બજાજની પોપ્યુલર બાઇક ‘Pulsar’ ભારતમાં બંધ, તેની જગ્યા લેશે આ બાઇક
બજાજ ઓટોએ ભારતમાં તેની લોકપ્રિય બાઇક Pulsar 180 બંધ કરી દીધી છે. કંપની બજાજ Pulsar 180ને નવા બજાજ Pulsar 180F દ્વારા બદલી દેશે. નવું બાઇક સ્ટાન્ડર્ડ Pulsar 180 પ્લેટફોર્મ પર આધારિત છે, પરંતુ Pulsar 220 એફ જેવી સેમી-ફેયરિંગ આપવામાં આવી છે. અહેવાલો દાવો કરે છે કે Pulsar 180 નું ઉત્પાદન બંધ કરવામાં આવ્યું છે. હવે ફક્ત સ્ટોકમાં રહેલી બાઇક જ ઉપલબ્ધ છે.
બજાજ Pulsar 180 એફની શરૂઆત માર્ચમાં કંપની દ્વારા કરવામાં આવી હતી. તેની નવી શોરૂમ કિંમત નવી દિલ્હીમાં 87,251 રૂપિયા છે. આ બાઇકમાંઇંધણ ટાંકી, ટાયર, ઇન્સ્ટ્રૂમેન્ટ કન્સોલ સહિત કેટલાક પાર્ટ્સ Pulsar 220 એફ જેવા છે. બે બાઇકો વચ્ચે સૌથી મોટો તફાવત તેમનું એન્જિન છે.
Pulsar 180 એફમાં 178 સીસી એર-કૂલ્ડ, કાર્બ્યુરેટેડ એન્જિન છે. 8,500 આરપીએમ પર 17 બીએચપી એન્જિન પાવર અને 6,500 આરપીએમ પર 14 એનએમ ટોચ ટોર્ક પેદા કરે છે. એન્જિન 5 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે. બ્રેકિંગની વાત કરીએ તો આગળના ભાગમાં 260 મીમી ડિસ્ક અને પાછળના 230 મીમી ડિસ્ક આપવામાં આવી છે. Pulsar 180 એફ માં એબીએસ આપવામાં આવ્યું નથી. નવા સુરક્ષા નિયમોને ધ્યાનમાં લઈને એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં તે એબીએસથી સજ્જ થશે. એબીએસમાં જોડાયા પછી આ બાઇકની કિંમત 6000 થી 8000 રૂપિયા વધી શકે છે.
બજારમાં આ મોટરસાઇકલની ટક્કર Suzuki Gixxer SF, TVS Apache RTR 180 અને Honda CB Hornet 160R જેવી બાઇકો સાથે છે. ઉલ્લેખનિય છે કે Pulsar 180 હાલમાં કંપનીની સત્તાવાર વેબસાઇટ પર સૂચિબદ્ધ છે. એવું માનવામાં આવે છે કે કંપની ટૂંક સમયમાં વેબસાઇટ પર નવી Pulsar શ્રેણીને સત્તાવાર રીતે અપડેટ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post બજાજની પોપ્યુલર બાઇક ‘Pulsar’ ભારતમાં બંધ, તેની જગ્યા લેશે આ બાઇક appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/bajaj-pulsar-180-discontinued-in-india-replaced-by-semi-faired-pulsar-180f/
via Best Gujarati News
0 Comments