News@12 PM: મોદીએ અક્ષય કુમારની સાથે અનૌપચારિક ઇન્ટરવ્યુમાં ઘણા રાઝ ખોલ્યા સહિતના સમાચાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકટર અક્ષય કુમારની સાથે અનૌપચારિક ઇન્ટરવ્યુમાં ઘણા રાઝ ખોલ્યા તેમજ ગુજરાતમાં ચૂંટણીનો ગરમાવો તો પુરો થઇ ગયો છે, પરંતુ હવે હવામાન વિભાગે રાજ્યભરમાં કાળઝાળ ગરમીની આગાહી કરી છે તથા પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના એક દિવ્યાગ ખેલાડી રાજેશભાઈ પગીએ દુબઈના અબુધાબી ખાતે યોજાયેલી સ્પેશ્યલ ઓલમ્પિકની હેન્ડબોલ રમતમાં ગોલ્ડ મેડલ જીતીને પંચમહાલ જ નહી પણ ગુજરાત રાજ્યનુ ગૌરવ વધાર્યું અને રામસિંહ સોઢાએ મંગળવારે લોકસભાની બેઠક માટે પ્રથમ વખત ભારતમાં મતદાન કરીને લોકપર્વની ઉજવણી કરી તથા ગ્રાહક ફોરમએ જૂતા ખરીદ્યા પછી ગ્રાહક પાસેથી પેપર બેગના 3 રૂપિયા બેગ ચાર્જ લિધા બાદ બાટા ઇન્ડિયા પર રૂપિયા 9 હજારનો દંડ ફટકાર્યો સહિતના અગત્યના સમાચાર…
વધુ વાંચવા કરો ક્લિક-1:અક્ષય કુમાર સાથે વાત કરતાં PM મોદીએ મમતા દીદી દ્વારા મોકલાતી ગિફ્ટનું રહસ્ય ખોલ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકટર અક્ષય કુમારની સાથે અનૌપચારિક ઇન્ટરવ્યુમાં ઘણા રાઝ ખોલ્યા. પીએમ એ પોતાના નાનપણની યાદોથી લઇ ગુસ્સા પર કાબૂ, પારિવારિક સંબંધો અને ખાનગી જીવનના દિલ ખોલીને વાત કરી. પીએમ એ કહ્યું કે રાજકારણ અને વડાપ્રધાન બનવાનું સપનું તેમણે જોયું નહોતું.
વધુ વાંચવા કરો ક્લિક-2: એપ્રિલમાં ઉનાળો બનશે આકરા પાણીએ, હવામાન વિભાગે કરી દીધી મોટી આગાહી
ગુજરાતમાં ચૂંટણીનો ગરમાવો તો પુરો થઇ ગયો છે, પરંતુ હવે હવામાન વિભાગે રાજ્યભરમાં કાળઝાળ ગરમીની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 2 દિવસ સુધી રાજ્યમાં ભારે હિટવેવની આગાહી છે. હવામાન વિભાગના મતે, વેરાવળ, પોરબંદર અને દીવમાં ગરમ પવન ફૂંકાશે.
વધુ વાંચવા કરો ક્લિક-3: દુબઈમાં ઓલ્મ્પિકની હેન્ડબોલ રમતમાં આ ગુજરાતી ઝળક્યો, પંચમહાલનું નામ કર્યું રોશન
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના એક દિવ્યાગ ખેલાડી રાજેશભાઈ પગીએ દુબઈના અબુધાબી ખાતે યોજાયેલી સ્પેશ્યલ ઓલમ્પિકની હેન્ડબોલ રમતમાં ગોલ્ડ મેડલ જીતીને પંચમહાલ જ નહી પણ ગુજરાત રાજ્યનુ ગૌરવ વધાર્યુ છે. સાથે ખોબા જેવા ભોટવા ગામમાં પણ ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. પરિવારજનો દ્રારા તેનુ સ્વાગત કરવામા આવ્યુ પણ પંચમહાલના તંત્ર દ્વારા સ્વાગત કરવામા આવ્યુ નહોતું.
વધુ વાંચવા કરો ક્લિક-4: લો બોલો! ચૂંટણી ફરજ ઉપરના આટલા સરકારી કર્મચારીઓ મતદાનથી રહ્યા વંચિત
૨૬-વલસાડ લોકસભા બેઠકની ચૂંટણીમાં ફરજ પર મુકાયેલા જિલ્લાના ૪,૦૦૦થી વધુ સરકારી કર્મચારીઓએ અજ્ઞાનતામાં કે કોઇક અકળ કારણસર મતદાન કરવા માટેનું ફોર્મ નં.૧૨-બી ભર્યુ ન હોય, તે તમામ મતદાનથી વંચિત રહી ગયાં હોવાની ચોંકાવનારી માહિતી મળી છે.
વધુ વાંચવા કરો ક્લિક-5: પાકિસ્તાનના પૂર્વ મંત્રીએ કચ્છના નખત્રાણામાં પહેલીવાર કર્યું મતદાન, જાણો કેવી રીતે
ગુજરાતભરના વિવિધ વિસ્તારોમાં ૧૯૭૧ બાદ પાકિસ્તાનથી સોઢા સમાજના સંખ્યાબંધ શરણાર્થીઓ આવીને વસ્યા છે, જેમાં ૨૦૧૦માં પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ચાલુ ધારાસભ્ય તરીકે પાકિસ્તાન છોડીને મોરબી સ્થળાંતરિત થયા બાદ હાલમાં કચ્છના નખત્રાણામાં સ્થાયી થયેલા રામસિંહ સોઢાએ મંગળવારે લોકસભાની બેઠક માટે પ્રથમ વખત ભારતમાં મતદાન કરીને લોકપર્વની ઉજવણી કરી હતી. તાજેતરમાં ભારતીય નાગરિકત્વ મળ્યા બાદ તેમને ભારતના મતાધિકાર સહિતની સરકારી સુવિધાઓના અધિકાર પ્રાપ્ત થયા છે.
વધુ વાંચવા કરો ક્લિક-6: સૌરાષ્ટ્રમાં થઇ ‘બિહાર’વાળી, મતદાન અટકાવવા લુખ્ખાઓ લાકડાના ફટકા સાથે રસ્તા પર ઉતર્યા
આ મતક્ષેત્રના રફાળા ગામે કેટલાક ગુંડાતત્ત્વોએ રીતસરની લુખ્ખાગીરી કરી સામાન્ય પ્રજાને મતદાન કરતાં અટકાવ્યા હતા અને આ સમગ્ર ઘટનાક્રમનું વીડિયો વાઈરલ થતાં લોકોએ પોલીસ અને ચુંટણીપંચ પર રોષ ઠાલ્યો હતો.
વધુ વાંચવા કરો ક્લિક-7: પેપર બેગના 3 રૂપિયા લેવા આ કંપનીને પડ્યા ભારે, ગ્રાહકને આપવા પડ્યા રૂ. 9 હજાર
જ્યારે તમે બજારમાં ઘણી વખત ખરીદી કરવા જાવ છો, ત્યારે દુકાનદારો અથવા મોલ્સ સેલ્સમેન તમને બેગના બદલામાં ચાર્જ કરે છે. બેગનો ભાવ 2, 3, 5 રૂપિયા અથવા વધુ હોય છે. પરંતુ આમ કરવું પગરખા બનાવતી કંપની બાટાને મોંઘુ પડ્યું છે. ઘટના એવી છે કે ગ્રાહક ફોરમએ જૂતા ખરીદ્યા પછી ગ્રાહક પાસેથી પેપર બેગના 3 રૂપિયા બેગ ચાર્જ લિધા બાદ બાટા ઇન્ડિયા પર રૂપિયા 9 હજારનો દંડ ફટકાર્યો છે. સાથે જ ઓર્ડર કર્યો છે કે કંપની માલ ખરીદનારા ગ્રાહકોને મફતમાં કેરી બેગ આપે.
વધુ વાંચવા કરો ક્લિક-8: રોજના માત્ર 30 રૂપિયા રોકાણ કરી મેળવો 6 લાખ રૂપિયા જેવી માતબાર રકમ, જાણો કઇ રીતે
રોજના 30 રૂપિયાની બચત કરી તમે મોટી રકમ ભેગી કરી શકો છો. આ માટે મ્યુચ્યુઅલ ફંડમાં SIP દ્વારા રોકાણ કરવું પડશે. જોબ કરતા વ્યક્તિના મનમાં હંમેશા આ પ્રશ્ન ઊભો થાય છે કે એવા કયા રોકાણના વિકલ્પો છે જેમાં નાની રકમનું રોકાણ કરી નિયત સમયે તે મોટા ભંડોળમાં રૂપાંતરિથઇ શકે છે. જો તમે તમારી બધી ભાવિ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે એક કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર કરવા માંગો છો, તો અમે તમને જણાવીશું કે તમારા રૂપિયાનું ક્યાં રોકાણ કરવું છે જેથી તમારા સપના પૂર્ણ થઈ શકે.
વધુ વાંચવા કરો ક્લિક-9: PM સંગ અક્ષય કુમાર, જાણો મોદીએ પહેલી મુલાકાતમાં કેવા સંભળાવ્યા’તા જોક્સ
બોલીવુડ એક્ટર અક્ષય કુમારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો નોન પોલિટિકલ ઇન્ટરવ્યુ લીધો હતો. અક્ષય કુમારે PM મોદીને રાજનીતિક સવાલો છોડીને તેની નીજી જિંદગી સાથે જોડાયેલ તમામ મુદ્દાઓ પર વાતચીત કરી હતી. PM મોદી સાથે ખેલાડી કુમારે હલ્કી ફુલ્કી વાતચીત કરી હતી જેની હાલ પ્રશંસા થઈ રહી છે. આ વાતચીત હાલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે.
વધુ વાંચવા કરો ક્લિક-10: બેઇલ્સ માથાનો દુખાવો, ઝબુકે છે ખરી પરંતુ પડતી જ નથી
આઈપીએલ ૨૦૧૯માં સોમવારે રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટૂર્નામેન્ટની ૪૦મી મેચ રમાઇ હતી. આ મેચ દરમિયાન એક રસપ્રદ બનાવ પણ બન્યો હતો. દિલ્હી બેટિંગ કરી રહી હતી ત્યારે ૧૬મી ઓવરમાં ઝડપી બોલર જોફ્રા આર્ચર બોલિંગ કરી રહ્યો હતો અને પૃથ્વી શો બેટિંગ કરી રહ્યો હતો. ૧૬મી ઓવરનો છેલ્લો બોલ સ્ટમ્પને વાગ્યો હતો પરંતુ બેઇલ્સ નીચે પડી નહોતી. આર્ચરે નાખેલો ૧૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપનો બોલ સ્ટમ્પને અડીને જતો રહ્યો હતો. લાઇટ પણ ઝળકી હતી પરંતુ સ્ટમ્પ પરથી હલી નહોતી. આમ લેટેસ્ટ ટેક્નોલોજી પણ નિષ્ફળ જઇ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post News@12 PM: મોદીએ અક્ષય કુમારની સાથે અનૌપચારિક ઇન્ટરવ્યુમાં ઘણા રાઝ ખોલ્યા સહિતના સમાચાર appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/24-april-2019-top-headlines-til-12-pm/
via Best Gujarati News
0 Comments