અક્ષય કુમારે મોદીને પૂછયું કેરી કાપીને ખાઓ છો કે ગોટલા સાથે? તો PMએ કહ્યું કે…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક નોન પોલિટિકલ ઇન્ટરવ્યુ દરમ્યાન દિલ ખોલીને વાતો કરી છે. આ દરમ્યાન તેમણે પોતાની જિંદગીની કેટલીય અજાણી વાતો કહી. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે તેમને કેવી કેરી પસંદ છે. બોલિવુડ સુપરસ્ટાર અક્ષય કુમારની સાથે ઇન્ટરવ્યુમાં પીએમ એ કહ્યું કે તેમને કેરી ખૂબ જ પસંદ છે. આ દરમ્યાન પીએમ એ કેરીના શોખ સાથે જોડાયેલા પોતાના નાનપણના દિવસોને યાદ કર્યા.
ઇન્ટરવ્યુની શરૂઆતમાં અક્ષય એ પ્રશ્ન પૂછતા કહ્યું કે લોકો ઘણું બધું તમારા અંગે જાણવા માંગે છે. મારા ડ્રાઇવરની દીકરીને મેં પૂછયું હતું કે તારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોઇ પ્રશ્ન પૂછવો હોય તો તો શું પૂછે? તેણે કમાલનો પ્રશ્ન કર્યો કે શું આપણા વડાપ્રધાન કેરી ખાય છે અને જો ખાય છે તો શું તેઓ કાપીને ખાય છે કે ગોટલા સાથે ખાય છે? તો હું જાણવા માંગું છું કે શું તમે કેરી ખાઓ છો?
‘મને કેરી ખૂબ જ પસંદ છે’
તેના પર પીએમ મોદીએ જવાબ આપ્યો કે એક તો હું કેરી ખાઉં છું અને કેરી મને ખૂબ પસંદ પણ છે. ગુજરાતમાં કેરીની પરંપરા પણ છે. જુઓ હું જ્યારે નાના હતો તો કોઇ કેરી ખરીદી શકતા નહોતા. અમારો પરિવાર લક્ઝુરિયસ નહોતો પરંતુ કયારેક ખેતરોમાં જતા રહેતા હતા. આપણા દેશના ખેડૂતો ખૂબ ઉદાર હોય છે. કોઇ ખેતરમાં આવીને ખાય છે તો તેને રોકતા નથી. ચોરી કરે તો રોકે છે. કેરીના ઝાડ પર પાકેલી કેરી હોય તે ખાવી વધુ પસંદ હતી. એટલે કે ઉતાર્યા બાદ પાકેલી નહી નેચરના કોર્સમાં પાકેલી હોય. ત્યારે કઇ હાઇજેનિક સમજ પણ નહોતી કે ધોવી જોઇએ. એવી જ રીતે ખાઇ લેતા. જ્યારે મોટા થયા તો કેટલીય વેરાઇટીની સમજ આવવા લાગી. કેરી ખાવાની ટેવ પડી ગઇ. પરંતુ હાલ તો મારે કંટ્રોલ કરવો પડે છે. હાલ તો મારે વિચારવું પડે છે કે આ ખાઉ કે ના ખાઉ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અક્ષય કુમારે મોદીને પૂછયું કેરી કાપીને ખાઓ છો કે ગોટલા સાથે? તો PMએ કહ્યું કે… appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/pm-modi-reveals-love-for-mango-in-interview-with-akshay-kumar/
via Best Gujarati News
0 Comments