ભારતીય રેલવેએ IRCTC ની વેબસાઇટને નવા રૂપમાં લોન્ચ કરી છે અને તેમાં યૂઝર્સની સુવિધા માટે કેટલાક નવા ફીચર્સનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ નવા ફીચર્સથી મુસાફરો ખૂબ જ સરળતા પૂર્વક મુસાફરીનું પ્લાનિંગ કરી શકશે અને ટિકિટ બુકિંગ સહિની અન્ય સુવિધાઓ મેળવી શકશે. આવો જાણીએ યૂઝર્સને મળશે આ 5 નવા ફીચર્સ સાથે સુવિધાઓ.

ખાસ ફીચર:
વેબસાઇટમાં વિકલ્પ નામથી એક નવું ફીચર એડ કરાયું છે. તેનાથી વેઇટિંગ લિસ્ટમાં રહેલા મુસાફરોને વૈકલ્પિક ટ્રેનમાં કન્ફર્મ સીટ પસંદ કરવાની સુવિધા પ્રાપ્ત થાય છે.

મુસાફરીનું પ્લાનિંગ:
વેબસાઇટ પર પ્રસ્થાન અને આગમન સમય, ટ્રેનની ઉપલબ્ધતા, ક્વોટા જેવા અનેક વિકલ્પો મુસાફરોને સરળતાપૂર્વક ટ્રાવેલ પ્લાન તૈયાર કરવામાં મદદરૂપ બનશે.

સરળ થયું ટિકિટ બુકિંગ :
નવી વેબસાઇટમાં ટિકિટ બુકિંગને વધુ સરળ બનાવાયું છે. મુસાફરોને ‘Separate card’ આપવામાં આવ્યા છે. જેમાં તે તેની જરૂરિયાત પ્રમાણે વિગતો ભરી શકશે. પહેલાથી જ વિગતો ઉપલબ્ધ હોવાથી સમયસર ટિકિટનું બુકિંગ કરાવવામાં સરળતા રહે છે.

લોગ ઇન વગર મળશે આ સવલત:
નવી IRCTC વેબસાઇટની વિશિષ્ટતા તેની લોગઇન વગરની કાર્યપ્રણાલી છે. તેમાં યૂઝર્સ લોગ-ઇન કર્યા વગર જ ટ્રેન અને સીટની ઉપલબ્ધતા ચેક કરી શકે છે.

વેઇટલિસ્ટ પ્રિડિક્શન ટૂલ:
આ નવા ટૂલના માધ્યમથી યૂઝર પોતાની વેઇટલિસ્ટ ટિકિટ ઉપરાંત RAC ટિકિટ કન્ફર્મ થવાની શક્યતા વિશે જાણી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post નવા અવતારમાં IRCTC વેબસાઇટ લોન્ચ, યૂઝર્સને મળશે આ 5 નવી સુવિધા appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/irctc-website-launches-in-new-look-users-will-get-5-new-features/
via Best Gujarati News

0 Comments