। નવી દિલ્હી ।

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની ક્રૂડ ઓઈલની આયાત પર કોઈ પણ દેશને વધારે છૂટ ન આપવાનો નિર્ણય કર્યો છે. અમેરિકાના આ નિર્ણયની સૌથી વધારે અસર ભારત અને ચીન પર પડશે તે નક્કી છે. અમેરિકાએ ઈરાન પાસેથી ઓઇલ ખરીદવા માટે ૧૮૦ દિવસની છૂટ ખતમ કરીને ભારતને ધર્મસંકટમાં મૂકી દીધો છે. અમેરિકી પ્રતિબંધ બાદ ભારતે પણ તેના ભાગીદાર ઈરાન પાસેથી ઓઇલની આયાત ઘટાડી દીધી છે. અમેરિકી પ્રતિબંધ બાદ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એવું જણાવ્યું કે ભારત મોટા ઓઇલ ઉત્પાદક દેશો પાસેથી આયાત વધારીને તેના ક્રૂડ ઓઈલની ભરપાઈ કરશે..

આયાત ઘટશે : કાચા તેલના ભાવમાં ત્રણથી ૫ ટકાની વૃદ્ધિથી દેશનો નિર્યાત કારોબાર પ્રભાવિત થશે.ટીપીસીઆઈના ચેરમેન મોહિત સિંગલાએ કહ્યું કે નિર્યાત પર અસર પડશે તે નક્કી છે. અમેરિકાએ ભારત સહિત આઠ દેશોને છ મહિના સુધી ઈરાન પાસેથી સીમિત માત્રામા તેલ આયાતની છૂટ આપી હતી. ટ્રમ્પે સોમવારે કહ્યું કે ઈરાન પાસેથી ઓઇલ પુરવઠો ઘટવાની સ્થિતિમાં સાઉદી અરેબિયા અને પેટ્રોલિયમ તેલ ઉત્પાદ દેશોએ ક્રૂડનું ઉત્પાદન વધારવું પડશે.

મોંઘવારી વધશે : કાચા તેલનો ભાવવધારો થતા ફરી એક વાર મોંઘવારી વધવાની આશંકા છે. ચૂંટણી સુધીમાં તો સરકાર આ અસરને કોઈ પણ રીતે રોકી રાખશે. પરંતુ નવી સરકાર બનતા જ ભાવ વધશે. મોંઘવારી પણ વધશે.

રૂપિયો વધારે તૂટશે : કરન્ટ એકાઉન્ટ ડેફિસન્ટ વધતા રૂપિયો વધારે તૂટશે. ડોલરના મુકાબલે રૂપિયો વધારે નબળો પડશે. આયાત બીલ વધતા સરકારી ખજાના પર અસર પડી શકે છે.

ભારતની ઓઈલ આયાતનો ૧૦ ટકા હિસ્સો ઈરાનમાંથી

ભારત ઈરાન પાસેથી ૮૦ ટકા ક્રૂડ ઓઈલ અને ૪૦ ટકા કુદરતી ગેસ મંગાવે છે. ૨૦૧૮-૧૯ માં ભારતે ઈરાન પાસેથી ૨.૩૫ કરોડ ટનની આયાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ઈરાન પર અમેરિકી પ્રતિબંધથી ભારતમાં મોંઘવારીનો દર ઊંચો જશે, રૂપિયો તૂટશે appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/iran-on-us-prohibition-2/
via Best Gujarati News

0 Comments