। નવીદિલ્હી ।

ઇસ્ટર સન્ડેના દિવસે શ્રીલંકાના કોલંબો અને અન્ય શહેરોમાં ચર્ચ તથા હોટેલો પર થયેલા આતંકવાદી હુમલા અંગે મળેલી ગુપ્તચર માહિતી શ્રીલંકાના વરિષ્ઠ અધિકારીઓએ દબાવી દીધી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સંસદના નેતા અને જાહેર બાબતોના મંત્રી લક્ષ્મણ કિરિએલાએ શ્રીલંકાની સંસદમાં જણાવ્યું હતું કે, કેટલાક ટોચના ગુપ્તચર અધિકારીઓએ જાણીજોઇને ગુપ્તચર માહિતી દબાવી રાખી હતી. આતંકવાદી હુમલો થવાનો છે તેવી માહિતી ગુપ્તચર અધિકારીઓ પાસે હોવા છતાં ટોચના સુરક્ષા અધિકારીઓએ યોગ્ય પગલાં લીધાં નહોતાં.

કિરિએલાએ જણાવ્યું હતું કે, ૪ એપ્રિલના રોજ ભારતની ગુપ્તચર એજન્સીઓ દ્વારા ચર્ચો, હોટેલો અને રાજકીય નેતાઓ પર આતંકવાદી હુમલો થઇ શકે છે તેવી ગુપ્તચર ચેતવણી જારી કરી દેવાઇ હતી. ૭મી એપ્રિલના રોજ રાષ્ટ્રપતિ મહિન્દા સિરિસેનાના નેતૃત્વમાં સિક્યુરિટી કાઉન્સિલની બેઠક મળી હતી પરંતુ તેમાં પણ આ માહિતી રજૂ કરાઇ નહોતી. મંત્રીએ આરોપ મૂક્યો હતો કે, કોઇ છે જે આ ગુપ્તચર અધિકારીઓને નિયંત્રણમાં રાખી રહ્યું છે. સિક્યુરિટી કાઉન્સિલ રાજનીતિ કરી રહી છે. આ તમામ બાબતોની તપાસ થવી જોઇએ.

શ્રીલંકાના રાષ્ટ્રપતિ કહે છે મને તો ધમકીની જાણ જ નથી !

શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ જણાવ્યું હતું કે, દેશમાં બોંબ વિસ્ફોટ દ્વારા હુમલા થવાની સંભાવના અંગેની કોઇ જાણકારી મારી પાસે નહોતી. દેશની ગુપ્તચર એજન્સીઓને મળેલી માહિતી સંબંધિત અધિકારીઓ દ્વારા મારા સુધી પહોંચાડવામાં આવી જ નથી. જો તેમણે મને જાણ કરી હોત તો મેં તાત્કાલિક પગલાં લીધાં હોત. જે લોકો પોતાની ફરજ નિભાવવામાં નિષ્ફળ ગયાં છે તેમની સામે આકરાં પગલાં લેવામાં આવશે.

માહિતી તો હતી અમે ઉપયોગ ન કરી શક્યા : શ્રીલંકા PM

શ્રીલંકાના વડા પ્રધાન રાનિલ વિક્રમાસિંઘે જણાવ્યું હતું કે, ભારતે શ્રીલંકાને આતકવાદી હુમલા અંગેની ગુપ્તચર માહિતી પહોંચાડી છતાં દેશ તેનો ઉપયોગ કરવામાં નિષ્ફળ રહ્યો છે. એક ભારતીય ચેનલને આપેલી મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે, ભારતે અમને ગુપ્તચર માહિતી પહોંચાડી હતી પરંતુ અમે તેના પર કામ કરવામાં નિષ્ફળ રહ્યાં હતાં. શ્રીલંકાના તપાસ અધિકારીઓ અત્યારે ચીન અને પાકિસ્તાન સહિતના દેશો સાથે સંપર્કમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post આતંકવાદી હુમલા અંગેની ભારતીય ગુપ્તચરની માહિતી શ્રીલંકાએ દબાવી રાખી : સંસદના નેતા appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/terrorist-attacks-about/
via Best Gujarati News

0 Comments