અક્ષય કુમાર સાથે વાત કરતાં PM મોદીએ મમતા દીદી દ્વારા મોકલાતી ગિફ્ટનું રહસ્ય ખોલ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકટર અક્ષય કુમારની સાથે અનૌપચારિક ઇન્ટરવ્યુમાં ઘણા રાઝ ખોલ્યા. પીએમ એ પોતાના નાનપણની યાદોથી લઇ ગુસ્સા પર કાબૂ, પારિવારિક સંબંધો અને ખાનગી જીવનના દિલ ખોલીને વાત કરી. પીએમ એ કહ્યું કે રાજકારણ અને વડાપ્રધાન બનવાનું સપનું તેમણે જોયું નહોતું. તેમણે કહ્યું કે હું એવા પરિવારમાંથી આવું છું મને નાની-મોટી કોઇ નોકરી મળી જાત તો પણ મારી માતા ગોળ ખવડાવી દેત. હું કયારેક-કયારેક આશ્ચર્યચકિત થઇ જાઉં છું કે મને આટલો બધો પ્રેમ કેવી રીતે આપ્યો.
‘સેના માટે હતું સમ્માન, ભટકતા-ભટકતા અહીં સુધી પહોંચ્યો’
પીએમ એ પોતાના વાંચવાના શોખ અને સેનામાં જવાના પ્રશ્ન પર કહ્યું કે નાનપણમાં મને પુસ્તકો વાંચવાનો શોખ હતો ગામની લાઇબ્રેરીમાં જઇને વાંચતો હતો. હું સેનાના જવાનોને જોતો હતો. ચીન યુદ્ધમાં સૈનિકોને મોટો સત્કાર કરું છું. મેં વાંચ્યું કે ગુજરાતમાં સૈનિક સ્કૂલમાં એડમિશન મેળવી શકાય છે. અમને તો અંગ્રેજી આવડતું નહોતું. અમારી શેરીમાં સ્કૂલના પ્રિન્સિપાલની પાસે ગયો. પછી રામકૃષ્ણ મિશનમાં જતો રહ્યો અને આ તમામ નવા-નવા અનુભવ થવા લાગ્યા. હિમાલયમાં ભટક્યો ખૂબ ફર્યો જોયું બધું કન્ફયુઝન પણ હતું. મનમાં પ્રશ્ન થતો અને જાતે જ પછી જવાબ આપતો અને આમ ભટકતા-ભટકતા અહીં આવી ગયો.
बचपन में मेरा स्वाभाव था किताबें पढ़ना, बड़े बड़े लोगों का जीवन पढ़ता था। कभी फ़ौज वाले निकलते थे तो बच्चों की तरह खड़ा होकर उन्हें सेल्यूट करता था: प्रधानमंत्री श्री @narendramodi #BharatKaGarvModi https://t.co/HeuNy57wf8 pic.twitter.com/Uc73T0vRMV
— BJP (@BJP4India) April 24, 2019
‘ગુસ્સાને વ્યકત કરવાની કયારેય જરૂર નથી પડતી’
ગુસ્સો આવવાના પ્રશ્ન પર મોદીએ કહ્યું કે મારી 18-22 વર્ષની જે ટ્રેનિંગ થઇ તેમાં આ ટ્રેનિંગ મળી. તેમણે કહ્યું કે હું કહી શકું છું કે ચપરાસીથી લઇ પ્રિન્સિપાલ સેક્રેટરી સુધી ગુસ્સો વ્યક્ત કરવાની તક મળી નહોતી. હું સ્ટ્રિક્ટ છું અનુશાસિત છું. હું કોઇને નીચું દેખાડીને કામ કરી શકું નહીં. હેલ્પિંગ હેન્ડની જેમ કામ કરું છું. પ્રેશર છે, સ્ટ્રેસ છે હું તેને ડિવાઇડ કરી દઉં છું. અંદર તો કદાચ હશે, પરંતુ તેને વ્યકત કરવાની તક મળી નથી. એક હોય છે ચહેરા પર ગુસ્સો પર ગુસ્સો તેને વ્યકત કરવો. કયારેક થાય છે કે મારી સાથે આવું કેમ થયું કયારેક થાય છે કે મેં આવું કેમ કર્યું. હું એકલો કાગળ લઇને બેસું છું અને એવી પરિસ્થિતિની ઘટનાને સંપૂર્ણ કાગળ પર લખીને વ્યકત કરતો હતો અને પછી તેને ફાડીને ફેંકી દેતો હતો તો પછી તેને ફરીથી લખતો, તેના પરથી અંદાજો આવતો હતો કે હું પણ ખોટો હતો.
માતા સાથે રહેવાના પ્રશ્ન પર પીએમે કહ્યું કે જો હું પીએમ બનીને ઘરેથી નીકળતો તો સ્વાભાવિક છે કે મન કરતું. મેં નાનકડી ઉંમરમાં બધું જ છોડી દીધું હતું. ડિટેચમેન્ટ હતું માયા-મોહ બધું જ છોડી દીધું. તેમ છતાંય કયારેક માતાને બોલાવી લીધા, પરંતુ મારા માતા કહે છે કે તું મારી પાછળ શું કામ ટાઇમ ખરાબ કરી રહ્યો છે હું ગામના લોકોની સાથે વાત કરી લઉ છું. જેટલા દિવસ માતા રહેતા હું શિડ્યુલમાં વ્યસ્ત રહેતો હતો.
પીએમ એ કહ્યું કયારેય કોઇના પર કામ માટે દબાણ કરતો નથી
સ્ટ્રિક્ટ હોવાના પ્રશ્ન પર મોદીએ કહ્યું કે મારા અંગે જે છબી બનાવામાં આવી છે તે ઠીક નથી. તેમણે કહ્યું કે કોઇ એમ કહે કે કામ ખૂબ કરવું પડે છે તો સચ્ચાઇ છે, પંરતુ મેં કયારેય દબાણ નાંખ્યું નથી. હું એક વર્ક કલ્ચર ડેવલર કરું છું અને હું જાતે જ કામ કરું છું આથી તે ડેવલપ થઇ ગયું છે. સ્ટ્રિક્ટનેસ અનુશાસન કોઇના પર થોપવાથી આવતું નથી. મારી સાથે મીટિંગમાં લોકો જાતે જ મોબાઇલ લઇને આવતા નથી. પીએમએ હાસ્યના સવાલ પર કહ્યું કે હવે ડર લાગે છે કે લોકો અડધા-અધૂરા શબ્દોને ઉછાળીને રજૂ કરે છે. ઇરાદો એ નથી હોતો હસી-મજાકનો હોય છે. પરંતુ હવે અડધા-અધૂરા શબ્દોના આધાર પર પ્રતિક્રિયા આપવામાં આવે છે.
ममता दीदी साल में आज भी मेरे लिए एक-दो कुर्ते भेजती है।
बांग्लादेश की प्रधानमंत्री शेख हसीना जी साल में 3-4 बार खास तौर पर ढाका से मिठाई भेजती हैं। ममता दीदी को पता चला तो वो भी साल में एक-दो बार मिठाई जरूर भेज देती हैं: पीएम #ModiWithAkshay #BharatKaGarvModi pic.twitter.com/Ujh44mI7fF
— BJP (@BJP4India) April 24, 2019
મમતા દીદી મારા માટે કુર્તા મોકલે છે: પીએમ મોદી
વિપક્ષી પાર્ટીની સાથેના સંબંધો પર પીએમે કહ્યું કે મમતા બેનર્જી તેમને ગિફ્ટ આપે છે. પીએમ એ કહ્યું કે મારા કેટલાંય મિત્ર છે વિપક્ષી પાર્ટીમાં અને ખૂબ સારા મિત્રો છે. તેમની સાથે જમું પણ છું. ત્યારે હું ગુજરાતનો સીએમ નહોતો કોઇ કામથી હું સંસદ ગયો હતો અને ગુલામ નબી આઝાદ અને હું ગપ્પા મારી રહ્યા હતા. એક મીડિયાકર્મી એ કહ્યું કે આરએસએસવાળા છો અને ગુલામ નબીની સાથે છો. ગુલામ નબી જી એ કહ્યું કે તમામ પક્ષના લોકો ફેમિલી તરીકે જોડાયેલા છે. મમતા દીદી આજે પણ મને વર્ષમાં એક-બે કુર્તા પોતે પસંદ કરીને મોકલે છે. કોઇને કોઇ બંગાળી નવી મીઠાઇ ઢાકાથી મને ત્યાંના પીએમ પણ મોકલે છે, જ્યારે મમતા દીદીને ખબર પડી ત્યારથી મારા માટે પણ તેઓ કોઇને કોઇ મીઠાઇ મોકલાવે છે.
બેન્ક બેલેન્સના પ્રશ્ન પર પીએમ એ કહ્યું કે બેન્ક એકાઉન્ટ એમએલએ બન્યા બાદ બનાવ્યું કારણ કે તેમાં પગાર આવવાનું શરૂ થઇ ગયું. સ્કૂલમાં દેવા બેન્કવાળા આવ્યા અને બધા બાળકોને ગલ્લો આપ્યો અને કહ્યું કે તેમાં જે જમા થશે તો બેન્ક એકાઉન્ટમાં જમા કરવાના હોય છે. બેન્કમાં અમારું એકાઉન્ટ બની રહ્યું અને જમા કંઇ થયું નહીં. હું ગામ છોડીને જતો રહ્યો અને 30-32 વર્ષ સુધી બેન્ક એકાઉન્ટ રહ્યું તો બેન્કવાળા મારી પાસે આવ્યા અને કહ્યું સિગ્નેચર કરી દો આ નાનપણના એકાઉન્ટને બંધ કરી દઉં.
सरकार की तरफ से एक प्लॉट मिलता है, कुछ कम दाम में मिलता है। फिर मैंने वो पार्टी को दे दिया। हालांकि कुछ नियम है जिस पर सुप्रीम कोर्ट में मामला है। जैसे ही वह क्लीयर होगा, प्लॉट मैं पार्टी के नाम कर दूंगा: पीएम #BharatKaGarvModi #ModiWithAkshay pic.twitter.com/xVJ8Xekbef
— BJP (@BJP4India) April 24, 2019
’21 લાખ રૂપિયાનો ઉપયોગ સ્ટાફની દીકરીઓ માટે’
પીએમ એ કહ્યું કે મેં કયારે મારા બેન્ક એકાઉન્ટને જોયું નહોતું તો ગુજરાતથી આવતા પહેલાં ઓફિસરોને બોલાવ્યા અને કહ્યું કે હું મારા આ પૈસા આપી દેવા માંગું છું. હું તેને લઇ જઇ શું કરીશ તો એક સિનિયર ઓફિસરને લઇને આવ્યા અને 3 લોકો હતા. મને કહ્યું કે તમને જરૂર ના પડે પરંતુ કોર્ટ કેસ ચાલી રહ્યા છે તો વકીલની જરૂરિયાત પડશે તો આ એકાઉન્ટને રાખી લો. તેમાંથી મેં 21 લાખ રૂપિયા જે ડ્રાઇવર નોકર છે તેમની દીકરીઓના શિક્ષણ માટે ખર્ચ કરવા છે અને ગુજરાત સરકારે ફાઉન્ડેશન બનાવ્યું છે તો તેમાં ખર્ચ કરી રહ્યું છું. એમએલએ તરીકે મને પ્લોટ મળ્યો હતો પરંતુ સુપ્રીમ કોર્ટમાં કેસ લટક્યો છે જ્યારે તે ક્લિયર થશે તો તેને હું પાર્ટીને આપી દેવાનો છું.
મિત્ર ઓબામાએ પીએમને વધુ સૂવાની આપી સલાહ
પીએમ મોદી માત્ર 3-4 કલાક સૂએ છે તે પ્રશ્ન પર તેમણે કહ્યું કે મારી ડૉકટર્સની ટીમ પણ કહે છે કે મારે પૂરતી ઊંઘ લેવી જોઇએ. ઓબામાજી મારા સારા મિત્ર છે તેમનું પણ કહેવું છે કે મારે પૂરતી ઉંઘ લેવી જોઇએ. મેં કઠિન પરિશ્રમ કર્યો છે જીવનમાં અને એ અભ્યાસથી પ્રાપ્ત થયું છે કે ઉઠતા જ મારા પગ જમીન પર રહે છે. હવે હું પણ વિચારું છું કે કદાચ રિટાયર થયા બાદ હું પહેલું કામ એ કરીશ કે મારી ઊંઘ કેવી રીતે વધારી શકું, તેના માટે થોડોક પરિશ્રમ કરીશ.
ટ્વિંકલના ટ્વિટરના બ્હાને પીએમ એ લીધી ચુટકી
સોશિયલ મીડિયા સાથે જોડાયેલા પ્રશ્ન પર વડાપ્રધાન મોદીએ અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાનો ઉલ્લેખ કર્યો. પીએમ એ કહ્યું કે હું તો ટ્વિંકલ જી ને પણ ટ્વિટર પર જોઉં છું અને મારા પર એ એટલો ગુસ્સો નીકાળે છે…કયારેક-કયારેક લાગે છે કે કદાચ તમારા ઘરમાં સારો માહોલ રહેતો હશે કારણ ક ટ્વિંકલજી તો બધો ગુસ્સો ટ્વિટર પર મારા પર જ નીકાળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અક્ષય કુમાર સાથે વાત કરતાં PM મોદીએ મમતા દીદી દ્વારા મોકલાતી ગિફ્ટનું રહસ્ય ખોલ્યું appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/have-many-good-friends-in-opposition-mamata-banerjee-sends-kurtas-and-sweets-to-me-pm-modi/
via Best Gujarati News
0 Comments