વિપક્ષો પાસે પરાજય સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી : પીએમ મોદી
। લોહરદવા ।
ઝારખંડના લોહરદવા ખાતે એક વિશાળ જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યાં હતા. મોદીએ કહ્યું કે ત્રણ રાઉન્ડની ચૂંટણી બાદ મહામિલાવટી પક્ષોને ભાન થઈ ગયું છે કે તેમની કોઈ કારી હવે ફાવવાની નથી. વિપક્ષોએ તેમની હાર ભાળી લીધી છે તેથી તેઓ અત્યારથી બહાના શોધવાની કોશિશ કરી રહ્યાં છે. મોદીએ કહ્યું કે વિપક્ષો પાસે પરાજય સિવાય હવે બીજો કોઈ વિકલ્પ નથી.
વડા પ્રધાને વધુમાં જણાવ્યું કે, જેવી રીતે પરીક્ષામાં ઓછા ગૂણ લાવનાર બાળકો જાતજાતના બહાના શોધી કાઢે છે તેવી રીતે વિપક્ષોએ હવે ઈવીએમ પર તેમનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. પહેલા ત્રણ તબક્કાની ચૂંટણીમા હાર ભાળી ગયેલા વિપક્ષો ઈવીએમ છેડછાડનો મુદ્દો ઉઠાવી રહ્યાં છે. મોદીએ કહ્યું કે વિપક્ષોએ અત્યારથી જ ઈવીએમ પર રોદણા રોવાનું ચાલુ કરી નાખ્યું છે. મહામિલાવટીઓને વોટ આપીને તમારો વોટ બેકાર ન ક રતા. લોકો વિકાસ માટે વોટ કરી રહ્યાં છે. મોદીએ કહ્યું કે કોંગ્રેસ દેશસેવા માટે નહીં પરંતુ એક પરિવાર માટે સરકાર ચલાવી રહી છે. કોંગ્રેસ અને તેમના મહામિલાવટી નેતાઓ આપણા વીર જવાનો પર સવાલ ઉઠાવી રહ્યાં છે તેઓ પુરાવાઓ માગી રહ્યાં છે. પાકિસ્તાનને તેની ભાષામાં જવાબ આપવાનું કામ આ ચોકીદારે કર્યું છે. પાકિસ્તાન આતંકીઓ મોકલતો હતો, આતંકીઓ અહીં હુમલાઓ કરતા હતા અને જે કોંગ્રેસની સરકાર હતી તે રોદાણા રોવાનું ચાલુ કરી દેતી હતી. રડી રડીને ડરી ડરીને આતંકવાદનો મુકાબલો થઈ શકે ખરો. મોદીએ લોકોને કહ્યું કે દિલ્હીમાં તમે મજબૂત સરકાર બનાવી ત્યારે આજે નકસલવાદ-માઓવાદ પર કાબૂ મેળવી શકાયો છે. આ ભાજપ-એનડીએ સરકારનું પરિણામ છે. દેશમાં જિલ્લાઓમાં નકસલીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.
દીદીનો સૂર્ય અસ્ત થવાનું શરૂ
બંગાળના બીરભૂમ જિલ્લાના બોલપુરમા પીએમ મોદીએ કહ્યું કે પહેલાના ત્રણ તબક્કા પછી સ્પસ્ટ થયું છે કે બંગાળમાં દીદીનો સૂર્ય અસ્ત થવાનું શરૂ થયું છે. પીએમ મોદીએ નારો આપ્યો કે બંગાળનો ખૂણેખૂણો બોલી રહ્યો છે, સિંડિકેટનું સિંહાસન ડોલી રહ્યું છે. દીદીને ખબર પડી ગઈ છે કે તે જેટલી પણ મુસીબત ખડી કરશે, તેટલુ જ વધારે કમળ ખીલશે. તેમણે કહ્યું કે, ગુરુદેવ રવિન્દ્રનાથે કલ્પના પણ નહીં કરી હોય કે, તેમના બંગાળના લોકોએ પોતાના અધિકાર માટે વલખાં મારવા પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વિપક્ષો પાસે પરાજય સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી : પીએમ મોદી appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/opposites-near-defeats-except/
via Best Gujarati News
0 Comments