એક અસિસ્ટેન્ટની નોકરી માટે કેટલો પગાર મળી શકે છે એવો સવાલ તમને પૂછવામાં આવે તો કદાચ તમારો જવાબ હશે 1 લાખ અથવા 2 લાખ. પરંતુ આ જવાબ ખોટો છે. જી હાં, 26 વર્ષના એક ઓસ્ટ્રેલિયન અબજોપતિએ પર્સનલ અસિસ્ટેન્ટ માટે 52 હજાર ડોલર(લગભગ 35 લાખ રૂપિયા)ની ઓફર કરી છે.

મીડિયા રિપોર્ટ મુજબ આ ઓસ્ટ્રેલિયન અબજોપતિએ સોશિયલ મીડિયા પર નોકરી માટે એક જાહેરાત આપી છે. આ અબજોપતિ શખ્સનું નામ મેથ્યૂ લેપરે છે. લેપરેની ડિમાન્ડ છે. તેને એવો પર્સનલ અસિસ્ટેન્ટ જોઈએ છે જે દરેક સમય તેની સાથે રહે. તે માટે લેપરે દર મહિને 52 હજાર ડોલર આપવા માટે તૈયાર છે.

40 હજારથી વધુ લોકોએ કરી અરજી:

લેપરેની આ પોસ્ટ ઇન્ટરનેટ પર ઘણી વાયરલ થઈ છે અને રિપોર્ટ મુજબ અત્યાર સુધી આ પદ માટે 40 હજારથી વધુ લોકોએ અરજી કરી છે. મેથ્યૂનો બિઝનેસ ઇ-કોમર્સથી સંકળાયેલ છે અને તેની ચાર કંપનીઓ છે. આ કંપનીઓથી મેથ્યૂને દર સપ્તાહે લગભગ 85,764 ડોલર(આશરે 59.3 લાખ રૂપિયા)ની કમાણી થાય છે. મેથ્યૂ સોશિયલ મીડિયા પર આ જોબ ઓફરને ‘The coolest job in the world’ નામનું ટાઇટલ આપી શેર કરી છે.

ઉપરાંત આ નોકરી સાથે પર્લનલ અસિસ્ટેન્ટને 35 લાખ રૂપિયાના પગાર સિવાય ટ્રાવેલિંગ, ખાન-પાન અને હેલ્થ ઇન્શ્યોરન્સ જેવી સુવિધાઓ પણ મળશે. જોકે આ પગારની ઓફર અરજી, અનુભવ અને ક્ષમતા પર નિર્ભર કરશે. રિપોર્ટ મુજબ પ્રાપ્ત થયેલ અરજીઓમાં લગભગ 30 હજાર તો મહિલાઓ છે. જ્યારે કેટલીક મહિલાઓએ તો મેથ્યૂને લગ્નની ઓફર પણ કરી છે. આ અરજીઓ મોટે ભાગે યુકે, ઇટાલી, દક્ષિણ અમેરિકા અને એશિયાથી આવેલ છે. રિપોર્ટ મુજબ મેથ્યૂએ કહ્યું કે ઉમેદવારોને કમ્પ્યુટર, સોશિયલ મીડિયાનો સારો અનુભવ અને નોલેજ હોવો જોઈએ. આ સાથે તેઓ નવું શીખવા માટે પણ મહત્વાકાંક્ષી હોવા જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post PAની જોબ માટે અબજોપતિએ આપી સોશિયલ મીડિયા પર ઓફર, આપશે આટલો પગાર appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/australian-millionaire-offer-job-for-personal-assistant-post-for-his-company/
via Best Gujarati News

0 Comments