વિરાટ કોહલી PM મોદીના મનની ઇચ્છા કરશે પૂરી, સોશિયલ મીડિયા પર કર્યો ખુલાસો
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી 12મી મેના રોજ ગુરૂગ્રામમાં મતદાન કરશે. કોહલીએ ખુદ ઇંસ્ટાગ્રામ પર તેની માહિતી શેર કરી છે. કોહલીએ સોશિયલ મીડિયા પર પોતાનું વોટર આઇડી શેર કર્યું. તેમણે તેની સાથે લખ્યું 12મ મેના રોજ ગુરૂગ્રામમાં મત આપવા માટે તૈયાર છું, શું તમે પણ તૈયાર છો.
આ વોટર આઇડી પર વિરાટ કોહલી અને તેમના પિતાનું નામ અને તેનું સરનામું જોઇ શકાય છે. વિરાટ ગુરૂગ્રામ (હરિયાણા)ના વોટર છે. વિરાટ દિલ્હીના રહેવાસી છે પરંતુ થોડાંક વર્ષો પહેલાં ગુરૂગ્રામ શિફ્ટ થઇ ગયો હતો. જો કે અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન બાદ કોહલીએ મુંબઇને પોતાનું ઘર બનાવ્યું હતું.
આની પહેલાં સમાચાર આવ્યા હતા કે કોહલી અનુષ્કા શર્માની સાથે મુંબઇથી જ વોટિંગ કરવા માંગતો હતો. પરંતુ ચૂંટણીપંચના અધિકારીઓ પાસેથી મળેલી માહિતી પ્રમાણે વિરાટ મુંબઇમાં પોતાના ઘર વર્લીથી વોટિંગ કરવા માંગતો હતો. તેના માટે તેમણે ઓનલાઇન પ્રક્રિયા દ્વારા અરજી પણ કરી હતી. જો જે મતદાતાઓના નામ વોટિંગ યાદીમાં નહોતું તેમને 30મી માર્ચ સુધીમાં અરજી કરવાનું હતું પરંતુ નક્કી સમયમાં કોહલી એ તેની ઔપચારિકતાઓ પૂરી કરી નહોતી. મુંબઇમાં 29મી એપ્રિલના રોજ મતદાન છે તે દિલ્હી અને ગુરૂ્ગ્રામમાં 12મી મેના રોજ વોટિંગ કરશે. કોહલીના વોટિંગને લઇ સસ્પેંસ કોહલીની આ પોસ્ટ બાદ સમાપ્ત થઇ જશે.
IPL 2019ની ફાઇનલ પણ આ દિવસે હૈદ્રાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. કોહલીની ટીમ 11માંથી 7 મેચ હારીને અત્યારે આઇપીએલમાં છેલ્લાં નંબર પર છે. આની પહેલાં 13મી માર્ચના રોજ વડાપ્રધાને કેટલીય જાણીતી હસતીઓથી લોકોને મતદાન પ્રત્યે જાગૃતતા ફેલાવાની અપીલ કરી હતી. તેમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી સિવાય એમએસધોની, કુંબલે, વીવીએસ લક્ષ્મણ અને વીરેન્દ્ર સહેવાગનું નામ પણ સામેલ હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વિરાટ કોહલી PM મોદીના મનની ઇચ્છા કરશે પૂરી, સોશિયલ મીડિયા પર કર્યો ખુલાસો appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/indian-cricket-captain-virat-kohli-to-vote-on-may-12/
via Best Gujarati News
0 Comments