કમલનાથના પુત્ર નકુલ સૌથી અમીર ઉમેદવાર : ૬૬૦ કરોડની સંપત્તિ
। ભોપાલ ।
લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં મધ્ય પ્રદેશની છિંદવાડા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા સીએમ કમલનાથના પુત્ર નકુલ નાથ સૌથી મોટા અમીર ઉમેદવાર છે. નકુલ નાથની સંપત્તિ ૬૬૦ કરોડ કરતા વધારે છે.તો મહારાષ્ટ્રની મુંબઈ ઉત્તર મધ્યથી કોંગ્રેસના ઉમેદવાર સુનિલ દત્તે ઈનકમ ટેક્સ રિટર્નમાં ૧૩ કરોડની સંપત્તિ દર્શાવી છે. આ તબક્કામાં ભાજપે ૪૪ કલંકિત ઉમેદવારોને ટિકિટ આપી છે. ચોથા ચરણમા પ્રિયા દત્તે ૧૦ અમીર ઉમેદવારોની યાદીમા ૯૬ કરોડની સંપત્તિ સાથે આઠમા સ્થાને છે. આ તબક્કકામા ૩ એવા ઉમેદવાર છે જેમની પાસે કોઈ સંપત્તિ નથી. રાજસ્થાનના ઝાલાવાડ બારા બેઠકના અપક્ષ ઉમેદવાર પ્રિંસકુમાર કોઈ અચલ સંપત્તિ નથી. તેમની પાસે ફક્ત ૫૦૦ રૂપિયા છે. ચોથા તબક્કામા ૯ રાજ્યોની ૭૧ બેઠકો માટે ૯૪૩ ઉમેદવારો મેદાનમા છે. તેમાં ૯૨૮ ઉમેદવારોના એફિડેવિટની તપાસ કરવામા આવી હતી તેમાથી ૨૧૦ ઉમેદવારો પર ગુનાહિત કેસ નોંધાયેલો છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના રિપોર્ટમાં આ વિગતો દર્શાવવામાં આવી હતી. ત્રીજા તબક્કામાં ૧૫ રાજ્યોની ૧૧૬ બેઠકો પર ૨૧ ટકા કલંકિત ઉમેદવારો ચૂંટણી લડયા હતા. ૩ જા તબક્કામાં ૩૨૫ કરોડની સંપત્તિ સાથે બરેલીના કોંગ્રેસના ઉમેદવાર સૌથી મોટા અમીર ઉમેદવાર હતા.
દિલ્હીની સાત બેઠકો પરના ૩૪૯ ઉમેદવારોમાં ગૌતમ ગંભીર સૌથી શ્રીમંત
દિલ્હીમાં લોકસભાની સાત બેઠકો પર મંગળવારે ઉમેદવારી નોંધાયા બાદ કુલ ૩૪૯ ઉમેદવારો મેદાનમાં છે. જોકે શુક્રવાર સુધીમાં ઉમેદવારી પત્ર પાછું ખેંચી શકાશે. આ ઉમેદવારોમાં પૂર્વ દિલ્હી બેઠક પર ભાજપનો ઉમેદવાર ગૌતમ ગંભીર ૧૪૭ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે સૌથી શ્રીમંત છે. ગૌતમ ગંભીરે ૨૦૧૭-૧૮ વર્ષ માટે ૧૨.૪૦ કરોડ રૂપિયાની આવક બતાવી છે જ્યારે આ વર્ષમાં તેની પત્ની નતાશા ગંભીરની આવક ૬.૧૫ લાખ રૂપિયા દર્શાવવામાં આવી છે. ગૌતમ ગંભીર પાસે ૧૧૬ કરોડ રૂપિયાની મુવેબલ અને ૨૮ કરોડ રૂપિયાની ઇમમુવેબલ પ્રોપર્ટી છે. તેના પર ૩૪.૨૦ કરોડ રૂપિયાનું દેવું છે. ગૌતમ ગંભીરના વિવિધ બેન્કોમાં કુલ ૧૧ ખાતાં છે અને એમાં ૧.૮૮ કરોડ રૂપિયા જમા છે. જોકે તેણે હાથ પરની બેલેન્સ માત્ર ૭૨,૦૦૦ રૂપિયા દર્શાવી છે. તેની પાસે ૨૮.૮૭ કરોડ રૂપિયાના શેર છે અને ૧.૨૪ કરોડ રૂપિયા તેણે સરકારી યોજનાઓ અને લાઇફ ઇન્શ્યોરન્સમાં રોક્યા છે. ગૌતમ ગંભીરને સોનાનો શોખ નથી. તેની પાસે ૧૦૮ ગ્રામ સોનું અને ૫.૬૫૦ કિલોગ્રામ ચાંદી છે જેની કિંમત ૫.૨૧ લાખ રૂપિયા દર્શાવી છે. તેની પાસે પાંચ કાર છે જે પૈકી ત્રણ તેણે ખરીદી છે અને બે ગિફ્ટ મળી છે. એક બાઇક છે એ પણ ગિફ્ટ મળી છે. પ્રોપર્ટીમાં રોકાણ કરવાના કેસમાં છેતરપિંડી થઈ હોય એવો કેસ પણ ગૌતમ ગંભીર સામે નોંધાયેલો છે. તેણે બારાખાંભા રોડ પર આવેલી મોર્ડન સ્કૂલમાંથી દસમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. ૨૦૦૦ના વર્ષમાં તેણે હિન્દુ કોલેજમાં બેચલર ઓફ આર્ટ્સ કોર્સમાં એડમિશન લીધું હતું પણ અભ્યાસ પૂરો કર્યો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post કમલનાથના પુત્ર નકુલ સૌથી અમીર ઉમેદવાર : ૬૬૦ કરોડની સંપત્તિ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/kamalnaths-son-nakul-most/
via Best Gujarati News
0 Comments