શેરબજારમાં માર્કેટની ધીમી ચાલ, સેન્સેક્સ 38,607 અને નિફ્ટી 11,596 પર બંધ
શેરબજારમાં દિવસના અંતે પણ માર્કેટમાં ધીમી ચાલ જોવા મળી છે. જેમાં સેન્સેક્સ +21.66 અંક એટલે કે 0.056 ટકા વધીને 38,607.01 પર અને નિફ્ટી +12.40 અંક એટલે કે 0.11 ટકા વધીને 11,596.70 પર આવી શેરબજાર બંધ થયું છે. શેરબજારમાં દિવસની શરૂઆત લાલ નિશાન સાથે થઇ હતી. જેથી માર્કેટમાં નિરાશાનો માહોલ જોવા મળ્યો હતો. પણ થોડા સમય પછી શેરબજાર ગ્રીન નિશાન પર આવી ગયુ છે. જેમાં સેન્સેક્સ +25.18 અંક એટલે કે 0.065 ટકા વધીને 38,610.53 પર અને નિફ્ટી +11.60 અંક એટલે કે 0.10 ટકા વધીને 11,595.90 પર માર્કેટ ટ્રેડ કરી રહ્યું હતુ.
ઉલ્લેખનિય છે કે ગઇકાલે સેન્સેક્સ −353.87 અંક એટલે કે 0.91 ટકા ઘટીને 38,585.35 પર અને નિફ્ટી −87.65 અંક એટલે કે −87.65 ટકા ઘટીને 11,584.30 પર માર્કેટ બંધ થયું છે. આજે શેરબજારમાં ખુલતાની સાથે માર્કેટ પછડાયું હતુ. પણ હવે શેરમાર્કેટમાં નજીવો વધારો જોવા મળ્યો છે.
10 પૈસા નબળો પડી ખુલ્યો રૂપિયો:
ડોલર સામે રૂપિયા આજે 10 પૈસાના ઘટાડા સાથે 69.21ના સ્તર પર ખુલ્યો છે. ઉલ્લેખનિય છે કે માર્કેટમાં ગઇકાલે રૂપિયામાં મજબૂતાઇ જોવા મળી હતી. ડોલરની સામે રૂપિયા ગઇકાલે 18 પૈસા વધીને 69.11ના સ્તર પર બંધ થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post શેરબજારમાં માર્કેટની ધીમી ચાલ, સેન્સેક્સ 38,607 અને નિફ્ટી 11,596 પર બંધ appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/business-news-today-sensex-by-38607-nifty-11596/
via Best Gujarati News
0 Comments