શુ છે અક્ષય કુમારની લાઇફમાં 7, 12, 5, 40નું સીક્રેટ? PM નરેન્દ્ર મોદીને જણાવ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યુ લીધા બાદ બોલીવુડ અભિનેતા અક્ષય કુમારની ચર્ચા થઇ રહી છે. પ્રથમ વખત કોઇ અભિનેતાના સવાલો પર દેશની જનતાને કોઇ પીએમની લાઇફની વાતો જાણવાની તક મળી છે. પીએમ મોદીથી વાતચીત કરતા દરમિયાન અક્ષયે તેના જીવનના અનુભવ પણ શેર કર્યા.
અક્ષય કુમાર પોતાની ફિટનેસ માટે જાણીતો છે. ફિટનેસ પર પીએમ મોદીથી વાત કરતા દરમિયાન અક્ષય કુમારે તેની ડાયેટથી જોડાયેલું એક સીક્રેટ શેર કર્યું. અક્ષય કુમારે કહ્યું, હું મારી લાઇફમાં એક વાત ફોલો કરું છું, જેને કહે છે 7,12,5 ઇન ટૂ 40. એટલે હું 7 બેજ બ્રેકફાસ્ટ કરું છું, 12 વાગ્યે ખાવાનું ખાઇ લવું છું અને 5 વાગ્યે ડિનર કરી લવું છું. ઇન ટૂ 40નો મતલબ જ્યારે પણ એક ટૂકડો ખાવું છું તેને 40 વખત ચાવુ છે. આ મેં મારા શાસ્ત્રોમાં વાંચ્યું છે.
શુ તમે તેનાથી સહમત છો? જવબામાં પીએમ મોદીએ કહ્યું કે, હા હું આ રુટીનથી બિલકુલ સહમત છું. તમે એકદમ સરસ રસ્તો પસંદ કર્યો છે. અક્ષય કુમાર અને પીએમ મોદીની વચ્ચે એક કલાક 9 મિનિટ સુધીની વાતચીતમાં મજાકના ઘણા રંગ જોવા મળ્યા. પીએમ મોદી અને અક્ષયે એક બીજાની ચૂટકી પણ લીધી. અક્ષય કુમારે પીએમને ઇન્ટરવ્યુ દરમિયાન એક જોક્સ સંભળાવ્યો. જે બાદ પીએમ મોદીએ પણ અક્ષય કુમારને જોક્સ સંભળાવ્યો.
જણાવી દઇએ કે પીએમ મોદીનું ઇન્ટરવ્યુ લેનાર અક્ષય કુમાર પ્રથમ અભિનેતા છે. પીએમએ ઇન્ટરવ્યુમાં કહ્યું કે તે પહેલા ફિલ્મો જોતા હતા. પરંતુ હવે નથી જોતા. પીએમએ કહ્યું કે તેમને અક્ષય કુમારની ફિલ્મ ‘ટોયલેટ: એક પ્રેમ કથા’ જોઇ નથી, પરંતુ ફિલ્મના ઘણા વખાણ સાંભળ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post શુ છે અક્ષય કુમારની લાઇફમાં 7, 12, 5, 40નું સીક્રેટ? PM નરેન્દ્ર મોદીને જણાવ્યું appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/what-is-the-secret-of-akshay-kumars-life-in-7-12-5-40/
via Best Gujarati News
0 Comments