।  નવીદિલ્હી ।

ચૂંટણી પંચ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકને રિલીઝ કરવા સામે ફરમાવવામાં આવેલા પ્રતિબંધના નિર્ણય પર કાયમ રહ્યું છે. સુપ્રીમ કોર્ટ સમક્ષ ચૂંટણી પંચે રજૂઆત કરી છે કે ફિલ્મનું વિષયવસ્તુ અને નાટકીય ઓપ એવો છે કે ૧૯મેના રોજ છેલ્લા તબક્કાનું મતદાન સંપન્ન ના થઈ જાય તે પહેલાં ફિલ્મનું સ્ક્રીનિંગ થશે તો એક ખાસ રાજકીય પક્ષને લાભ થશે અને ચૂંટણી સમતુલા તૂટી જશે.   ચૂંટણી પંચ દ્વારા રચાયેલી સમિતિએ ફિલ્મ નિહાળીને પોતાના નિર્ણયની જાણ વરિષ્ઠ ધારાશાસ્ત્રી રાકેશ દ્વિવેદી મારફતે સુપ્રીમ કોર્ટને કરી હતી.

શું કહ્યું સમિતિએ અહેવાલમાં?  

ફિલ્મને નિહાળનારા પંચ દ્વારા નિયુક્ત સમિતિએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે ‘ આચારસંહિતા અમલી હોય તેવા સમયમાં ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદી’ ફિલ્મનું જાહેર સ્ક્રીનિંગ થશે તો એક ખાસ પક્ષને લાભ થશે અને ચૂંટણી સંતુલન તૂટી જશે. તેથી મતદાન માટેના અંતિમ તબક્કાની તારીખ અર્થાત ૧૯ મે પહેલાં ફિલ્મ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર સ્ક્રીનિંગને મંજૂરી ના અપાવી જોઇએ.

ઈન્ડિયા ઇઝ મોદી , મોદી ઇઝ ઈન્ડિયા  

૨૦ પાનાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પટકથા એક મહત્ત્વના વાક્ય સાથે પૂરી થાય છે.- ઈન્ડિયા ઇઝ મોદી એન્ડ મોદી ઇઝ ઈન્ડિયા. કોંગ્રેસના નેતા ડી. કે. બરુઆએ ૧૯૭૦માં આપેલા સૂત્ર- ઇંદિરા ઇઝ ઈન્ડિયા એન્ડ ઈન્ડિયા ઇઝ ઇંદિરા – જેવું જ આ સૂત્ર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post મોદીની બાયોપિકને રિલીઝ કરવાથી ચૂંટણી સંતુલન તૂટી જશે : પંચે સુપ્રીમને જણાવ્યું appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/modis-biopic-release-k/
via Best Gujarati News

0 Comments