રોહિત શેખર મર્ડર કેસનું કોકડું ઉકલી ગયું? પત્ની અપૂર્વાની ધરપકડ
યુપીના પૂર્વ સીએમ નારાયણ દત્ત તિવારીના પુત્ર રોહિત શેખરની હત્યાના કેસમાં પત્ની અપૂર્વા શુકલાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. સૂત્રોનું કહેવું છે કે અપૂર્વાની વિરૂદ્ધ પૂરતા પુરાવા મળ્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. આપને જણાવી દઇએ કે 16મી એપ્રિલના રોજ રોહિત પોતાના બંગલાના રૂમમાં મૃત જોવા મળ્યો હતો. પોલીસે હત્યાની પુષ્ટિ બાદ કેટલાંક કલાકો સુધી તેમની પત્નીની પૂછપરચ્છ પણ કરી હતી.
અત્યાર સુધીની મળતી માહિતી પ્રમાણે પોલીસને અપૂર્વાની વિરૂદ્ધ પુરતા પૂરાવા મળ્યા છે, ત્યારબાદ તેમની ધરપકડ કરાઇ છે. શનિવારના રોજ પોલીસે અપૂર્વાની આઠ કલાક સુધી લાંબી પૂછપરચ્છ કરી. સૂત્રોનું કહેવું છે કે અપૂર્વાના નિવેદનોમાં તાલમેલ નહોતો. મીડિયા રિપો્ર્ટસના મતે આ હત્યાકાંડને અંજામ આપવામાં અપૂર્વા સંપૂર્ણપણે સામેલ હતી. તપાસ ટીમ હવે અન્ય આરોપીઓને પણ અરેસ્ટ કરી શકે છે.
Late UP and Uttarakhand CM ND Tiwari's son Rohit Shekhar Tiwari's death case: Apoorva Tiwari, the wife of Rohit, who has been arrested today in connection with the case, being taken for questioning by Delhi Crime Branch on April 21. #Delhi pic.twitter.com/7YqZ1z9E0Y
— ANI (@ANI) April 24, 2019
એક સાથે બંધ થયો હતો રોહિત અને અપૂર્વાનો ફોન
રોહિત શેખર તિવારી હત્યાકાંડ કેસની તપાસ કરી રહેલ ટીમને ખબર પડી છે કે રોહિત શેખર તિવારીની પાસે બે મોબાઇલ નંબર હતા. બંનેની કોલ ડિટેલ્સ પ્રમાણે શેખરનો એક ફોન 15મી તારીખના રોજ સાંજે 6.30 વાગ્યે બંધ થઇ ગયો હતો અને બીજો ફઓન 15મીના રાત્રે 9.30ની આસપાસ. જો કે તેનું કારણ ડિફેન્સ કોલોનીમાં નેટવર્ક મળતું નહોતું તે પણ હોઇ શકે. ત્યારબાદ સવારે એક નંબર પર 11 વાગ્યે એટલે કે 16મી એપ્રિલના રોજ એક કંપનીનો મેસેજ આવ્યો જે મોબાઇલ કંપનીનો હોય છે.
4 અન્ય નોકરનોના નિવેદન પર પણ તપાસ ટીમને શંકા
આ કેસમાં રોહિતની પત્ની અપૂર્વાની સિવાય ઘરમાં હાજર બે નોકરોના નિવેદન પણ પોલીસને શંકાસ્પદ લાગ્યા હતા. સીન રીકંસ્ટ્રક્શન દરમ્યાન પોલીસને જાણવા મળ્યું કે હૉલવેના બે સીસીટીવી કેમેરા કામ કરી રહ્યા હતા. બાદમાં કેમેરા ખરાબ મળ્યા. પોલીસ અધિકારીએ કહ્યું કે અડધી રાત બાદ અપૂર્વા સીસીટીવીમાં ફર્સ્ટ ફ્લોર પર જતા દેખાયા હતા જ્યારે સ્થાનિક નોકરોના મતે તેઓ રાત્રે 2.30 વાગ્યા સુધી ગ્રાઉન્ડ ફ્લોર પર ક્રાઇમ સીરીયલ જોઇ રહ્યા હતા.
પત્ની સાથે રોહિતની અણબન થતી
રોહિત શેખરના માતાએ પહેલાં સ્વાભાવિક મોત ગણાવ્યું હતું, પરંતુ તપાસ આગળ વધ્યા બાદ તેમણે કહ્યું કે પત્ની સાથે રોહિતની અણબન રહેતી હતી. ક્રાઇમ બ્રાન્ચે પોતાની તપાસમાં પહેલાં પણ કહ્યું હતું કે રોહિતની પત્ની તેના પર શંકા કરતી હતી અને બંનેની વચ્ચે ખૂબ તણાવ હતો. રોહિતની પત્નીના તેના કોઇ સંબંધિત મહિલાની સાથે નિકટતાને લઇ શંકા હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post રોહિત શેખર મર્ડર કેસનું કોકડું ઉકલી ગયું? પત્ની અપૂર્વાની ધરપકડ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/rohit-shekhar-tiwaris-death-case-apoorva-tiwari-wife-of-rohit-arrested/
via Best Gujarati News
0 Comments