કાશ્મીરમાં આતંકવાદનાં વધી રહેલા પગલા પર સેનાએ બ્રેક લગાવી દીધી છે. ખાસ કરીને છેલ્લા 2 વર્ષમાં સેનાએ જે રીતે આતંકવાદીઓને વીણી વીણીને સાફ કર્યા છે, તેની જ અસર છે કે હવે કોઈપણ આતંકનાં રસ્તે જવા ઇચ્છતુ નથી. લેફ્ટેનેંટ જનરલ કેજેએસ ઢિલ્લોંએ બુધવારનાં રોજ કહ્યું કે, “પુલવામા આતંકી હુમલા બાદ સુરક્ષાબળોએ ઘાટીમાં જૈશ-એ-મોહમ્મદની સામે જવાબી કાર્યવાહી કરી, જેનાથી એવી સ્થિતિ બની છે કે કોઈપણ આ સંગઠનનું નેતૃત્વ લેવા માટે ઇચ્છુક નથી.”

લેફ્ટેનેંટ જનરલ ઢિલ્લોંએ જમ્મૂ-કાશ્મીરનાં ડીજીપી દિલબાગ સિંહ તેમજ સીઆરપીએફ મહાનિરીક્ષક જુલ્ફિકાર હસને કહ્યું કે, “આ વર્ષે અત્યાર સુધી 41 આતંકવાદી માર્યા ગયા છે. આમાંથી 25 જૈશ-એ-મોહમ્મદનાં હતા. 13 વિદેશી આતંકી હતા-પાકિસ્તાની તેમજ શ્રેણી-એ અને તેનાથી ઉપરના.” શ્રીનગરની ચિનાર કોરનાં કમાન્ડર લેફ્ટેનેંટ જનરલ ઢિલ્લોંએ કહ્યું કે, “અમે જૈશ-એ-મોહમ્મદનાં નેતૃત્વને નિશાને લીધું અને હવે સ્થિતિ એવી છે કે કોઈપણ ઘાટીમાં જૈશની આગેવાની લેવા નથી ઇચ્છતું.” ડીજીપી સિંહે કરહ્યું કે ઘાટીમાં 14 ફેબ્રુઆરીનાં રોજ પુલવામા આતંકવાદી હુમલા જેવા કેટલાક બનાવો છોડીને 2018માં અને તેના પછી અત્યાર સુધી આતંકવાદને રોકવામાં સફળતા મળી છે.”

પોલીસે બુધવારનાં કહ્યું કે, “મોટી સંખ્યામાં કાશ્મીરી યુવા આતંકવાદથી દૂર થઇ ગયા છે, પરંતુ સુરક્ષા કારણથી ચોક્કસ સંખ્યા આપવી યોગ્ય નહીં હોય. એવા ઘણા યુવાનો છે જેમણે યા તો આત્મસમર્પણ કરી દીધું છે અથવા તેમને આતંકવાદમાં સામેલ થતા રોકી દેવામાં આવ્યા છે.” પોલીસ પ્રમુખ દિલબાગ સિંહે કહ્યું કે, “અમે તેમની સુરક્ષા માટે ચોક્કસ સંખ્યા પ્રકટ નહીં કરી શકીએ.” તેમણે કહ્યું કે જમ્મૂ-કાશ્મીરમાં 2018માં કાયદાકીય વ્યવસ્થાની સ્થિતિમાં સકારાત્મક સુધારો જોવા મળ્યો છે. તેમણે કહ્યું કે, “2018થી અત્યાર સુધી 272 આતંકવાદીઓ માર્યા ગયા છે અને ઘણા પકડાયા છે. પથ્થર ફેંકવાની ઘટનાઓ ઓછી થઈ ગઈ છે અને કાયદાકીય વ્યવસ્થા સુધારા પર છે.” તેમણે કહ્યું કે, “રાજ્યમાં પંચાયતની ચૂંટણીઓ પર સફળતાપૂર્વક પૂર્ણ થઇ છે અને જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણીમાં પણ કોઈ હિંસાનો બનાવ બન્યો નથી.”

તેમણે કહ્યું કે, “પુલવામા હુમલા બાદ અત્યાર સુધી 69 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે અને 12ને જીવતા પકડ્યા છે. જેમાંથી જૈશનાં 25 અને 13 આતંકીઓ પાકિસ્તાનથી આવ્યા હતા તે સામેલ છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post આતંકવાદીઓમાં ભારતીય સેનાનો ખૌફ, કાશ્મીરમાં ‘જૈશ’ની આગેવાની લેવા નથી કોઈ તૈયાર appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/no-one-is-ready-to-take-leadership-of-jaish-in-kashmir/
via Best Gujarati News

0 Comments