2002 ગુજરાત રમખાણોમાં બિલકિસ બાનુ કેસમાં સુપ્રીમકોર્ટે એક મોટો આદેશ આપ્યો છે. સુપ્રીમકોર્ટે ગુજરાત સરકારને રમખાણો મામલાની પીડિતા બિલકિસ બાનુને 50 લાખ રૂપિયા વળતર તરીકે આપવાનો આદેશ કર્યો છે. સુપ્રીમકોર્ટે સરકારી નોકરી અને મકાન આપવાનો પણ આદેશ આપ્યો છે. ગુજરાત સરકારે સુપ્રીમકોર્ટને આદેશ આપ્યો કે દોષી અધિકારીઓ, જેમણે બિલકિસ બાનું કેસના પુરાવાઓ સાથે છેડછાડ કરવાની કોશિશ કરી, તેમને સંપૂર્ણ પેંશન લાભથી હટાવી દેવામાં આવ્યા છે. એક આઇપીએસ અધિકારીને બે રેંકોમાં ડિમોટ કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે પોલીસવાળાઓ પર કાર્યવાહીની મોહર પણ લગાવી દીધી છે.

ખરેખર, 2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલકિસ બાનુ સામૂહિક બળાત્કાર મામલે સુપ્રીમ કોર્ટે સૂનાવણી કરી. ગત સૂનાવણીમાં સુપ્રીમકોર્ટે ગુજરાત સરકારને મામલામાં તપાસમાં છેડછેડા માટે હાઇકોર્ટ દ્વારા દોષી ઠેરવવામાં આવેલા છ પોલીસકર્મીઓ વિરૂદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવું કહેવામાં આવ્યું હતું. કોર્ટે ગુજરાત સરકાર નિર્દેશ આપ્યો હતો કે, 2002ના બિલકિસ બાનુ મામલામાં દોષી ઠેરવવામાં આવેલા પોલીસ અધિકારીઓ વિરૂદ્ધ બે અઠવાડિયાની અંદર અનુશાષનાત્મક કાર્યવાહી પૂર્ણ કરવામાં આવે.

ખરેખર બિલકિસ બાનુએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી કહ્યું હતું કે, આ કેસમાં તેને વધુ વળતર આપવામાં આવે. સાથે જ કહેવામાં આવ્યું હતું કે, જે ચાર પોલીસકર્મી અને બે ડોક્ટરોને દોષી ઠેરવ્યા હતાં. તેમની જાણકારી અનુસાર, તેમની ફરીથી નોકરી પર રાખી લેવામાં આવ્યા. કોર્ટે ગુજરાત સરકારને જવાબ આપવાની સાથે બિલકિસ બાનુને કહ્યું હતું કે, તે વળતર માટે અલગથી અરજી દાખલ કરે.

ગોધરાકાંડ બાદ ગુજરાતમાં થયેલા રમખાણો દરમિયાન બિલકિસ બાનુ બળાત્કારકાંડ અને તેના પરિવારના સાત સભ્યોની હત્યાના મામલામાં વિશેષ કોર્ટે 21 જાન્યુઆરી, 2008ના રોજ 11 આરોપીઓને આજીવન કારાવાસની સજા સંભળાવી હતી. જ્યારે પોલીસકર્મીઓ અને ડોક્ટરો સહિત સાત આરોપીઓને છોડી મૂક્વામાં આવ્યા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post બિલકિસ બાનુ કેસમાં SCનો મોટો આદેશ, ગુજરાત સરકારે પીડિતાને આપવું પડશે વળતર appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/supreme-court-bilkis-bano-case-compensation-will-be-given-to-the-victim/
via Best Gujarati News

0 Comments