મુંબઈ ખાતે આવેલા દેશની સૌથી મોટી એવી ભારતીય રિઝર્વ બેંક (RBI)ના હેડક્વાર્ટ્સ પરથી અચાનક હેલિકોપ્ટરે ઉડાન ભરતા આજે હડકંપ મચી જવા પામ્યો હતો. બેંકના કર્મચારીઓમાં ફફડાટ પેસી ગયો હતો.

આ હેલિકોપ્ટર સુરક્ષા એજન્સીઓનું હોવાથી અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. આ એક સુરક્ષા અભ્યાસ (મોક ડ્રિલ) હતો. જેને વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા આજે હાથ ધરવામાં આવી હતી. જેમાં હેલિકોપ્ટરને પણ શામેલ કરવામાં આવ્યા હત્યાં. આ હેલિકોપ્ટર આરબીઆઈના હેડક્વાર્ટર પર ઉડતા નજરે પડ્યાં હતાં. હેલિકોપ્ટરમાંથી કેટલાક કર્મચારીઓને નીચે પણ ઉતારવામાં આવ્યા હતાં.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુરક્ષા એજન્સીઓએ ભોંયતળિયામાં લોકોને બંધક બનાવી રાખવાની સ્થિતિનો કેવી રીતે સામનો કરવો તેનો અભ્યાસ હાથ ધર્યો હતો. અભ્યાસના ભાગરૂપે લોકોને અહીંથી સુરક્ષીત રીતે બહાર કાઢવામાં આવવાના હતાં. જે મોક ડ્રીલનો એક ભાગ હતો. આ ઓપરેશનમાં અનેક સુરક્ષા એજન્સીઓ શામેલ થઈ હતીએ અને તેમની તૈયારી એકદમ છેલ્લી ઘડી સુધીની હતી.

રિઝર્વ બેંકમાઅં નિયમિત રૂપે અનેક પ્રકારની સુરક્ષા અને ફાયર ડ્રીલ યોજાતી રહે છે, પણ આ ડ્રીલ ખાસ હતી કારણ કે તેમાં હેલિકોપ્ટરને પણ શામેલ કરવામાં આવ્યું હતું. સુરક્ષા અભ્યાસ દરમિયાન આ હેલિકોપ્ટર આરબીઆઈની ઈમારત પર ચક્કર મારતું જોવા મળ્યું હતું. જે જોતા જ લોકો આશ્ચર્ય પામ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2008માં મુંબઈમાં આતંકી હુમલા દરમિયાન ઉભી થયેલી સ્થિતિનો સામનો કેવી રીતે કરવો એને લઈને આ પ્રકારની મોકડ્રીલ હાથ ધરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post જ્યારે રિઝર્વ બેંકના હેડક્વાર્ટર પરથી પરથી ઉડ્યું હેલિકોપ્ટર, લોકો ફફડી ઉઠ્યાં appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/see-safety-practice-at-rbi-headquarters-in-mumbai/
via Best Gujarati News

0 Comments