શું તમે પણ શોપિંગ દરમિયાન કેરી બેગના ચુકવો છો રૂપિયા, તો આ કિસ્સો તમને કરાવશે ફાયદો
જ્યારે તમે બજારમાં ઘણી વખત ખરીદી કરવા જાવ છો, ત્યારે દુકાનદારો અથવા મોલ્સ સેલ્સમેન તમને બેગના બદલામાં ચાર્જ કરે છે. બેગનો ભાવ 2, 3, 5 રૂપિયા અથવા વધુ હોય છે. પરંતુ આમ કરવું પગરખા બનાવતી કંપની બાટાને મોંઘુ પડ્યું છે. ઘટના એવી છે કે ગ્રાહક ફોરમએ જૂતા ખરીદ્યા પછી ગ્રાહક પાસેથી પેપર બેગના 3 રૂપિયા બેગ ચાર્જ લિધા બાદ બાટા ઇન્ડિયા પર રૂપિયા 9 હજારનો દંડ ફટકાર્યો છે. સાથે જ ઓર્ડર કર્યો છે કે કંપની માલ ખરીદનારા ગ્રાહકોને મફતમાં કેરી બેગ આપે.
ઉલ્લેખનિય છે કે ચંદીગઢમાં ગ્રાહક સુરક્ષા કમિશને બાટા ઇન્ડિયા લિમિટેડને પેપર બેગ માટે ગ્રાહક પાસેથી રૂપિયા 3ની વસૂલાત કરવા બદલ રૂપિયા 9 હજારનો દંડ ફટકાર્યો છે. ગ્રાહકે બુટ રાખવા માટે બેગ માંગતા સ્ટોરે તેની પાસેથી આ ચાર્જ વસૂલ કર્યો હતો. કાયદાના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ આદેશ આખા દેશમાં લાગૂ કરવા માટે યોગ્ય છે. તેમના મત પ્રમાણે જો ગ્રાહકોએ તેમના જ સ્ટોરમાંથી વસ્તુ ખરીદી હોય તો સ્ટોર્સ ગ્રાહકો પાસેથી બેગ માટે ચાર્જ વસૂલ કરી શકે નહીં. દિનેશ પ્રસાદ રતુરી નામના એક ગ્રાહકો ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરિયાદ બાદ ફોરમે આ નિર્ણય સંભળાવ્યો હતો.
રતુરીએ ગ્રાહક સુરક્ષા ફોરમમાં જણાવ્યું હતું કે, તેણે ફેબ્રુઆરી પાંચના રોજ બાટાના સ્ટોરમાંથી એક જોડી બૂટ ખરીદ્યા હતા. આ સ્ટોર ચંદીગઢના સેક્ટર 22ડી ખાતે આવેલો છે. સ્ટોરે તેની પાસેથી રૂપિયા 402 ચાર્જ વસૂલ કર્યો હતો, જેમાં બેગ માટેના રૂપિયા 3ના ચાર્જનો સમાવેશ થતો હતો.
રતુરીએ બાટાએ જે બેગ માટે ચાર્જ લગાવ્યો હતો તેના પર કંપનીની જાહેરાત પણ હતી. આ માટે જ તેણે રૂપિયા ત્રણનું રિફંડ માંગ્યું હતું. સ્ટોરના માલિકે વળતર આપવાનો ઇન્કાર કર્યા બાદ રતુરીએ ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરિયાદ કરી હતી. ગ્રાહક સુરક્ષા ફોરમે આ બાબતે પોતાનો ચુકાદો આપતા જણાવ્યું કે, ગ્રાહક પાસેથી બેગના પૈસા વસૂલ કરી શકાય નહીં. ફોરમે એવું પણ કહ્યું કે સ્ટોરમાંથી વસ્તુઓની ખરીદી કરતા ગ્રાહકોને મફતમાં બેગ આપવી એ સ્ટોરની ફરજ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post શું તમે પણ શોપિંગ દરમિયાન કેરી બેગના ચુકવો છો રૂપિયા, તો આ કિસ્સો તમને કરાવશે ફાયદો appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/consumer-forum-fined-bata-for-rs-9000-for-charging-3-rupee-for-paper-bag/
via Best Gujarati News
0 Comments