। ફતેહપુર ।

કોંગ્રેસની મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરાએ બુધવારે ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે પીએમ મોદીને અમારા પરિવાર વિશે વાત કરવાની આદત પડી છે. તેઓ ભાષણમાં અમારા પરિવારની જ વાત કરે છે. તેમના ૫૦ ટકા ચૂંટણી ભાષણમાં આ જ હોય છે.

પીએમ મોદી પર હુમલો કરતાં તેમણે કહ્યું હતું કે તેઓ દરેક ભાષણમાં પૂછે છે કે નહેરુજીએ શું કર્યું?, ઇંદિરા ગાંધીએ શું કર્યું? પણ એ નથી કહેતા કે પાંચ વર્ષ સત્તામાં રહીને તેમણે શું કર્યું? તેઓ દેશમાં ઓછા અને વિદેશમાં વધારે દેખાય છે. તેઓ દેશની સામાન્ય જનતા માટે નહીં પણ ઉદ્યોગપતિઓ માટે આર્થિક નીતિઓ બનાવે છે. એના કારણે ઉદ્યોગપતિઓનો વિકાસ થાય છે.  ચોકીદારના મુદ્દે બોલતાં તેમણે કહ્યું હતું કે અમીરોના ઘરની સામે ચોકીદાર હોય છે, ગરીબોના ઘરની બહાર નહીં. ગરીબોને તો આખી રાત ખેતરોમાં રખેવાળી કરવી પડતી હોય છે.

શું દિલ્હીથી પધારે છે શહેનશાહ? : પ્રિયંકા 

પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે જ્યારે આખું બુંદેલખંડ, ત્યાં રહેતા સ્ત્રી-પુરુષો, સ્કૂલના બાળકો, ખેતરનો પાક અને પશુ-પક્ષી ભયાનક દુકાળનો સામનો કરી રહ્યાં છે ત્યારે આપણા પ્રધાન પ્રચાર મંત્રીના સ્વાગતમાં પીવાના પાણીના ટેન્કરોથી બાંદાની સડકો ધોવાય છે. આ ચોકીદાર છે કે દિલ્હીથી પધારેલા શહેનશાહ?

રાહુલે કહ્યું જનતા સામે નથી ચાલતી દગાબાજી 

પીએમ મોદીનો એક્ટર અક્ષયકુમારે લીધેલો ઇન્ટરવ્યૂ ગઈ કાલે દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે પીએમ મોદી પર ચોકીદારના મુદે ટ્વિટ કરીને કહ્યું હતું કે હકીકત રૂબરૂ હોય તો અદાકારી નથી ચાલતી, જનતા સામે ચોકીદાર અને દગાબાજી નથી ચાલતી.  આ પહેલાં પણ રાહુલે લખ્યું હતું કે બે કરોડ રોજગાર ન મળ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post મારા પરિવાર વિશે વાત કરવાની PM મોદીને આદત પડી છે : પ્રિયંકા ગાંધી appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/my-family-about-talking-to-do/
via Best Gujarati News

0 Comments