ઉત્તર-પશ્ચિમ દિલ્હી સાંસદ ઉદિત રાજે ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. દલિત નેતાને ભાજપમાંથી ટિકિટ ના મળતા નારાજ હતા. તેમણે મંગળવારના રોજ ઉત્તર-પશ્ચિમ સીટ પરથી ભાજપની તરફથી ગાયક હંસરાજ હંસને ટિકિટ ફાઇન આપ્યા બાદ દાવો કર્યો હતો કે ભાજપ તેમના પર રાજીનામાનું દબાણ બનાવી રહી છે. પરંતુ તેમણે કોઇ નિર્ણય કર્યો નથી. પરંતુ અંદાજો હતો કે હંસરાજને ટિકિટ મળ્યા બાદ ઉદિત રાજ પાર્ટી છોડી દેશે તેવો અંદાજો હતો.

મંગળવારના રોજ ઉદિત રાજે કહ્યું હતું કે તેઓ અપક્ષમાંથી ઉમેદવાર બની રહેશે નહીં. તેઓ મારા પર દબાણ કરી રહ્યા છે પાર્ટી છોડી દઉં પરંતુ મેં પાર્ટી છોડવાને લઇ કોઇ નિર્ણય લીધો નથી. હું દેશભરમાં ફેલાયેલા મારા સમર્થકો સાથે વિચાર વિમર્શ કરીશ.

ટિકિટ કપાવાના સવાલ પર ઉદિતે કહ્યું હતું કે જ્યારે 2018મા એસસી-એસટી સંશોધન પર બંધ આયોજીત થયું, મેં વિરોધ કર્યું, આથી જ પાર્ટી નેતૃત્વ શકય છે કે મારાથી નારાજ થઇ ગયું. જ્યારે સરકારની તરફથી કોઇ ભરતી થતી નહોતી તો શું મારે આ મુદ્દો નહોતો ઉઠાવવો જોઇતો? હું દલિતોના મુદ્દા ઉઠાવતો રહીશ.

મંગળવારના રોજ હંસને ટિકિટ મળ્યા બાદ ઉદિત રાજના સમર્થકો એ ભાજપને દિલ્હી એકમના કાર્યાલય પર સૂત્રોચ્ચાર પણ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post BJPના દિગ્ગજ નેતાએ છેડો ફાડી કોંગ્રેસનો હાથ પકડી લીધો, કહ્યું કે…. appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/bjp-mp-udit-raj-joins-congress-party-in-presence-of-congress-president-rahul-gandhi/
via Best Gujarati News

0 Comments