ક્રૂડ તેલના ભાવ બેરલદીઠ ૧૦૦ ડોલરની સપાટીને આંબવાના સંકેત
। નવી દિલ્હી ।
સીએલએસએના મેનેજિંગ ડિરેક્ટર અને ઇક્વિટી વ્યૂહરચનાકાર ક્રિસ્ટોફર વૂડે રોકણાકોરે સલાહ આપતાં જણાવ્યું છે કે ક્રૂડ તેલના વધી રહેલા ભાવો ભારતીય ઇક્વિટીને પ્રભાવિત કરી શકે છે. અમેરિકા ૨ મે પછી ઈરાન પાસેની તેલ આયાત ઉપર મૂકવામાં આવેલા પ્રતિબંધમાં આપેલી તમામ છૂટછાટ પાછી ખેંચી લેશે તો ક્રૂડ તેલના બેરલદીઠ ભાવ વધીને ૧૦૦ ડોલરની સપાટી આંબી શકે છે. તેલનો સંગ્રહ જ આ જોખમથી બચવાનો રસ્તો છે. જોકે વૂડને આશા છે કે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનું વલણ નરમ કરશે.
બિનપચારિક ક્ષેત્રની કમર તૂટી
મોદી સરકારે લીધેલા બે મહત્ત્વના પગલાં નોટબંધી અને જીએસટી અમલ વિષે પૂછવામાં આવતાં ક્રિસ વૂડે કહ્યું હતું કે જીએસટીને મુકાબલે નોટબંધીએ બિનઐપચારિક અર્થતંત્રની કમર તોડી પાડવામાં મોટી ભૂમિકા નિભાવી છે. નોટબંધી કાળા નાણાં પર નિયંત્રણ સહિતના સારા ઇરાદા સાથે અમલી બનાવવામાં આવી હતી પરંતુ બિનપચારિક ક્ષેત્રને આ પગલાંએ મોટું નુકસાન પહોંચાડયું છે. જીએસટી અમલે વળી બિનપચારિક ક્ષેત્રને બીજો ફટકો માર્યો હતો. ભાજપના પરંપરાગત સમર્થક રહેલા નાના વેપારીઓ બંને પગલાંથી સૌથી વધુ પ્રભાવિત રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ક્રૂડ તેલના ભાવ બેરલદીઠ ૧૦૦ ડોલરની સપાટીને આંબવાના સંકેત appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/crude-oil-price-per-barrel-1/
via Best Gujarati News
0 Comments