તકની ઈન્ડિયન ઓઇલ જેવી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સમક્ષ નજીકથી મધ્યમ ગાળા સુધીમાં નાણાકીય સ્થિતિ સામે જોખમ રહેલં  છે, એમ ફિચ રેટિંગ્સે શુક્રવારે જણાવ્યું હતું.

બજેટના લક્ષ્યને પહોંચી વળવા મથી રહેલી સરકારે ૨૦૧૮-૧૯ના હાલમાં જ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં રોકડ રકમથી સમૃદ્ધ એવી જાહેર ક્ષેત્રની કંપનીઓને બીજું વચગાળાનું ડિવિડન્ડ ચૂકવવા અને શેર બાયબેક કરવા જણાવ્યું હતું.  શેર બાયબેક કરવાથી સરકારને નાણાં મળવામાં મદદ થાય છે અને આ કંપનીઓ ઉપર સરકારનું નિયંત્રણ જળવાઈ રહે છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આઈઓસી, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (બીપીસીએલ) અને ઓઇલ ઈન્ડિયા લિમિટેડે ૨૦૧૯ના ૩૧મી માર્ચે પૂરા થતાં નાણાકીય વર્ષમાં તેમનાં શેર્સની ફેસ વેલ્યૂ સામે ૬૭.૫ ટકાથી ૧૧૦ ટકાનું વચગાળાનું ઊંચંુ ડિવિડન્ડ જાહેર કર્યું હતું અને શેર બાયબેકની કામગીરી પણ હાથ ધરી હતી, એમ ફિચે એક નિવેદનમાં જણાવ્યું હતું.   ૨૦૧૯ના એપ્રિલ અને મેમાં ચૂંટણી પૂર્વે નાણાકીય વચનો અને કમજોર નાણાકીય સ્થિતિને ટેકો આપવા ભારત સરકારના દબાણ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હોવાની શક્યતા છે.

શેરધારકને ઊંચું વળતર ચૂકવવાથી આ કંપનીઓની નાણાકીય સ્થિતિ ઉપર વધુ દબાણ આવશે કે જેમણે આગામી બે વર્ષમાં મોટે પાયે રોકાણની યોજના ઘડી છે, એમ ફિચે જણાવ્યું હતું. ૨૦૨૦ના એપ્રિલ સુધીમાં અલ્ટ્રા ક્લીન યૂરો -૬ ગ્રેડના ઉત્પાદનની મહેતલને પહોંચી વળવા આઈઓસી અને બીપીસીએલે તેમની રિફાઇનરીઓના આધુનિકીકરણ અને વિસ્તરણની યોજના આગળ ધપાવવાની કામગીરી હાથ ધરી છે. ઓઆઈએલ ઘરઆંગણે ઉત્પાદન અને અનામત જ્થ્થો વધારવાની યોજના ધરાવે છે. તદુપરાંત બીપીસીએલ અને ઓઆઈએલ દ્વારા આગામી મોઝામ્બિક એલએનજી પ્રોજેક્ટમાં રોકાણ કરવામાં આવે એવી શક્યતા છે. આ પ્રોજેક્ટમાં રોકાણ અંગે આખરી નિર્ણય ૨૦૧૯ના બીજા છ માસિક ગાળામાં લેવાશે, એમ ફિચે જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post વળતર વધારવા સરકારના દબાણને કારણે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સમક્ષ જોખમ appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/compensation-to-government-push/
via Best Gujarati News

0 Comments