ITR ફાઇલ કરતા પહેલા આ બાબતનું રાખશો ધ્યાન, તો રિફંડ આવશે સીધું બેંક ખાતામાં
તમે હજી સુધી આઇટીઆર ફાઇલ દાખલ કરી નથી તો આ રીતે તેને ફાઇલ કરવાની રીત અનુસરો અને સરળ રીતે રિફંડ મેળવો. એસેસમેન્ટ ઇયર 2019-20 માટે IT રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ, 2019 છે. તેથી, આઇટીઆર ફાઇલ કરતા સમયે આ બાબતોને ધ્યાન રાખો. આ સરળ રીતથી 15 મિનિટમાં ઓનલાઇન આઈટીઆર ફાઇલ કરી શકાય છે. આઇટીઆર ફાઇલ કરતા પહેલા, આવકવેરા વિભાગના સામાન્ય નિર્દેશ વિશે જાણવું મહત્વપૂર્ણ છે, તેથી પ્રથમ તે વાંચી લો. આઈટીઆર ફાઇલ કરતા પહેલાં તે વિશે બધું જ જાણવું જરૂરી છે.
નાણાંકીય વર્ષ 2018-19 માટે ઇનકમ ટેક્સ રિટર્ન ભરવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. જો તમે IT રિટર્ન ભરી રહ્યાં છો તો તમારે આ કામ પહેલાં કરી લેવું જોઇએ. કેમ કે, ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ માત્ર ઇ-રિફંડ આપી રહ્યું છે. એટલે રિફંડ સીધું જ ટેક્સપેયર્સના બેંક ખાતામાં મોકલાઇ રહ્યું છે.
બેંક ખાતા સાથે PAN લિંક કરો. ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની એડવાઇઝરી પ્રમાણે, ટેક્સ રિફંડ મેળવવા માટે ટેક્સપેયર્સે તેમના બેંક ખાતાને PAN સાથે લિંક કરવું પડશે. જો તમે તમારું બેંક એકાઉન્ટ PAN સાથે લિંક નથી કર્યું તો ઇનકમ ટેક્સની વેબસાઇટ https://www.incometaxindiaefiling.gov.in પર જઇને ખાતાને પાન સાથે લિંક કરી શકો છો. આનાથી ટેક્સપેયર્સને ટેક્સ રિફંડ સીધું બેંક ખાતામાં મળી જશે, જે સુરક્ષિત છે. હાલ, ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ટેક્સપેયર્સને રિફંડ તેમના બેંક ખાતા અથવા બેંક પે ચેક દ્વારા કરે છે.
એસેસમેન્ટ ઇયર 2019-20 માટે ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) ફોર્મમાં ફેરફાર થયા છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ટેક્સપેયર્સ પાસેથી રિટર્ન ફોર્મમાં વધુ માહિતી માગવામાં આવી છે. આ માહિતીમાં ટેક્સપેયર્સની ભારતમાં નિવાસના દિવસોની સંખ્યા, અનલિસ્ટેડ શેરોની હોલ્ડિંગ અને TDS હોવા પર ભાડુઆતનું PAN જેવી નવી માહિતી માગવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ITR ફાઇલ કરતા પહેલા આ બાબતનું રાખશો ધ્યાન, તો રિફંડ આવશે સીધું બેંક ખાતામાં appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/take-care-of-this-matter-before-filing-an-it-return/
via Best Gujarati News
0 Comments