બોલીવુડ અભિનેતા અક્ષય કુમારે પીએમ મોદીનો ઇન્ટરવ્યુ લીધો. આ ઇન્ટરવ્યુમાં અક્ષય અને પીએમ મોદીએ ખાનગી જીંદગીથી જોડાયેલી વાતો પણ શેર કરી. અક્ષય કુમારથી વાતચીતમાં પીએમ મોદીએ જણાવ્યું કે તે ટ્વિટર પર ટ્વીંકલ ખન્નાની પોસ્ટ જોતા રહે છે. પીએમ મોદીની આ વાત પર હવે ટ્વિંકલ ખન્નાનું રિએક્શન આવ્યું છે.

ટ્વિંકલે બીજેપીના એક ટ્વીટ પોસ્ટને શેર કરતા કહ્યું, મારી પાસે તેને જોવાની એક પોઝિટિવ રીત છે. ન માત્ર વડાપ્રધાન આ વાતથી જાગૃત છે કે હું હાજર છું પરંતુ તે મારા કામને વાંચે છે.

અક્ષયે પૂછ્યું કે શુ તમે સોશિયલ મીડિયા જુઓ છો. નરેન્દ્ર મોદીએ કહ્યું હા જોવું છું, તેનાથી મને દુનિયાની તમામ માહિતી મળે છે.નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હું મારું ટ્વીટર પણ જોવું છું અને ટ્વિંકલ ખન્નાની ટ્વીટ પણ જોવું છું અને ક્યારેક -ક્યારેક મને લાગે છે કે તે મારા પર ટ્વીટરમાં જે ગુસ્સો નીકાળે છે. તેના લીધે તમારા પારિવારિક જીવનમાં શાંતિ રહેતી હશે. હળવા અંદાજમાં પીએમ મોદીએ કહ્યું, તેમનો બધો ગુસ્સો તો મારી પર નીકળી જાય છે. જેથી તમને આરામ રહેતો હશે અને શાંતિ મળતી હશે.

નરેન્દ્ર મોદીએ કહ્યું કે તો હું તમને આ પ્રકારે કામ આવું છું. ખાસ કરીને ટ્વીંકલ જી માટે.. જણાવી દઇએ કે ટ્વિંકલ ખન્ના અક્ષય કુમારની પત્ની છે અને સોશિયલ મીડિયા પર તમામ મુદ્દા પર પોતાના મંતવ્યો શેર કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post પીએમ મોદી જુએ છે ટ્વિટર પોસ્ટ, ટ્વિંકલ ખન્નાએ આ રીતે આપ્યો Reply appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/pm-narendra-modi-sees-twitter-post-twinkle-khanna-reply/
via Best Gujarati News

0 Comments