એસપી, બીએસપી અને આરએલડીના મહાગઠબંધનથી કોંગ્રેસને દૂર રાખવા બાદ એસપી ચીફ અખિલેશ યાદવે કોંગ્રેસ પાર્ટી પર જોરદાર પ્રહાર કર્યા છે. બુધવારે કાનપુર ખાતે અખિલેશ યાદવે કોંગ્રેસમાં ‘અહમ’ હોવાની વાત કહી છે. ઉપરાંત તેમને કોંગ્રેસ પર સહયોગીઓની અવગણના કરવા અને પ્રતિસ્પર્ધીઓને ધમકાવાનો આરોપ પણ લગાવ્યો.

કાનપુર ખાતે અખિલેશ યાદવે એક ચૂંટણી મીટિંગમાં કહ્યું કે,‘બીજેપીની જેમ કોંગ્રેસ પણ રાજનીતિક વિરોધીઓને ધમકાવામાં વિશ્વાસ રાખે છે.’ ઉપરાંત તેમને કહ્યું કે,‘કોંગ્રેસે હંમેશા સમાજવાદી પાર્ટી સાથે દગો કર્યો છે. દેશમાં ક્યારે કોઈ પાર્ટીએ સમાજવાદી પાર્ટી સાથે દગો કર્યો છે તો એ કોંગ્રેસે કર્યો છે.’ અખિલેશ યાદવે વધુ ઉમેરતા કહ્યું કે અમારી વચ્ચે ગઠબંધન હતું પરંતુ અમને ખબર નહોતી કે કોંગ્રેસમાં અહમ વધુ છે. ઉલ્લેખનીય છે કે સપાએ 2017માં ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણી ટાણે કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું. પરંતુ લોકસભા ચૂંટણીમાં સપા-બીએસપી અને આરએલડીએ કોંગ્રેસને મહાગઠબંધનથી દૂર રાખી છે.

અખિલેશ યાદવે કોંગ્રેસ પર તેમના પિતા અને પૂર્વ સીએમ મુલાયમ સિંહ યાદવ સામે સીબીઆઈના ઉપયોગનો આરોપ લગાવ્યો. તેમને કહ્યું કે કોંગ્રેસના એક શખ્સે જ તેમના અને તેમના પિતા સામે આવકથી વધુ મિલકતનો કેસ દાખલ કર્યો છે. ખરેખર આ સાથે અખિલેશે વિશ્વનાથ ચતુર્વેદી મારફતે તેમની સામે કરવામાં આવેલ કેસ તરફ ધ્યાન દોરયું હતું. સીનિયર એડવોકેટ ચતુર્વેદી કોંગ્રેસ સાથે જોડાયેલ છે. ચતુર્વેદીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી કહ્યું હતું કે સીબીઆઈને આદેશ આપવામાં આવે કે તેઓ મુલાયમ સિંહ વિરુદ્ધ આવકથી વધુ મિલકાત મામલે તેની સ્ટેટસ રિપોર્ટ રજૂ કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અખિલેશ યાદવના કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું- કોંગ્રેસમાં ‘અહમ’ વધુ છે appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/sp-president-akhilesh-yadav-say-congress-is-steeped-in-ego/
via Best Gujarati News

0 Comments